________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક
૩૮૭
૩૮૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ‘છે” એને જુએ અને ‘શું બને છે” એને જુએ, બન્નેને દાદા જુએ. ‘શું છે? એને તો પોતાનું સ્વરૂપ છે એવું દેખાય બધાનામાં અને ‘શું બને છે' એ એની મેળે કર્યા કરે તે દેખાય. કોઈ ભીડમાં આમ આમ કરતું હોય, કોઈ માથું ધર ધર કરતું હોય, ફલાણું કરતું હોય, પણ આ બધું એ નથી કરતો. એનો આત્મા તો આપણને દર્શનમાં આવે છે પણ આ પુદ્ગલ ક્રિયા કરી રહ્યું છે. તે પાછી ગલન ક્રિયા, પૂરણ નહીં. જ્ઞાન મળ્યું છે માટે ગલન ક્રિયા છે, પૂરણ નથી.
જોવાથી જાય બધાં પડળો !
નહીં તો સ્વસ્થ ને અસ્વસ્થ એનો તો પાર જ નથી આવે એવો.
પ્રશ્નકર્તા : એની ચાવી કઈ ?
દાદાશ્રી : ચાવી, આ બધાનું અસ્વસ્થ થાય કે સ્વસ્થ થાય, બેઉનો જાણકાર શુદ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં હાથ ઘાલે છે, ફોરેનમાં. ફોરેનમાં હાથ ના ઘાલવો જોઈએ એણે. સ્વસ્થ થાય કે અસ્વસ્થ થાય, અમારે જાણ્યા સાથે કામ છે, આ બધી પૌગલિક અવસ્થાઓ છે અને પૌગલિક અવસ્થાને જે જાણે એ શુદ્ધાત્મા કહેવાય. પૌદ્ગલિક એટલે પૂરણ-ગલન થયેલી. જે અસ્વસ્થતા તમને આવે ક્યારે કે પુરણ થયેલી હોય તો જ અત્યારે આવે. તે અત્યારે આવીને ગલન થઈ જાય.
ફોરેનમાં હાથ ઘાલ્યો કે દાઝયા વગર રહે જ નહીં. એમાં અમે હાથ ના ઘાલીએ અને અમે બીજાને ય કહીએ કે ભાઈ, હાથ ના ઘાલીશ. કારણ કે આમ જે ફળ મળવાનું તે તો મળવાનું જ છે. ઉપરાંત એણે હાથ ઘાલ્યો, તેનું ડબલ ફળ મળે છે. બે ખોટ જાય છે. એક જ ખોટ ખાવને આપણે. અસ્વસ્થતા, ‘ચંદુલાલ’ને છે. અસ્વસ્થ છે એવું તમારે જાણ્યાં કરવાનું. અસ્વસ્થ છે એ પા કલાક પછી ખલાસ થઈ જશે. બે ખોટ નહીં જાય, જોયા કરશો તો.
પ્રશ્નકર્તા : અવસ્થાનો સમય જેટલો વધારે ખેંચાય એટલું વધારે આવરણ કહેવાય ?
દાદાશ્રી : હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે. પણ જો તમે શુદ્ધાત્મા તરીકે જો જો કર્યા કરોને, તો એ ગમે એટલું આવરણ હોય તો જલ્દી ઊડી જાય, ઝપાટાબંધ. એનો ઉકેલ આવી જાય. અને તેમાં પોતે હાથ ઘાલવા ગયો હોય તો મારીને માથાકૂટ ઊભી થાય.
પ્રશ્નકર્તા: તો જાગૃતિ શેમાં રાખવાની ?
દાદાશ્રી : આ જોવાનું, તેમાં જ જાગૃતિ રાખવાની. જોવામાં તન્મયાકાર ન થઈ જવું એ જાગૃતિ કહેવાય. દ્રષ્ટા ને દ્રશ્ય બે જુદા રહેવા જોઈએ, એનું નામ જાગૃતિ.
કશું કરવાનું ના હોય, શું થાય છે એ જોવાનું. ભાવ કર્યા, નિશ્ચય થયો એ બધું. પછી નિશ્ચયના પ્રમાણે શું થયું એ જોયા કરવાનું. આ તો પૂર્વભવની જે ડિઝાઈન છે તે પ્રમાણે નીકળે છે. એટલે આપણે કશું કરવાનું ના રહે ને !
પ્રશ્નકર્તા ઃ આપણે એમ કહીએ કે ભાવ કરવાની સત્તા છે?
દાદાશ્રી : ના, એ ય પોતાની સત્તા નથી. આ તો ગયા અવતારની ડિઝાઈન બોલે છે એ. આપણે કશું લેવા-દેવા નહીં. એ આપણે જોયા કરવાનું છે. શું થઈ રહ્યું છે એ જ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા જે પડ આવે ત્યારે જોયા કરવાનું, બસ.
દાદાશ્રી: તો એ પડ જાય, નહીં તો જોયા ના કર્યું તો ય આમ કંઈક મને આવું કેમ થયું તો પછી બોજો વધે. પણ આ પડ જાય નહીં.
પ્રશ્નકર્તા : ઊંધું-છતું હોય તો ય જોયા કરવું ?
દાદાશ્રી : ઊંધું-છતું હોતું જ નથી. ઊંધું બુદ્ધિ દેખાડે. ઊંધું હોય તો શું કરો પડ આવે તો !? છતું હોય તો જોયા કરવું અને ઊંધું હોય તો ય જોયા કરવું.
પ્રશ્નકર્તા : બેઉ જોયા જ કરવાનું.