________________
શાતા-દ્રા, શાયક
૩૬૩
૩૬૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના. એવું કંઈ નિયમ નથી. પ્રશ્નકર્તા : વ્યવહાર તો રહેવાનોને બધો..
દાદાશ્રી : ના, એવું નહીં. એ તો ઓછું થતું જાયને દહાડે દહાડે. રાત પડે એટલે બસો કેટલી ઉતરે પછી ? એટલે ઓછું થતું જાય !
પ્રશ્નકર્તા : હજુ ચંદુભાઈની રાત તો મરી ગયા પછી પડવાનીને ?
દાદાશ્રી : એ તો આખા કર્મનો નિવેડો આવી ગયો. આ હિસાબ જ નિવેડો આવી ગયો અને પેલું તો આપણો ભરેલો માલ ખાલી થઈ જાયને પછી નિર્મળતા રહે.
એટલે આ ભવમાં ને આ ભવમાં ખાલી થઈ જાય. વહેલો-મોડો જરા ઓછું-વધતું તો થાયને પણ નવી આવક ના હોય ને જતું જતું હોય તો રહે કશું ? ના, કશું જ ના રહે. થોડાક વખત બે-પાંચ વરસમાં પણ ખાલી થઈ જાય. મારે ક્યારનું ખાલી થઈ ગયેલુંને ! હું તમને એવું કહું કે ખાલી થઈ જશે. અડચણ આવેએવું ગભરાવાનું કંઈ કારણ નથી. અહીં ગુંચવાડો ઊભો થતો હોય તો “મારું નહીં’ એટલું કહેતાંની સાથે છૂટું. એ બધુંય ચંદુભાઈનું. પેલું વળગવા જાય એ તો. પહેલાંની ટેવને, આદતને ? એટલે ‘મારું ન્હોય’ કહીએ કે એ છૂટી જાય. એમાં એ શું કહે છે કે તમારી બાઉન્ડ્રીનું કે પેલી ? ત્યારે કહે, ‘અમારી હોય’. એટલે છૂટી જાય. હું તો કેટલું બધું બોલીશ ?! તે બોલી બોલીને લખેલું હશે, તે ક્યારે પાર આવશે ? હું તો બોલ બોલ કર્યા જ કરવાનો.
પ્રશ્નકર્તા : તમે બોલો એ બધું લખાઈ જાય છે.
દાદાશ્રી : તે લખ લખ કરે, ક્યારે પાર આવે ? એ બોલતાં બંધ થાય નહીં ને ત્યારે આપણે લખવાનું બંધ ના થાય... તે આખી જીંદગી સુધી લખ લેખે જ કરવાનું. હૈં ?
પ્રશ્નકર્તા : હા. પછી કામ લાગેને પાછું બધાંને. અહીં તો આટલા જણા સાંભળતા હોય તે પછી બીજાં બધાં રહી ગયા તેમને માટે છે આ !
દાદાશ્રી : આ લખે છે, એ જાણે છે તે આત્મા છે. કાળજીથી લખે છે, નિષ્કાળજીથી લખે છે, ભૂલચૂકવાળું લખે છે, બધું જ તે જાણે છે.
પ્રશ્નકર્તા : એ જ્ઞાતા-દ્રા કોણ રહે છે ?
દાદાશ્રી : કંઈ ચંદુભાઈ ઓછા રહેવાના હતા ? ત્યાં અહંકાર ઓછો રહેવાનો હતો ? જ્ઞાતા-દ્રષ્ટા તો પ્રજ્ઞાશક્તિ, મૂળ આત્માની એજન્ટ છે, તે રહે છે !
જાણે તે કરે તહીં, કરે તે જાણે નહીં ! કરનારો અને જાણનારો બેમાં ફેર. આ જાણનારો બધું જ જાણે, કરનારો બધું કરે.
પ્રશ્નકર્તા અને કરનારો અહંકાર કીધો છે ?
દાદાશ્રી : એ અહંકાર જુદો છે. એટલે આપણામાં કરનારો ડિસ્ચાર્જ ભાગ રહે છે, અહંકાર એટલે આપણો સાચો અહંકાર નથી હોતો એટલે આપણે જાણનારા રહીએ છીએ આ. એટલે જાણનારો જુદો જ છે.
એટલે બધું જ જાણે. જાણનારો બધું જાણે અને કરનારો કરે. આ બેનો જોડે ને એક સાથે વ્યાપાર હોય છે. એકી સાથે ચા પીનારો ચા પીએ અને જાણનારો જાણે કે ચા કેવી હતી ! તે કડક હતી, મીઠી હતી એટલે જાણનારો તે ટાઈમે હોવો જ જોઈએ.
પ્રશ્નકર્તા ઃ આ જાણનારો તો હોય જ ને, દાદાજી. કારણ કે એ તો તદન અલગ જ છે.
દાદાશ્રી : હા, તો જાણનારો હોય ત્યારે પેલું બધું લેસ થઈ ગયું, ઊડી ગયું. જાણવામાં આવ્યું એટલે બધું ઊડી ગયું.
પ્રશ્નકર્તા : ઊડી ગયું એટલે શું ?
દાદાશ્રી : ક્રિયા કરનારે કરી અને જાણનારે જાણી. તો એ ઊડી ગઈ બધી ક્રિયા.