________________
જ્ઞાતા-દ્રષ્ટા, શાયક
૩૮૩
૩૮૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ફરી પડે, ફરી ઊભો થાય પણ થઇ જાય. પુરૂષાર્થ કંઇ કાબુમાં છે ને, પણ પુરૂષાર્થ ઢીલો મૂકી દે છે.
પ્રશ્નકર્તા : પણ ડિસ્ચાર્જમાં કશું ફરક નથી પડતો. ડિસ્ચાર્જ એટલુંને એટલું જ હોય છે.
દાદાશ્રી : ડિસ્ચાર્જ જ થયા કરે છે પણ ભમીને, બોજો વધીને થાય છે. એમને અનુભવ છેને ? આવે છે તે પા-પા કલાક કોઇ જગ્યાએ ગૂંચાય છે, અડધો-અડધો કલાક સુધી ગૂંચાય છે ને ! એ જ બોજો.
પ્રશ્નકર્તા : પછી આપણે વધે ક્યારે ?
દાદાશ્રી : હવે દ્રષ્ટિ ના હોય તો, જ્ઞાતા-દ્રષ્ટા ના રહીએ તો બોજો વધી જાય.
જુએ એટલે અત્યાર સુધીમાં એકેય કર્મ બંધાતું નથી. નહીંતર તો ત્યાં આગળ જ છે તે એકસો પંદર માણસોની જાત્રામાં કેટલી માથાફોડ કરી હોય ! આ લોકોના આ રિવાજ આમ છે, આમ છે ને આનું આમ ખરાબ છે, તેનું તેમ ખરાબ છે ને, એક જણ કહે, ના, સારું છે ને એક જણ કહે, ખરાબ છે. માંહ્યોમાંહ્ય ભાંજગડ, પાંસરા રહે જ નહીં ને ! અને આ જાત્રામાં આપણાં એકસોને પંદર માણસો હતાં તોય ભાંજગડ નથી થઈ. ત્રણ હજાર માણસ હોય તો આપણામાં કશું ના થાય. કેવી સરસ ચાવી છે, મનુષ્યનાં મન બંધાયેલા રહે.
પ્રશ્નકર્તા : આપ જે કહો છોને કર્મ ઓછાં થઇ જાય છે જ્ઞાન મળ્યા પછી, તો આપ જ્યારે જ્ઞાન આપો છો ત્યારે અમારા કર્મો ભસ્મીભૂત કરી નાખો છો ! એટલા માટે જ અમારા આ કર્મો ઓછાં થઇ જાય છેને ? એટલે જ ઓછું થયુંને ?
દાદાશ્રી : કર્મ ભસ્મીભૂત થઇ જાય. પછી જે ભસ્મીભૂત નહોતા થયા, તે જ્ઞાતા-દ્રષ્ટાથી જતાં રહે. તેમ છતાં બહુ ચીકણા હોય તો કંઇક રહી જાય તો થોડુંક આવતા ભવને માટે સિલ્લક રહે, એ પેટીમાં રહેને, માટે પેટી વેચાતી તેટલા હારુ લે છે ને લોકો !
પ્રશ્નકર્તા : આ બધું બરાબર સમજાયું. પણ જે તમે કહો છો ને જ્ઞાતા-દ્રષ્ટા ના રહે તો એ વધે છે.
દાદાશ્રી : બોજો વધી જાયને ! ગૂંચાયા કરે, ભઇ. પછી એનો ટાઇમ થાય એટલે જતું રહે ગૂંચાયેલું. પછી રહ્યું બાકી ધોવાનું. ટાઇમ થાય એટલે ગયે જ છૂટકો. દરેકનો ટાઇમીંગ હોય. સંયોગ વિયોગી થવું જ પડે.
પ્રશ્નકર્તા: પોતાની સમજણ જે અવળી હોય છે તે એના આધારે રહી જાય છે ?
દાદાશ્રી : સમજણ તો બધી ડાહી છે પણ આ કર્મો ચીકણો બહુ છે ને, એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહી શકતો નથી. છતાં પુરૂષાર્થ હોય તો રહી શકે. એક ફેરો પડી જાય તો ફરી ઊભો થઇ જાય, ફરી પડે, ફરી ઊભો થઇ જાય.
પ્રશ્નકર્તા: પછી એમાં મહીં ખોતરે છે ખરો ? મહીં સંકોરવા મળે છે ખરું?
દાદાશ્રી : ના, સંકોરતો નથી, એ એની પોતાની જાગૃતિ નહીં રાખતો. સંકોર-બકોરવાનું કશું હોય જ નહીં.
‘હાઉ ટુ ડીલ’ એવું એ કરી શકતો નથી. અહીં શું ડિલીંગ કરવું તે જાણતો નથી. જેમ કોઇનો અવળો અભિપ્રાય ના પડે, એના માટે આપણે કહેવું પડે, આ બહુ ઉપકારી છે, ઉપકારી છે. એટલે અભિપ્રાય બંધ થઇ જાય. એવું ‘હાઉ ટુ ડીલ વીથ હીમ’ જાણવું જોઇએ.
પ્રશ્નકર્તા : એટલે હાઉ ટુ ડીલની જે સમજણ છે એ આ જ્ઞાન પછી પ્રજ્ઞા જાગૃત થયા પછી જ આવે છે ને ?
દાદાશ્રી : હા, પછી જ સ્તો. પહેલાં હોય નહીં ને ! બુદ્ધિ તે કેટલું દેખાડી શકે ? બહુ બુદ્ધિશાળી ને અહંકારી આંધળા, એનાં કરતાં ઓછાં બુદ્ધિશાળી સારાં, બિચારા.
આ બધું જાણવા પોતાના નજીકમાં ઉત્તમ નિમિત્તનો સંયોગ