________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
ઓછી થઇ જાય. અને જો એ સંકોર-સંકોર કરે તો પાંચ રતલ થઇ જાય.
એટલે એનો અર્થ એવો થયો ને કે જે ચાર્જ થયેલું છે, એનું એટલું જ ડિસ્ચાર્જ થાય એવું કશું નહીં. આ તો ફેરફાર થાય ને ઓછું થાય કે વધતું થાય. ચાર્જના પ્રમાણમાં જ ડિસ્ચાર્જ થાય, એવું ના રહ્યું ને ? સંકોચાઇ જાય એટલે ઓછું થાય એવું બને ?
૩૮૧
દાદાશ્રી : ઓછું થઇ જાય બધું. ખલાસ થઇ જાય બધું. બરફ બધો બહુ પડેલો હોય પણ થઇ જાય ખલાસ. ખલાસ ના થયું હોય તો અત્યારે તમને વૃત્તિઓ જંપવા જ ના દેત. તમારી જે ભરેલી વૃત્તિઓ હોય ને, તે તમને અત્યારે જંપીને ના બેસવા દે. હત્પત, હત્પત, હત્પત્ કર્યા જ કરે. ગાડીમાં બેઠા તોય હત્પત્, હત્પત્ કર્યા કરે.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો કે આ જ્ઞાનથી કે પોતાના પુરુષાર્થથી માણસ છે તો એના પ્રારબ્ધમાં ફેરફાર કરી શકે છે ?
દાદાશ્રી : ફેરફાર જ થઇ જાય ને !
પ્રશ્નકર્તા : ફેરફાર થઇ જાય. એટલે એનો અર્થ એવો થયો કે કર્મની થિયરીમાં ફેરફાર કરી શકીએ, આપણે પલટાવી શકીએ ?
દાદાશ્રી : એવું નહીં, એનો એવો ફેરફાર કહેવાતો નથી એમ. પ્રશ્નકર્તા : તો એને શું કહેવાય ?
દાદાશ્રી : એ રતલ હતું તે દ્રષ્ટિફેરથી જરાક અમથું થઇ જાય. અને પેલી દ્રષ્ટિથી પાંચ રતલનું થઇ જાય. કર્તા થાય છે એટલે. જ્ઞાતા થાય એટલે થોડું રહે.
પ્રશ્નકર્તા : અને ઘણી વખત તો જુએ તો ઊડી ય જાય.
દાદાશ્રી : ઊડી ય જાય. આખું ઊડી જાય. સિગ્નેચર કરે છે ને નાની, એના જેવું થઈ જાય. નાની સીગ્નેચર કરે તો તે પતે કે ના પતે ? પ્રશ્નકર્તા : પતી જાય.
૩૮૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એવું થઇ જાય.
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ઊડી પણ જાય ?
દાદાશ્રી : પછી કશું રહેતું જ નથી. ખાલી સીન સીનેરી દેખાય એટલી જ જરા. અને રહેતું હોય તો બોજો આપે બધો. જ્ઞાતા-દ્રષ્ટા થાય એટલે કશું રહેતું જ નથી. જ્ઞાતા-દ્રષ્ટા ના થાય એટલે ત્યારે જરા બોજો લાગે.
પ્રશ્નકર્તા : પેલી વાત હતી ને કે જુએ તો બુદ્ધિ કે અંતઃકરણ જે કંઇ હોય, તે શેરનું પાશેર થઇ જાય, જ્ઞાતા-દ્રષ્ટા રહે તો અને જો સંકોર સંકોર કરે તો શેરનું પાંચ શેરે ય થઇ જાય. તો એનો અર્થ એવો કે જે ડિસ્ચાર્જમાં આપણું શેર છે, તો આપણે સંકોરીએ એટલે વધી ગયુંને ? એટલે પેલું ચાર્જ-ડિસ્ચાર્જના પ્રિન્સિપલમાં ફેરફાર થયો ?
દાદાશ્રી : વધી જતું નથી.
પ્રશ્નકર્તા : તો શું થાય છે ?
દાદાશ્રી : બોજો લાગે. વધુ થાય, તે તમારી ભાષામાં સમજી જાવ છો તમે. એ બોજો લાગે. પેલું હલકું થઇ જાય, બસ. વધે-બધે કશુંય નહીં. ડિસ્ચાર્જ એટલે જવા માટે આવ્યું છે એ. બોજો વધશે તો ય જશે અને હલકો થઇ જશે તો ય જશે. બહુ બોજો રહે તો બાકી રહી જાય જોયા વગરનું, તે થોડુંક પછી રહી જશે. પછી ઉકેલ લાવવો પડશે. ડિસ્ચાર્જ એટલે જવા માટે આવ્યો છે તે. ધોવાવાળા કપડા મેલાં આવ્યા છે તે એમાં ધોયા વગરના રહી ગયા તે ફરી ધોવા પડશે. બસ એટલું જ છે બધું. અને પછી આપણે કપડાં ધોયા પછી પાછું કપડાં ધોવા જઇએ. આ મેલું રહી ગયું, આ ઉજળું થયું. એ બધું કરવા જઇએ તો વધારેનું રહે. એ તો જે ધોવાઇ જાય એ બરોબર કમ્પ્લિટ જ છે.
એ
પ્રશ્નકર્તા : ધોવાઇ ગયા તે ધોવાઇ ગયા !
દાદાશ્રી : ધોવાયા વગરના રહ્યા હોય એટલા ધોવાના બાકી રહ્યા.