________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
૩૭૭
૩૭૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, તે સામા બધા જોવા-જાણવામાં આવે તે બધાં ય નહીં. એમાં રિલેટિવ છે એ જોય અને રિયલ છે એ જ્ઞાતા.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાતા, જ્ઞાતાને જુએ એવો અર્થ થયો ?
દાદાશ્રી : એવો અર્થ ચોખ્ખો થાય દીવા જેવો, ફેક્ટ !!! આપણે પહેલી અને બીજી આજ્ઞામાં ચોખ્ખું જ કહીએ છીએને ? હવે તું શુદ્ધાત્મા થયો. બીજાના શુદ્ધાત્મા જો. જ્ઞાતાને જ્ઞાતા ના જુએ તો હિંસા થઈ જાય. બીજા છે તે હિંસાવાળા હોય. જોય એટલે શું ? જાણવા યોગ્ય વસ્તુ. એટલે ક્રમિક માર્ગમાં આત્મા જાણવા યોગ્ય વસ્તુ છે અને તમે આત્મા જાણેલી વસ્તુ છે.
તમારે શેયને જાણવાનું છે હવે. જ્ઞાતા તમે જાણીને બેઠાં. જ્યારે એમને જ્ઞાતા છે, એ જોય છે અત્યારે. એ શેય જ્યારે જ્ઞાતા થશે ત્યાર પછી આ શેય પાછું બને. નિકાલ કરવાનો તે ય નહીં ખબર હોય. હવે જોય એ જ્ઞાતા નથી થયા, એનું શું કારણ ? ત્યારે કહે, જેને ત્યાગ કરવો પડે છે, જેને એ બધું છે કે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, તે બધાં આત્માને શેય કહે. પોતે જાણ્યો નથી માટે, આ ત્યાગનો રસ્તો ખોળ્યો.
પ્રશ્નકર્તા : આત્મા જાણ્યો નથી, તો એના માટે આત્મા જોય છે.
દાદાશ્રી : એમને જે સમ્યક્ દર્શન થયું, તે અમુક ભાગ જાણ્યો આત્માનો, સર્વસ્વ પ્રકારે આત્મા જાણ્યો ના હોય. તે આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ સર્વસ્વ પ્રકારે છેલ્લા અવતારમાં જાણે. ત્યાં સુધી અહંકાર સંપૂર્ણ જાય નહીં. અને જે અહંકારની હાજરીમાં જ્ઞાતા કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : અહંકારની હાજરીમાં જ્ઞાતા કહેવાય નહીં, એ હવે સમજાય છે. એ સેટ થયું બધું.
દાદાશ્રી : ત્રણ ગાંઠવાળું લાવો કે મારું સેટ થયું નથી, તો મારે ત્રણેય ગાંઠ છોડવી પડે. ના છોડવી પડે ?
દાદાશ્રી : ત્યારે લોકો બધા શું કહે, એક જ શબ્દમાં બધું પતાવી દેતાં હતાંને ! તે એમણે એક ગાંઠવાળી હતી. ત્રણ વાળેલી હોય તે ત્રણ છોડી આપે ને તો જ એને ફૂલ સંતોષ થાય ને ? કેટલી વાળી છે એ આપણને ખબર પડે. હવે વાળવાની નથી. પણ જે વાળેલી છે તે કેટલી છે તે આપણે જાણીએ.
જાણતારો નિર્દોષ સદા ! પ્રશ્નકર્તા: આપણી અંદર જે કંઈ પણ ચાલતું હોય, કંઈ પણ વિચાર, વાણી કે જે કંઈ પણ આવે એને આપણે જાણીએ. પણ એને દોષ શું કામ કહેવાય ?
દાદાશ્રી : જાણનારને દોષ નથી. આપણે શેને દોષ કહીએ છે, વ્યવહાર આખો દહાડો હોય એ વ્યવહારને દોષ કહેતા નથી આપણે.
પ્રશ્નકર્તા: તો શું કહું છું કે એક-એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર આવ્યો એને આપણે જાણ્યો...
દાદાશ્રી : હંઅ. તમે જાણકાર છો. તો જાણકારનો દોષ નથી આ.
પ્રશ્નકર્તા : પણ હું તો કહું છું કે એ વિચારનો પણ દોષ કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : જાણકારનો દોષ નથી. પણ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે એનો ક્રમણનો વાંધો નથી. પણ ચંદુભાઈ પેલાને ટેડકાવતા હોય તો એ જુએ ત્યારે એ શું કહે કે આ તમારો દોષ છે. પોતે ચંદુભાઈને કહે કે આ તમારો દોષ છે, આવું ના હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ જ્યારે આપણે જ્ઞાયક જ હોઈએ, ચંદુભાઈના પણ જ્ઞાયક હોઈએ તો કોઈ પણ વસ્તુમાં દોષ કે સારાપણું છે જ નહીં.
દાદાશ્રી : છે નહીં. પણ મારું કહેવાનું કે આ અક્રમ છે ને, એટલે શુભ એકલું જ હોય નહીંને !
પ્રશ્નકર્તા : છોડવી પડે, દાદા.