________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક
૩૯૫
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા.
છે. એ તો પોતાના જાણપણામાંથી આરોપણ કરીને પ્રકૃતિમાં આવે ત્યારે એ પ્રકૃતિનું જાણપણું. આ બુદ્ધિ એ પોતાનું આરોપણ છે, બીજું કશું નહીં. એટલે આ આત્મા સિવાય બીજી કોઈ જગ્યાએ જાણપણું છે જ નહીં. અહીં જ જાણપણું બધું ઉત્પન્ન થયેલું છે. જ્ઞાતા-દ્રષ્ટા બે ગુણ હોય તો આત્માના જ ગુણ. એ સિવાય બીજી કોઈ જગ્યા એ જ્ઞાતા-દ્રષ્ટા છે નહીં અને પ્રકૃતિ જે જાણે છે તે આત્માના આરોપણથી જાણે છે. બીજું કશું ય નહીં. પ્રકૃતિમાં જાણપણું છે જ નહીં ને !
પ્રશ્નકર્તા : એટલે શું ? આરોપણ નહીં કરવું ?
પ્રશ્નકર્તા : પણ મારા મગજમાં એમ થાય છે કે ચંદુભાઈ કંઈક કરી રહ્યો છે, એને એ સમજાવનાર કોણ ? તે વખતે મન, ચિત્ત બધું હાજર થઈ જાય છે.
દાદાશ્રી : નહીં કરવું એ ભાષા જ ખોટી છે.
પ્રશ્નકર્તા એટલે તો પછી હવે આ જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતના રહેવું ? પ્રકૃતિનું કોઈ પણ માધ્યમ કે કંઈ પણ સહારો લીધા વગર ડાયરેકટ જ્ઞાતાદ્રષ્ટા કેવી રીતના રહેવું ?
દાદાશ્રી : એનો સ્વભાવ જ જ્ઞાતા-દ્રષ્ટા. એટલે તમને સમજાવું. જ્ઞાતા-દ્રષ્ટા તમે તમારી ભાષામાં સમજ્યા છો.
પ્રશ્નકર્તા : દાદા, આપણે જે કહીએ છીએ કે આત્મા જ્ઞાતા-દ્રણ છે એ બરાબર છે. હવે આત્મા જો જ્ઞાતા-દ્રષ્ટા હોય તો સૂક્ષ્મ શરીરની મદદથી થતું હશે જ્ઞાતા-દ્રષ્ટા ?
દાદાશ્રી : ના. અરીસો હોય છે ને, તે પોતે ઊભો રહ્યો હોય ને અને આપણે જઈએ તો અરીસામાં આપણે દેખાઈએ કે ના દેખાઈએ ? એમાં અરીસાને કશું કરવું પડે છે ? એવી રીતે આત્મામાં ઝળકે છે આ બધું. આ અરીસા છે તે અચેતન છે ને પેલું ચેતન છે. ચેતનની મહીં ઝળકે છે. એટલે પોતાને ખબર પડે કે આ શું થયું મહીં, કોણ કોણ દેખાય છે. એવું જ્ઞાતાદ્રષ્ટા છે. છેલ્લે જ્ઞાતા-દ્રષ્ટા આ રીતે છે.
પ્રશ્નકર્તા : છેલ્લું બરાબર છે પણ અત્યારે ધારો કે હું કંઈક કાર્ય કરતો હોઉં, હું જોતો હોઉં તો મને એમ થાય કે આ ચંદુભાઈ કરી રહ્યા છે ?
દાદાશ્રી : એ પેલું પુદ્ગલ કહેવાય ને આ ચેતન કહેવાય. એ ચેતનમાં જે આત્મા કહો છો ને, તે આત્મા કરતો નથી. આત્મામાંથી એક શક્તિ, જે પ્રજ્ઞા નામની શક્તિ છે તે છૂટી પડે છે. પ્રજ્ઞાશક્તિથી દેખાય એ બધું. એટલે આ પ્રજ્ઞાશક્તિ છૂટી પડે છે. તે પ્રજ્ઞાશક્તિનું કામ શું છે ? એને કેમ કરીને મોક્ષે જ લઈ જવો, એના માટે જ નિરંતર પ્રયત્નમાં હોય. તે ચેતવે-બેતવે બધું એ. હવે એના સામે બીજી શક્તિ કઈ ? ત્યારે કહે, ‘અજ્ઞાશક્તિ.” જેને આપણે બુદ્ધિ કહીએ છીએને, એ અજ્ઞાશક્તિ. તે મોક્ષમાં જવા જ ના દે. ગૂંચવી ગૂંચવીને તે મહીં ને મહીં લાવે, એના કુંડાળામાં. હવે પ્રજ્ઞાશક્તિ શું કરે ? એ પેલી ગૂંચવી ગૂંચવીને લઈ ગઇ તેને આમ પેલી બાજુ લઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞાશક્તિથી જ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય છે ? દાદાશ્રી : બસ, પ્રજ્ઞાશક્તિથી. આત્માથી ય નહીં.
જ્ઞાતા-દ્રષ્ટા રહો એ જ વીતરણ ! પ્રશ્નકર્તા અમે ચર્ચા કરતા હતા કે સંપૂર્ણપણે જ્ઞાતા-દ્રા એ કોણ રહી શકે ? ત્યારે મેં કહ્યું કે જે વીતરાગ હોય તે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે. નહીંતર ન રહી શકે. ત્યારે એમનું કહેવું એમ હતું કે ના, વીતરાગ ન હોય તો પણ જ્ઞાતા-દ્રષ્ય રીં શકાય.
દાદાશ્રી : ના. વીતરાગનો અર્થ એવો નથી. વીતરાગ એટલે, જેટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહે એટલો વખત એ વીતરાગ થયો. અને સંપૂર્ણ રહે એટલે સંપૂર્ણ વીતરાગ, બસ. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું એ જ વીતરાગપણું. વીતરાગ એટલે એ થોડીવારે પા ક્લાકે ય જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલો વખત વીતરાગ.