________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
આપણને ઠંડક બહુ લાગે. એ તો કેવળજ્ઞાનની ઠંડક કહેવાય એ. કોઈ કોઈ મહાત્મા તો કેવળજ્ઞાનની ઠંડક અનુભવી શકે. આપણા ઘણાં મહાત્માઓ તો ઘણીવારે મહીં એવી એવી ક્ષણો ઊભી થાય ત્યારે ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું’ એવું હઉ બોલે. બોલી શકે છે, કારણ કે અમુક સમયે કેવળજ્ઞાન સ્વરૂપ થાય છે માણસ. અંશ-અંશ ભાગ ઉત્પન્ન થયેલો છે. હવે મહીં જેમ જેમ આ દેવા પતશે ને બેન્ક, ઓવરડ્રાફટ લીધેલાને તે બધા જેટલા પતશે એમ એમ આ બધું સમજાશે.
૩૯૩
સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા તો થયા છે બધાં, પણ નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કેવળજ્ઞાની. નિરંતર જોઈએ.
એ તો એવું છેને કે જ્ઞાતા-દ્રષ્ટા સંપૂર્ણપણે રહે તે કેવળજ્ઞાની. પણ અંશે રહેને, થોડે થોડે અંશે વધતું જાય. જેમ જેમ પેલા કર્મોનો નિકાલ થતો જાય, તેમ તેમ પેલું વધતું જાય. એટલે એમાં કશું ડખો છે નહીં. રસ્તો જ એ છે. હાઈવે જ એ છે. જેમ જેમ પેલું આ ફાઈલો ઓછી થતી જાય તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણાનું પ્રમાણ વધતું જાય. વધતું વધતું કેવળજ્ઞાને પહોંચે. એકદમ થાય નહીં.
જ્ઞાતા-દ્રષ્ટાને વાંધો નહીં કોઈ !
જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય તો વ્યવસ્થિત સુંદર ચલાવે. જો મારું આપેલું નથી ને તમારું લીધેલું નથી. તમારું તમારી પાસે છે. ફક્ત વ્યવહારને એકસેપ્ટ કરવો પડે.
પ્રશ્નકર્તા : વ્યવહારની આપે વાત કરી એ વ્યવહારનું કોણે કરવાનું ? દાદાશ્રી : જોનારને ! જે જ્ઞાતા-દ્રષ્ટા છે ને, એણે જ જોવાનું કે આ ફિલ્મ આવી છે.
પ્રશ્નકર્તા : હા, એને જોવાનું જ ?
દાદાશ્રી : બીજું શું હોય ? વ્યવહાર જોવાનો જ. જોનારને એવું નથી હોતું કે આ ખરાબ છે કે આ સારું છે. એ તો બુદ્ધિને એવું હોય છે, જોનારને
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એવું નથી હોતું. નફા-ખોટવાળી બુદ્ધિ તે એમ કહે કે સારું ને ખોટું. પણ જોનારને એવું કશું હોતું નથી.
૩૯૪
એટલે જ્ઞાતા-દ્રષ્ટા થવામાં કંઈ વાંધો નથી. દ્રશ્ય ને દ્રષ્ટા બેઉ જુદા જ હોય. હંમેશા દ્રશ્ય કંઈ દ્રષ્ટાને ચોંટી પડતું નથી. આપણે હોળી જોઈએ તો હોળીથી આંખ દાઝતી નથી. એટલે જોવાથી જગત નડતું નથી. જોવાથી તો આનંદ થાય છે.
આત્માતે ત જરૂર કોઈતી !
પ્રશ્નકર્તા : આત્મા અને પ્રકૃતિના ગુણો તદ્દન ભિન્ન છે ? દાદાશ્રી : જુદા જ છે ને !
પ્રશ્નકર્તા : જ્યારે આપણે કહીએ છીએ કે શુદ્ધાત્મા ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા
છે. ત્યારે દ્રષ્ટા છે એ વાત સમજાય છે. પણ જ્યારે આત્મા જ્ઞાતા છે એમ કહીએ છીએ ત્યારે આત્મા કયા માધ્યમ દ્વારા જ્ઞાન મેળવે છે ? આત્મા પ્રકૃતિના માધ્યમનો તો ઉપયોગ નહીં જ કરતો હોય ને ?
દાદાશ્રી : કોઈનો ઉપયોગ તો કરે નહીં, પણ કોઈની હેલ્પે ય ખોળે નહીં. આત્મા સ્વતંત્ર છે. આત્મા પરમાત્મા છે. એની પોતાની અનંત શક્તિ છે. તે આત્માને બીજા પાસેથી જ્ઞાન લેવું પડતું નથી. જેનું બોડી જ જ્ઞાન છે, એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે. પછી જ્ઞાન કોઈની મારફત લેવાનું જ ક્યાં રહ્યું ?
પ્રશ્નકર્તા : આપણે જ્યારે પ્રકૃતિને દ્રષ્ટા તરીકે જોતા હોઈએ એ બરોબર છે, પણ જ્યારે આપણે એનાં જ્ઞાતા થઈએ તો તે વખતે પ્રકૃતિનું કંઈ પણ માધ્યમ, કંઈ પણ વિચાર હોય કે બીજું કંઈ પણ એના ગુણ, એના માધ્યમથી જ આપણને જાણપણું આવે છે. નહીં તો આપણને જાણપણામાં કેવી રીતે આવે ?
દાદાશ્રી : ના. પોતે સ્વભાવથી જ જાણપણાવાળો છે. આ જે જાણ પ્રકૃતિ લાવે છે ને, પ્રકૃતિમાં આવે છે ને, તે આત્મામાંથી આરોપણ કરેલું