________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
કરનારો અને જાણનારો બેઉ સરખું જાણતાં નથી. કરનારો બહુ જ જૂજ જાણે છે અને જાણનારો બધું એના ગુણ-પર્યાય સહિત જાણે છે. કરનારો બેભાન હોય એટલે થોડુંક જ જાણે કે આ મેં કર્યું એટલું જ, બીજું કશું નહીં અને જાણનારો બધું જ જાણે ગુણ-પર્યાય સહિત.
૩૬૯
પ્રશ્નકર્તા ઃ ક૨ના૨ો જાણે નહીં ને જાણનારો કરે નહીં આપે કહ્યું ને. એ કરનારો જૂજ જાણે એ જરા ફોડ પાડો ને ! (?)
દાદાશ્રી : કરનારો જાણે નહીં, પણ એટલું જ જાણે કે ‘આ મેં કર્યું’ એટલું શબ્દરૂપે જાણે, બસ. બીજું કશું જાણે નહીં અને જાણનારો બધી જ રીતે જાણે. કારણ કે એને બીજા ભાવો ના ઉત્પન્ન થાય. કરનારામાં રાગદ્વેષરૂપી ભાવો ઉત્પન્ન થાય, અજ્ઞાનીમાં. આપણે અહીં આગળ જુદી જ વસ્તુ ચાલે છે. આપણે અહીં તો કરનારો રહ્યો જ નહીં ને ! આ તો થાય
છે એ ડિસ્ચાર્જ ભાવે થાય. કરનારો રહ્યો નહીં ને એટલે બીજ પડે નહીંને !
પ્રશ્નકર્તા : ક્રોધ આવ્યો હોય અને આપણે જો એને જાણ્યો તો તરત એ ક્રોધ ખલાસ થઈ જાય ?
દાદાશ્રી : ના, કશું લેવા-દેવા નહીં. કરનારો જુદો અને જાણનારો જુદો. આપણે જાણનારા તરીકે રહીએ છીએ. ક્રોધ તો આપણને ગમતો નથી એટલે આપણે એના અભિપ્રાયથી જુદા જ છીએ. જુદા છીએ એટલે આપણને લેવા-દેવા નથી.
પ્રશ્નકર્તા : કોઈક વખત ક્રોધ આવે છે.
દાદાશ્રી : તો છો ને આવે, આવે તેને આપણે શું ?! કો'કને દુઃખ થાય તો આપણે ચંદુભાઈને કહેવું કે ભઈ, પ્રતિક્રમણ કર.
તને કરનારો ને જાણનારો સમજણ પડે છે ? એનું જ્ઞાન રાગદ્વેષવાળું છે અને આ વીતરાગ છે. એને ય જ્ઞાન તો ખરું જ, કરનારાને પણ રાગ-દ્વેષવાળું જ્ઞાન. ચા પીનારો માણસ ચાને પીવે છે એ શું નથી જાણતો ? પ્રશ્નકર્તા : જાણે છે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : પણ રાગ-દ્વેષવાળું છે. એના ગુણધર્મ ઉપર પડે છે પછી, કે મોળી છે કે ગળી છે.
પ્રશ્નકર્તા : એટલે આ જે કંઈ પણ કરે છે એ જુદો છે.
દાદાશ્રી : જુદો છે અને તે આપણને ગમતું ય નથી ઘણાં વખત તો, આપણે તે અભિપ્રાયે કરીને ય જુદા છીએ એનાથી.
૩૭૦
પ્રશ્નકર્તા : એટલે આ મૂળમાં તો જે કંઈ કરનાર છે એ અહંકાર જ છે ને બધું ?
દાદાશ્રી : એ જ હતો, કર્તા જે હતો તે આ, આ તો જ્ઞાન લેતાં પહેલાં જે હતો તે જ આ છે. જેને આપણે માનતા હતા કે હું જ છું આ તે જ આ. અને જુદા પડ્યા તે આપણે. જ્ઞાન થયા ત્યારથી જ જુદા થયા છીએ, પહેલા હતા નહીં.
પ્રશ્નકર્તા : પહેલાં આપણે એમાં સાથે જ હતા.
દાદાશ્રી : સાથે જ હતા, એક જ હતા.
પ્રશ્નકર્તા : હવે ખાલી આપણે અંદર અલગ પડી ગયા, બાકી એ કરનારો તો છે જ.
દાદાશ્રી : હા, છે જ. એ તો એનો એ જ.
પ્રશ્નકર્તા : એ બધું જ કરી રહ્યો છે. ક્રોધ કરી રહ્યો છે, વિચાર કરી રહ્યો છે....
દાદાશ્રી : એનો એ જ કર્યા જ કરે છે એની મેળે, એમાં બીજું કશું ફેર નહીં પડે. એ કર્યા કરે છે પણ જાણનારો જુદો છે. સાક્ષી તરીકે કોણ ?
પ્રશ્નકર્તા : સાક્ષી, દ્રષ્ટા, પરમાનંદભાવ.......
દાદાશ્રી : સાક્ષી દ્રષ્ટા હોઈ શકે નહીં, સાક્ષી અહંકાર હોય અને દ્રષ્ટા