________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક
૩૬૩
૩૬૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દેખાય, નહીં તો મનના પર્યાય દેખી શકે જ નહીં ને ! મોટા મોટા જાડા હોય તે દેખાય, બીજી વસ્તુ દેખાય જ નહીં ને ! વિચાર આવ્યા તે જુઓ, બધા જે વિચાર આવે એને જોયા કરવા.
આખી ફાઈલ નં. ૧ શું કરી રહી છે, એને જુએ અને જાણે એ જ જ્ઞાતા-દ્રષ્ટાપણું. આ બહારનું તો બધા આ લોકો ય એમ કહે કે અમે જાણીએ છીએ. આ બંગલો જોયો ને જાણ્યો. એ બહારનું ના જાણે. ઇન્દ્રિયજ્ઞાન જોડે હેલ્ડિંગ ના હોય.
પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહેવાથી હેલ્લિંગ થાય ને ?
દાદાશ્રી : આજ્ઞામાં રહ્યા એટલે બધું જ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયો, જો એ આજ્ઞામાં રહ્યો તો !
જ્ઞાતા તહીં, ઈન્દ્રિયગમ્ય રે ! પ્રશ્નકર્તા : આ જે જ્ઞાતા-દ્રષ્ટા છે એ હમણાં આપણે ઇન્દ્રિય થ્રે જોઈ શકીએ છીએ ને જાણી શકીએ છીએ ને ?
પ્રશ્નકર્તા : આત્મા પોતે ઇન્દ્રિયોની સહાય વગર જોઈ અને જાણી શકે એવી સ્થિતિ ક્યારે પેદા થાય ?
દાદાશ્રી : અત્યારે જાણી શકે છે. અત્યારે જે મનનાં ગમતા વિષયો છે એ બધાં જોઈ શકે છે. અત્યારે ચિત્ત કઈ બાજુ ગયું, તે જોઈ શકે છે. મનનાં વિષયો કયા ક્યા છે એ બધા જોઈ શકે છે. ત્યાંથી જ આ બધું ચાલુ થઈ ગયું ને ! આર્તધ્યાન ઉત્પન્ન થયું કે નહીં, રૌદ્રધ્યાન ઉત્પન્ન થયું કે નહીં, એ બધું પોતાનાં જ્ઞાતા-યપદમાં જ આવવા માંડ્યું છે. શ્રેણી માંડેલી એટલે દહાડે દહાડે, ક્રમે ક્રમે વધતું જ જાય. એને બહારનાં મનુષ્યો જોઈ શકે નહીં.
પણ જ્ઞાતા-દ્રષ્ટાનો અર્થ લોકો પોતપોતાની ભાષામાં સમજે છે. અને ક્રમિક માર્ગમાં લોકો જ્ઞાતા-દ્રષ્ટા થઈ બેઠા છે બધાં ! મને કહે છે, “અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીએ છીએ.” કહ્યું, ‘મને સમજાવો જોઈએ, શી રીતે તમે જ્ઞાતા-દ્રષ્ટા છો ?” “બસ જોવું ને જાણવું, જોવું ને જાણવું.” મેં કહ્યું, ‘આંખે જોયું એનું નામ જોયું ના કહેવાય અને બુદ્ધિથી જાણ્યું એનું નામ જાણ્યું ના કહેવાય.’ એટલે એ ફસાયા કે આ તો સાલું અત્યાર સુધી શું છે તે જુદું ? મેં કહ્યું, ‘સમ્યક્ દર્શનથી જોવું અને સમ્યક્ જ્ઞાનથી જાણવું એ જોયું ને જાણ્યું.’ એટલે તમારે મહીં મન-બુદ્ધિ શું કરી રહ્યાં છે, એ બધું જુઓજાણો. એ દર્શનથી જુએ. તે આંખથી દેખાતું નથી. એટલે દર્શન-જ્ઞાન તમારા બધાના હોઈ શકે. પણ એમને બહાર તો હોઈ શકે નહીં. એ તો મનમાં માની બેઠા છે. ઇન્દ્રિયોથી જોવું એ છે તે દર્શન નથી, એ તો સાપેક્ષ દર્શન છે અને પેલું સ્વાભાવિક દર્શન છે. સમ્યક્ દર્શન એટલે સ્વાભાવિક દર્શન.
ઑફિસમાં ખુરશી-ટેબલો જોયા કરે છે તું ? આ બાહ્ય બધું ઇન્દ્રિયજ્ઞાનથી દેખાય છે. જણાય છે એ ય ઇન્દ્રિયજ્ઞાનથી. અંદરનું છે તે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. વ્યવહારમાં જાણપણું તો ઇન્દ્રિય જાણપણું કહેવાય. અતીન્દ્રિય જાણપણું જોઈએ. ઇન્દ્રિય જાણપણું છે, એ તો બધું એ ના ચાલે.
પ્રશ્નકર્તા: આ ઇન્દ્રિયથી જાણ્યું અને આ અતીન્દ્રિયથી જાણ્યું એમ
દાદાશ્રી : ના, ઇન્દ્રિય શ્રનું જ્ઞાન એવું નથી. આત્મા બધાં શેયને જાણે. આ મનની જે અવસ્થાઓ છે ને, એ ઇન્દ્રિયો જાણી શકતી નથી. એને બુદ્ધિ જાણી શકે છે. પણ મનની બધી અવસ્થાઓને બુદ્ધિ જાણી શક્તી નથી. હવે મનની અવસ્થાઓ જે ગમતી હોય, તે તો કોઈ દહાડો અજ્ઞાનીને જાણવામાં આવે જ નહીં. પણ આપણા જ્ઞાનના પ્રતાપે એ દેખાય છે એ mય કહેવાય. એને ઇન્દ્રિયજ્ઞાન કહેવાય નહીં કે બુદ્ધિજન્ય જ્ઞાનેય કહેવાય નહીં, બુદ્ધિજન્યજ્ઞાન ઇન્દ્રિયોમાં લઈ ગયા છે. અને ઇન્દ્રિયજ્ઞાન ભલે આ ઇન્દ્રિયોથી આપણે જાણતા હોઈએ, પણ રાગ-દ્વેષ રહિત જ્ઞાન એને અતીન્દ્રિય જ્ઞાન કહ્યું. જેને રાગ-દ્વેષ નથી, આમ ઇન્દ્રિયોથી જુએ છે, જાણે છે પણ રાગ-દ્વેષ નથી, એ અતીન્દ્રિય જ્ઞાન છે. જ્યારે પેલાને રાગ-દ્વેષ અવશ્ય હોય. કાં તો રાગ ના હોય તો ય હોય, દ્વેષ ના હોય તો રાગ હોય. અને બે સ્થિતિ ના હોય તો મૂછિત હોય. મૂછ થઈ ગયેલી હોય, બેભાનપણું હોય !