________________
શાંતા-દ્રષ્ટા, શાયક
૩૭૩
૩૭૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
સમાવેશ પામે. (૨) શેયમાં મમત્વપડ્યું હતું તે છૂટયું અને જોય શેય સ્વરૂપે દેખે તેમ તેમ આત્મપુષ્ટિ થાય.’ એ સમજાવો.
દાદાશ્રી : બે જાતના શેય. એક અવસ્થા સ્વરૂપે છે અને બીજું તત્ત્વ સ્વરૂપે જોય છે. અવસ્થા સ્વરૂપે વિનાશી હોય બધાં, તત્ત્વ સ્વરૂપ અવિનાશી હોય.
જ્ઞાતાભાવ અજ્ઞાનીને માટે લખ્યું છે અજ્ઞાની માણસને હું જ જ્ઞાતાભાવ, તે ‘હું જાણું છું’ એમ કહે છે તે જો શેયભાવે દેખાય, ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે. આપણા બધાં મહાત્માઓને શૈયભાવે દેખાયું. પહેલાં ચંદુભાઈ જોતાં'તાં અને હવે ચંદુભાઈ શેય થયા ને તમે જ્ઞાતા થયા. પહેલાં તમે જ ચંદુભાઈ ને તમે જ્ઞાતા હતાં. જ્ઞાતાભાવ શેયભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે. એટલે સ્વભાવમાં આવી ગયા.
પછી જોયમાં મમત્ત્વપણું હતું તે છૂટ્યું. શેય જોય સ્વરૂપે દેખે તેમ તેમ આત્મપુષ્ટિ થાય. ‘હું’ અને ‘મારું’ હતું તે છૂટયું. હવે આ શેયને શેય સ્વરૂપ જ દેખાયા કરે. એટલે આ પુદ્ગલને જોયા કરવું તો આત્મપુષ્ટિ થયા કરે.
પ્રશ્નકર્તા : પછી આપ્તસત્ર ૪૨૨૭માં દાદા કહે છે કે “આપણે જ્ઞાતા-શેયના સંબંધમાં આવ્યા ત્યારથી શેય ચોખાં થતાં જ જાય. જે શેયનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનું. કારણ કે એ ચોખ્ખાં થઈને નિકાલ થયાં. એટલે તત્ત્વસ્વરૂપે થઈ ગયાં !” એ સમજાવો.
દાદાશ્રી : આપણે જ્ઞાતા-શયના સંબંધમાં આવ્યા ત્યારથી ય ચોખા થતાં જ જાય. આપણે જ્ઞાતા-જોયમાં એટલે તમે જ્ઞાતા અને ચંદુભાઈ જોય. હવે જ્ઞાતા-શેયના સંબંધમાં આવ્યા. ત્યારથી જોય એટલે ચંદુભાઈ, એટલે પુદ્ગલ ચોખાં થતાં જ જાય. એ ચોખ્ખાં થઈને જાય એની મેળે ને આપણને ચોખ્ખાં કરે, છૂટાં કરે.
જે શેયનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનો.” અજ્ઞાને કરીને બાંધેલાં જ્ઞાન કરીને નિકાલ કર્યો એ ફરી આવે નહીં. કારણ કે
ચોખ્ખા થઈને નિકાલ થયા. ચોખ્ખાં થઈને એટલે તત્ત્વ સ્વરૂપે થઈ ગયા.
પ્રશ્નકર્તા : પછી આપ્તસૂત્ર ૪૨૨૬માં કહે છે કે “જ્યારે તત્ત્વ સ્વરૂપે આ આત્મા દેખાશે ત્યારે બધાં જ બાકીનાં તત્ત્વો દેખાશે. ખરો શેય તત્ત્વ સ્વરૂપે છે અને તત્ત્વ સ્વરૂપે જોય ‘કેવળ જ્ઞાન’ વગર ના દેખાય. પણ શ્રદ્ધામાં આવે એટલે કેવળ જ્ઞાનમાં આવે જ. જ્ઞાતાભાવ ખેંચાઈ ગયો એટલે એક્સ્ટ્રક્ટ ખેંચાઈ ગયો.” એ સમજાવો.
દાદાશ્રી : તત્ત્વ સ્વરૂપ જોય તે કેવળજ્ઞાન વગર ના દેખાય. એનું નામ જ કેવળજ્ઞાનને ! પણ શ્રદ્ધામાં આવે એટલે કેવળજ્ઞાનમાં આવે. પહેલું શ્રદ્ધામાં આવે.
પ્રશ્નકર્તા : પણ તત્ત્વ સ્વરૂપે જોય શું કહેવાય ?
દાદાશ્રી : તત્ત્વ સ્વરૂપે જોય એટલે આ છ તત્ત્વો છે ને ! એ જે જાણવા છે તે જોય તરીકે એને જાણવા છે, તે કેવળજ્ઞાન વગર ના દેખાય.
પ્રશ્નકર્તા ઃ છએ છ તત્ત્વો ?
દાદાશ્રી : હા. આ છ તત્ત્વો છે તે અવિનાશી છે. તત્ત્વો બધાં અવિનાશી જ હોય. તે કેવળજ્ઞાન વગર દેખાય નહીં પણ શ્રદ્ધામાં આવે છ તત્ત્વો. એટલે કેવળજ્ઞાનમાં પછી આવે જ. પહેલું દર્શનમાં આવે, પછી જ્ઞાનમાં આવે, ધીમે ધીમે વર્તનમાં આવે.
જ્ઞાતાભાવ ખેંચાઈ ગયો એટલે એક્સ્ટ્રક્ટ ખેંચાઈ ગયો આ દેહમાંથી. હું જ્ઞાતાભાવ હતો, તે જ્ઞાતાભાવ ખેંચાઈ ગયો. એટલે એક્સ્ટ્રક્ટ જતો રહ્યો, બધો ગયો. પછી નિર્જીવ રહ્યું.
રિયલ, રૅય કે જ્ઞાતા ? પ્રશ્નકર્તા : હું જ્ઞાતા અને ચંદુભાઈ શેયતેમજ અહીં બેઠેલાં બધાં મહાત્માઓ મારા માટે શેય. પ્રશ્ન એ છે કે, તેમાં હું જોઉં છું તે રિલેટિવ અને રિયલ તો મારા માટે બન્ને, રિલેટિવ અને રિયલ જોય ગણાય ? જે