________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક
૩૭૯
૩૮૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : પણ શુભ-અશુભનો ક્યાં પ્રશ્ન જ આવ્યો ?
દાદાશ્રી : મારું કહેવાનું કે જોવાનો માલ બધો શુભ જ હોય તો વાંધો નથી. પણ એમાં અક્રમ છે એટલે અશુભે ય મહીં માલ ભરેલા.
પ્રશ્નકર્તા : ખરું, દાદાજી. હું શું કહું છું કે અશુભ અને શુભ બધું ભર્યું છે. કચરો ભર્યો છે, પણ આપણે જ્ઞાયક જ છીએ તો જે આવે તે આવે, એનું વિભાજન કરવાનો પ્રશ્ન ક્યાં આવે ?
- દાદાશ્રી : આ વિરોધાભાસ લાગે એવું છે. પણ શુભ, અશુભ બધું જ જોય એવી જાગૃતિ રાખવી બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે લોકોને શું કહ્યું છે કે તું સામાને ગાળો ભાંડું છું એટલે તારે ચંદુભાઈને કહેવું જોઈએ કે અતિક્રમણ કેમ કર્યું ? તું પ્રતિક્રમણ કર.'
અંશમાંથી સર્વાશ જ્ઞાતીપદ ! પ્રશ્નકર્તા : હવે એકમાં બુદ્ધિ ડિસીઝન નથી આપતી, અહંકાર છે નહીં તો વિસર્જન છે. ત્યારે તમે પાછું બીજું કહ્યું કે મન પેમ્ફલેટ દેખાડે, ચિત્ત ભમે, બુદ્ધિ ડિસીઝન આપે, અહંકાર સહી કરે છે, એવું બધું ચાલતું હોય એવું ‘જાણે” તો બંધન નથી ને ?
દાદાશ્રી : હા. જાણે તો જ એ એને બંધન નથી. આનો જાણકાર જુદો હોવો જોઈએ તો જ એ બંધનમાં નથી.
પગથિયાં ચડે એટલાં ઉપર ગયા.
પ્રશ્નકર્તા : હા, પણ તે સર્વાશ થાય છે કોણ ? દાદાશ્રી : સવાશ તો પોતે છે જ. પ્રશ્નકર્તા : છે જ અને જે નથી તે થઈ રહ્યો છે ? દાદાશ્રી : નથી તે થઈ રહ્યો છે. પ્રશ્નકર્તા : તે તેની મેળે થઈ રહ્યો છે? દાદાશ્રી : એની મેળે થઈ રહ્યો છે. પ્રશ્નકર્તા અને આ લોકો શું કહે છે કે એને કરવો પડે.
દાદાશ્રી : કરવાનું નથી કંઈ. કરનાર કોણ પાછો ? એ તો એની મેળે થઈ રહ્યો છે. મુખ્ય વસ્તુ આમાં દ્રષ્ટિ જે આપીએ છીએ, જ્ઞાન આપીએ છીએ, તેની જરૂર છે. એ મુખ્ય વસ્તુ છે. અજ્ઞાન પ્રદાન થયેલું છે માટે જ્ઞાનની એને જરૂર પડે છે.
મહાત્માઓતો ડિસ્ચાર્જ અનોખો ! પ્રશ્નકર્તા : આ માણસ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, વાણી, કાયા આ બધી બેટરીઓ ગયા ભવમાં ચાર્જ કરીને લાવેલો હોય છે. તેનો અત્યારે ડિસ્ચાર્જ જ હોય છે, રાઇટ ? હવે જે લઇને આયો છે બુદ્ધિ એ પ્રમાણે જ એની ચાલવાની, એમાં કંઇ ફેરફાર કરી શકાય ? આ જ્ઞાન મળ્યા પછી એમાં કંઈ ફેર થાય ?
દાદાશ્રી : જુએ એટલે ફેરફાર જ થઇ જાય, સંકોચાઇ જાય. વસ્તુ એની એ જ સંકોચાઈ જાય. જુએ એટલે ફેરફાર થઇ જાય બધો. એ રતલે રતલ રહેતું નથી. અને ના જુએ અને ઉપર કર્તા થાય, તો પાંચ રતલ થઇ
જાણકાર થયો, જ્ઞાતા રહ્યા, એટલે બધું ગયું ! પણ એ જ્ઞાતા કાયમ રહે નહીંને ! એવું છેને કે એ સંપૂર્ણ જ્ઞાનીપદ ને અંશ જ્ઞાનીપદ એ બેય હોય છે ને ! તે એક બાજુ જ્ઞાતાપદેય હોય છે અને એક બાજુ છે તે પેલુંય થોડું ચાલ્યા કરે છે, બેઉ ચાલે છે સર્વાશ થતાં સુધી.
| સર્વાશ થતાં સુધી એકદમ ના થાય. જ્ઞાતાપદ કાયમ ના રહે. થોડો વખત, અમુક વખત રહે. પાછું તેનું તે, એમ કરતું કરતું સર્વાશ થતું જાય. કારણ કે પાછલા ધક્કા વાગ્યા કરેને ! એક દાદરો ચડવો હોય તો આપણે કંઈ એક એક પગથિયું ચડી જાય કંઈ તેથી મેડે નથી ચડી ગયા. જેટલાં
જાય.
પ્રશ્નકર્તા એટલે બુદ્ધિને જુએ તો એ રતલની હોય તો સંકોચાઇને