________________
જ્ઞાતા-દ્રષ્ટ, જ્ઞાયક
૩૮૫
૩૮૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જોઇએ, ફક્ત.
પ્રશ્નકર્તા: પહેલાનું જે જીવન હતું, એ જીવનમાં ફેરફાર થાય
છેને ?
દાદાશ્રી : થઇ જાય છે ફેરફાર. જેટલો જાગૃત એટલા પ્રમાણમાં થઇ જાય ફેરફાર. જેટલો જાગૃત હોય એટલે ઉડી જાય બધું એમ ને એમ.
વિધિ વખતે દાદા એકાકાર ! એક મિનિટ પણ એક વર્ષમાં અમે ના હોઈએ, બે વર્ક અમારા દરેક વખતે. આ થોડોક જ વખત આ વિધિ થાય ત્યારે એક વર્કમાં હોઉં, બાકી ખાતી વખતે, નહાતી વખતે બે વર્કમાં હોઉં.
પ્રશ્નકર્તા : એ બે વર્ક ક્યા?
દાદાશ્રી : આ મને નવડાવતા હોય અને હું છે તે મારા ધ્યાનમાં હોઉં એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું હોય એટલે અમારું તો બે બધું જ હોય હંમેશાં ય.
પ્રશ્નકર્તા : પણ એ નવડાવતા હોય, તમે તો જ્ઞાતા-દ્રષ્ટા હો તો બે વર્ક કેવી રીતે થાય ?
દાદાશ્રી : પોતે નહાતો હોઉં, આ એમની જોડે વાતો હઉ કરતો જાઉં. એ જાણે કે આપણી જોડે જ જાય છે. કોઈને એમ ના ખબર પડે કે આ બીજા કામમાં છે અને બીજા માણસો બીજા કામમાં પડેને તો આપણે એમ જાણીએ કે ખોવાઈ ગયો, કંઈક ખોવાઈ ગયો એવું લાગે. અમારું એવું ના ખબર પડે.
દાદાશ્રી : ના, વિધિ કરીએ તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટા ના હોય, તે ઘડીએ એકઝેક્ટ જ્ઞાનીપુરુષ તરીકે હોય, નહીં તો તમારું કામ ફળે નહીંને !
પ્રશ્નકર્તા : એટલે એકઝેક્ટ એટલે તમે એ.એમ.પટેલ થઈ જાવ કે શું થાય છે ?
દાદાશ્રી : ના, એ જ્ઞાની પુરુષ. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ એટલે એ.એમ.પટેલ ?
દાદાશ્રી : નહીં, એ.એમ.પટેલ તો આ બોડી. અમે જ્ઞાની પુરુષ તે વખતે એટલે, નહીં તો વિધિ ફળે નહીં એમની. અને અમારે કંઈ એવી ઉતાવળ નથી કે કાલે ને કાલે મોક્ષે જવું છે એવું.
પ્રશ્નકર્તા : જ્યારે તમે વિધિ કરતા હો, ત્યારે તમે જ્ઞાની પુરુષ, તો દાદા ભગવાન ક્યાં જાય, ત્યારે ?
દાદાશ્રી : દાદા ભગવાન તો તેની તે જ જગ્યાએ બેઠા છે. મારી એ તરફની દ્રષ્ટિ ઓછી થઈ જાય, બંધ થઈ જાય. અમારી દ્રષ્ટિ તે ઘડીએ સીમંધર સ્વામીમાં હોય, બીજી જગ્યાએ હોય, તમારી વિધિ કરવાની તે વખત.
અવસ્થાઓમાં અસ્વસ્થ, સ્વમાં સ્વસ્થ ! જે અવસ્થા ઉત્પન્ન થાય છે એ અવસ્થા બધી વિનાશી છે અને આ છે તે અવસ્થામાં રહે છે માટે અસ્વસ્થ રહે છે. સ્વ અવિનાશી છે, તે અવિનાશીમાં રહે તો સ્વસ્થ રહી શકે ને નહીં તો પેલો અસ્વસ્થ થયા કરે.
પ્રશ્નકર્તા : એ પોતે જોઈ શકે અને જાણી શકે કે આ અવસ્થામાં અસ્વસ્થ રહે છે છતાં ય સ્વસ્થ નથી રહેવાતું ?
દાદાશ્રી : હા, એ જોઈ શકે. છતાં ય અસ્વસ્થતા જાય નહીં. ત્યાં આગળ શું થાય છે કે જોનાર એ દાદાએ આપેલો આત્મા છે. શુદ્ધાત્મા જ આ જોનાર છે. આપણે બધા તે રૂપે રહીએ, તો કશી ભાંજગડ નથી. બાકી
પ્રશ્નકર્તા : અને તમે વિધિ કરતા હો ત્યારે એક કામ એટલે કયુ કામ એ ?
દાદાશ્રી : એ તો એક જ કામમાં, એ વિધિ કરવી એમાં જ હોય. પ્રશ્નકર્તા ઃ અને જ્ઞાતા-દ્રષ્ટા ત્યારે તમે શું કરો ?