________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક
૩૭૧
૩૭ર
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દહાડો મેણો ચડેલો હોય અને સાક્ષીભાવ શી રીતે રહે? કો'કને જરા મેણો ઉતરેલો હોય ત્યારે સાક્ષીભાવ રહે થોડીવાર. અને જ્ઞાતા-દ્રષ્ટા તો નિરંતર જ હોય. સાક્ષીભાવ એ તો એક જાતની અહંકારની જાગૃતિ છે અને દ્રષ્ટા એ આત્માની જાગૃતિ છે. એ પ્રજ્ઞા કહેવાય છે. પ્રજ્ઞાની જાગૃતિ કહેવાય છે.
ત્યારે તે આત્મા, જ્ઞાતા !
આત્મા હોય. જ્ઞાતા-દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ અને જ્યાં સુધી આત્મસ્વભાવમાં ન આવે ત્યાં સુધી સાક્ષીભાવ. અહંકાર હોય ત્યાં સુધી સાક્ષીભાવ. સાક્ષીભાવ એટલે પોતાની ક્રિયાઓને પોતે જ સાક્ષી તરીકે રહે કે આટલા દોષ થયા હતા. અને સાક્ષીભાવ તે અહંકારી કામ છે. આ જ્ઞાતાદ્રષ્ટા એ ફુલ સમાધિનો માર્ગ.
પ્રશ્નકર્તા: સાક્ષી અને દ્રષ્ટાનો તાત્વિક તફાવત શું છે?
દાદાશ્રી : સામટો તફાવત. આખું જગત સાક્ષીમાં જ પડેલું, આ સાધુ-આચાર્યો બધા. એ અહંકાર તેનો તે ખડો રહ્યો. સાક્ષી એટલે અહંકાર. અહંકાર વગર સાક્ષીભાવ ના હોય. અને આત્મા જ્ઞાતા-દ્રષ્ટા હોય. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સાક્ષી ને અહંકાર ખલાસ થઈ જાય ત્યાર પછી દ્ર .
પ્રશ્નકર્તા: તો આર્ત-રૌદ્ર સાક્ષીભાવ સાથે સંકળાયેલું ?
દાદાશ્રી : ના. એવું કશું નહીં. સાક્ષીભાવને લેવા-દેવા જ નહીં. સાક્ષીભાવ એટલે તો આપણે જેટલો મહીં મોહ ઓછો હોય તેટલો જ સાક્ષીભાવ રહે. બાકી મોહ હોયને, એમાં શી રીતે એ સાક્ષી રહે ?
મોહનો મેણો ચડેલો હોય એ સાક્ષીભાવ શી રીતે રહે ? થોડો મેળો ઉતરે ત્યારે જરા સાક્ષીભાવ રહે. જેમ દારૂ થોડો ઉતરે ને ત્યારે ભાન થાય કે, ઓહોહો, આજ તો સાલું ખૂબ ચડી ગયો છે. એવું આ મોહનો મેણો ચડેલો. આખું જગત મોહના મેણામાં ફર્યા કરે છે અને માને છે કે હું કંઈક ધર્મ કરું છું. મૂઆ, ધર્મ શાને, આ તો કર્મ કરું છું. ધર્મ તો એનું નામ કહેવાય કે ચોગરદમથી સુગંધી ફેલાય. અને બીજો ધર્મ, આત્મધર્મ એ મુક્તિ આપે છે. આ ધર્મ અને ધર્મ જ કેમ કહેવાય ? એના સ્વભાવમાં હોય દરેક વસ્તુ. આઈસ્ક્રીમ જો કડવો લાગે તો કોઈ ખાય ખરો ? એક જ દા'ડો કડવો લાગે તો ફરી જાય ?
પ્રશ્નકર્તા : ના જાય દાદાજી, કોઈ નહીં જાય. દાદાશ્રી : એવી રીતે જો ધર્મ જ આ ફળ આપતો હોય.... આખો
પ્રશ્નકર્તા: ચંદુભાઈને તમે શેય કહો છો, એ પછી જ્ઞાતા બની ના શકે, એમ કહું છું.
દાદાશ્રી : શેય છે તે જ્ઞાતા ક્યારે બને કે જ્યારે પોતાનું ભાન જ્ઞાની પુરુષ કરાવડાવે. ત્યાર પછી શેય ભાગમાંથી છૂટી જાય. આ ‘હું ચંદુભાઈ છું' એ તો રોંગ બિલિફ છે ખાલી, કારણ કે એને જોય શાથી કહ્યા કે પોતે જે જ્ઞાનને જાણે છે તે બુદ્ધિજન્ય જ્ઞાન છે. એટલે આ શેય છે એ પોતે શેયને જાણે છે. ત્યાં સુધી સંસાર વ્યવહાર ચાલે. આ શેયને પણ જો ‘પોતે' જાણે ત્યારે એ જ્ઞાતા.
જાણવાની વસ્તુ એને જોય કહ્યું ભગવાને. એને એવું કહ્યું કે, આજે જેને આપણે જ્ઞાતા માની બેઠા છીએ, એ જો જ્ઞેય સ્વરૂપે સમજાશે, તો છે તે તમે જ્ઞાતા થયા. જેને અત્યાર સુધી તમે ‘હું ચંદુભાઈ છું અને હું જ્ઞાતા છું” એવું જાણપણું માની લીધેલું છે, એ જ્યારે શેયરૂપે સમજાશે ત્યારે તમે સાચા જ્ઞાતા થશો એવું ભગવાનનું કહેવું છે.
ભગવાન વીતરાગ હતા, ને વીતરાગી વાત એટલે, ચોખ્ખી વાત કહી'તી દીવા જેવી ! પછી શબ્દોની ગૂંથણી જુદા જુદા પ્રકારની હોય પણ વાત એક જ હોય !
શેયતા પ્રકારો છે !
પ્રશ્નકર્તા ઃ આપ્તસૂત્ર ૪૨૨૬માં લખ્યું છે કે ‘બે જાતનાં શેય, એક અવસ્થા સ્વરૂપે છે અને બીજું તત્ત્વ સ્વરૂપે શૈય છે. તત્ત્વ સ્વરૂપનું હજી તમને ના સમજાય. (૧) જ્ઞાતાભાવ જ્ઞયભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં