________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
૩૬૫
386
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આમ અનુભવથી બેમાં ફેર ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : ઇન્દ્રિયને જાણે, ઇન્દ્રિયોથી જાણેલું હોય તેને ય અતીન્દ્રિય જાણે. એટલે આ શેય છે. આખો ચંદુભાઈ જ શેય. ચંદુભાઈ શું કરે છે એને જાણે એ અતીન્દ્રિય જ્ઞાન કહેવાય. એટલે આપણું જ્ઞાન શું કહે છે કે તમે શુદ્ધાત્મા, આ ચંદુભાઈ શું કરે છે એને જોયા કરવાનું તમારે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે આ ચંદુભાઈ શું કરે છે તે હું શુદ્ધાત્મા થઈને સતત ય તરીકે જાણ્યા કરું, જોયા કરું તે શુદ્ધ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : બસ. તો છુટું જ છે. પછી ચંદુભાઈ ગમે તે કરતાં હોયને પણ જો જોતો હોય ને જાણતો હોય અને ખરા-ખોટા ભાગ ના કરતો હોય, ફક્ત જાણતો જ હોય તો વાંધો નહીં. છૂટો જ છે.
પ્રશ્નકર્તા : હવે ચંદુભાઈ જે કરે, એ ઇન્દ્રિયથી જે અનુભવે એને અતીન્દ્રિયથી જોવું.
દાદાશ્રી : તેનો વાંધો નહીંને ! શું વાંધો છે ? આ ખાતી વખતે મહીં એકાકાર થઈ ગયા છે એય આપણે જાણવાનું, બસ અને આજે ખાતી વખતે એકાકાર થયા નહીં એય આપણે જાણીએ.
આ તો વિજ્ઞાન છે. આમાં એટલો બધો સરળ માર્ગ છે, પણ જો સમજે તો કંઈ અઘરો છે નહીં !
ઇન્દ્રિય જ્ઞાનપણું ક્યારે કહેવાય કે ચંદુભાઈ થઈને જુએ ત્યારે. શુદ્ધાત્મા થઈને ચંદુભાઈને જુએ તો ઇન્દ્રિયજ્ઞાન ના કહેવાય.
પ્રશ્નકર્તા : પણ ચંદુભાઈ થઈને જુએ..... દાદાશ્રી : એ કામ જ ના લાગેને ? પ્રશ્નકર્તા : એ ખબર કેવી રીતે પડે ? દાદાશ્રી : એ બધું ખબર જ હોય હંમેશાં. ચંદુભાઈ તરીકે જુએ છે
ને, એ બધું જ આપણને ખબર પડે કે ચંદુભાઈ શું કરી રહ્યા છે. જેમ પારકાંની ખબર, શું કરી રહ્યો છે જાણીએ, તેવું આપણે ચંદુભાઈ શું કરી રહ્યાં છે એને જાણીએ. કારણ કે શુદ્ધાત્મા એટલો બધો છુટ્ટો આપ્યો છે કે બધું તમને ખબર જ પડી જાય.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ થઈને ચંદુભાઈને જુએ છે એવો દાખલો આપો તો ખ્યાલ આવે.
દાદાશ્રી : ચંદુભાઈ-ચંદુભાઈને નથી જોતા, શુદ્ધાત્મા ચંદુભાઈને જુએ છે.
પ્રશ્નકર્તા : એ બરાબર છે. પણ ઇન્દ્રિયજ્ઞાનથી આપણે જાણીએ છીએ, એનો દાખલો આપો.
દાદાશ્રી : એટલે આ બધું શું જુએ છે, આ આંખથી જુએ છે એ બધું આ ઇન્દ્રિયજ્ઞાનથી જ છેને, આ બધું કાનથી સાંભળીએ, જીભથી ચાખીએ, એ બધું ઇન્દ્રિયજ્ઞાન છે. મનથી, એ મનને છઠ્ઠી ઇન્દ્રિય ગણાય છે. પછી બુદ્ધિથી, બુદ્ધિ એ તેનું તે જ. બુદ્ધિથી જાણે એટલું બધુંય અજ્ઞાન. એ બધું શેયમાં જાય. હવે બુદ્ધિને અન્ના કહે છે અને આ શુદ્ધાત્મા એ પ્રજ્ઞાથી જાણે. અજ્ઞાએ જે કરેલું પ્રજ્ઞા એ જાણે, એનું નામ છેલ્લું જ્ઞાન. કંઈ કર્યા વગર તો રહે જ નહીં. મહીં ને મહીં, ચંચળતા હોય જ. એને જાણે કે આ ખાતી વખતે આપણે ખોટી જક્ક પકડી છે ઘરમાં, એવું તમે જાણોને એટલે તમે છૂટા. જક્ક પકડેલો એટલે માર ખાય... જ પકડેલો છું કરીને ઉઠી ગયા ને પછી ભૂખ લાગેને એ પોતાને ઉપાધિ !
પ્રશ્નકર્તા : પણ જ્યારે વ્યવહારમાં વધારે વ્યસ્ત થઈ જાય, પણ એ વખતે આમ જે કહીએ કે વચ્ચે બસ જતી હોય, તો તે વખતે અતીન્દ્રિયથી જોવાનું કામ ચાલે કે ના ચાલે ?
દાદાશ્રી : શી રીતે જોવાય પણ.... વચ્ચે અડચણ આવી ગઈ હોયને ?
પ્રશ્નકર્તા : એ તો પછી આ દેહ રહે ત્યાં સુધી આવું તો બધું ચાલ્યા કરવાનું.