________________
જ્ઞાતા-દ્રષ્ટા, શાયક
૩૯૧
૩૯૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
શુદ્ધાત્મા, તે સ્વભાવ જ એનો જ્ઞાયક છે. શેય હાજર થાય કે આ જ્ઞાયક પોતે પોતાની જાગૃતિ બતાવે.
પ્રશ્નકર્તા : હા, એટલે વ્યવહારમાં કેવી રીતે એને ઉતારવું ?
દાદાશ્રી : વ્યવહારમાં જ હોય છે આ. એ વ્યવહાર શેય છે અને નિશ્ચય જ્ઞાયક છે. બેનો સંબંધ જ છે આ. વ્યવહાર-નિશ્ચયનો સંબંધ જ છે.
વ્યવહારમાં શેય સિવાય કોઈ વસ્તુ નથી. વ્યવહારમાં જ્ઞાતા કોઈ નથી અને નિશ્ચયમાં જ્ઞાતા સિવાય બીજી કોઈ વસ્તુ નથી.
પ્રશ્નકર્તા: એ તો બરોબર સમજાયું. એટલે વ્યવહારમાં પાંચ-છ કાર્યો ભેગા થાય એટલે પેલો જ્ઞાતા-દ્રષ્ટાનો ભાવ જતો રહે એમ. પછી અમુક ટાઈમે પાછો આવી જાય.
દાદાશ્રી : ના, જતું ના રહે. એ તો આ પેલું ભાસે છે એવું. એવું જતું
નથી.
ફક્ત શેય જુદું. જે વિચાર આવે છે ખરાબ અને સારા, તે બન્ને ય શેય છે. તે શેય જુદું અને પછી બુદ્ધિ ય જોય છે, મન એ શેય છે, અહંકાર એ જોય. બધું શેય છે આ જગત. તે મહાવીર ભગવાન પોતે એ શેયને, પુદ્ગલને જ જોયા કરતા હતા. પોતે જ્ઞાતા, જ્ઞાયક અને પુદ્ગલ જે છે એ જોય.
બ્રહ્માંડની અંદર તે બહાર ? પ્રશ્નકર્તા બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું એટલે શું? જોયોમાં તન્મયાકાર થયો ત્યારે બ્રહ્માંડમાં કહેવાય અને શેયોને શેયરૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય, આ સમજાતું નથી.
દાદાશ્રી : બ્રહ્માંડની બહાર જુએ, એનું નામ જ જ્ઞાન ! પ્રશ્નકર્તા બ્રહ્માંડ એટલે શું ?
દાદાશ્રી : આ બધું બ્રહ્માંડ જ છે ને ! આ એનો જ ફોટો છે બધો ! મનમાં વિચાર આવ્યો, તેમાં તન્મયાકાર થયો એટલે બ્રહ્માંડમાં છે. મનમાં વિચાર આવ્યો ને તન્મયાકાર ના થયો એટલે બ્રહ્માંડની બહાર કહેવાય.
જગત આખું શેયોમાં જ તન્મયાકાર છે ને! જે વિચાર આવેને, તેમાં જ જગત તન્મયાકાર થઈ જાય. તમે જુઓ કે શું વિચાર આવે છે, શું નહીં !
પ્રશ્નકર્તા અને બ્રહ્માંડની બહાર એટલે શું ? દાદાશ્રી : પોતાના સ્વરૂપમાં રહ્યો તે ! પ્રશ્નકર્તા ઃ હા, જોય અને અવસ્થા બે એક જ કે જુદું જુદું બે નામ છે ?
દાદાશ્રી : એ બધું એક જ. શેય એ બધું અવસ્થા. અવસ્થા એ જ શેય. જેમ જેમ બહુ બધા શેય દેખાય તેમ તેમ જ્ઞાતાપદ મજબૂત થતું જાય. અને સર્વ શેયોનો જ્ઞાતા થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.
શેય-જ્ઞાતાનો સંબંધ ! નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનો જ છે. જે આત્મા આપ્યો હતોને
પ્રશ્નકર્તા : બીજી વિભાવ દશામાં તન્મયાકાર થઈ જવાય છે.
દાદાશ્રી : જતું ના રહે. એવું છેને કે આપણે અહીં આગળ લાઈટ હોય, આપણે ઊંધી જઈએ એટલે આપણને મહીં અંધારું દેખાય. જરા ડોઝીંગ થાય એટલે કંઈ લાઈટ જતું રહ્યું નથી. લાઈટ તો તેનું તે જ પ્રકાશમાન છે. એટલે આ જે વ્યવહાર છે એ બધો શેય સ્વરૂપે છે અને નિશ્ચય છે એ જ્ઞાયક સ્વરૂપે છે. હવે બેનો સંબંધ થયો. શેય-જ્ઞાતાનો સંબંધ થયો આ.
નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા એ જ કેવળજ્ઞાત ! પ્રશ્નકર્તા: હવે આ શુદ્ધાત્માની જાગૃતિ, જ્ઞાતા-દ્રષ્ટાભાવ બહુ રહે છે. જ્યારે જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં રહું ત્યારે તે વખતે હું કંઈક જુદી જ વસ્તુ છું એવો અનુભવ થાય અને ઠંડક લાગે.
દાદાશ્રી : એ તો લાગે જ ને ! એ વાત જ જુદી છે એવું લાગે ને