________________
જ્ઞાતા-દ્રષ્ટા, શાયક
૩૬૧
૩૬૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હા. ત્યારે ગોટાળો થઈ ગયો હોય એવું લાગે. પણ એવું કંઈ થતું નથી.
એકઝેક્ટ સમજ જ્ઞાતા-દ્રષ્ટા તણી ! પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રાની વાત મને એકઝેક્ટ સમજાવો. જ્ઞાતા એટલે મન-બુદ્ધિના આધારે અને દ્રા એ આંખના આધારે કે પછી ચિત્તના આધારે ? આંખ બંધ હોય તો દ્રા શી રીતે થવાય ?
દાદાશ્રી : મનમાં જે વિચારો આવે ને, એ સૂક્ષ્મ સંજોગો છે. એને
જોવા.
પહેલાં તો ચાલતો હતો ય પાછો પોતે અને જોતો હતો ય પોતે. ફિલ્મ ય પોતે ને દ્રષ્ટા ય પોતે.
જોવામાં કંઈ ફેર ? પ્રશ્નકર્તા: આપણી જે પ્રકૃતિ સતત જોયા કરીએ આપણે. હવે એ જે જોવાની ક્રિયા થાય છે એ ઘણી ફેર એવું લાગે છે કે જોવાની ક્રિયા વચ્ચે કંઈ બીજા મારફતે થતું હોય, એવું લાગે.
દાદાશ્રી : હા, જુઓ છો ખરાંને પણ ? પ્રશ્નકર્તા : હા. જોવાય છે ખરું. દાદાશ્રી : એટલે જે સ્થળમાં હોય તે જરા સૂક્ષ્મમાં થાય ધીમે ધીમે.
જુઓ છો, એ જગત પોતે પોતાને જોઈ શકે નહીં. કોઈ ના જોઈ શકે. એ જ જોવાનું આપણે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે ? મન શું કરી રહ્યું છે ? બુદ્ધિ શું કરી રહી છે ? ચિત્ત શું કરી રહ્યું છે ? અહંકાર શું કરી રહ્યો છે ? હવે આ જોનારો જુદો રહે, હંડ્રેડ પરસેન્ટ જુદો, એ પછી ગમે તે જાડું દેખો કે પાતળું દેખો પણ જોનારો જુદો છે.
પ્રશ્નકર્તા : શરૂઆતમાં છે તે આ જે જોવાની ક્રિયા થતી'તી ને અત્યારે જે જોઈએ છીએ એ જોવાની ક્રિયા, એ બેમાં ફેર લાગે.
દાદાશ્રી : એ કર્મના ઉદય આવેને ત્યારે ઝાંખું કરી નાખે બધું. પણ તમે જોનાર તો જુદા છો એ વાત નક્કી છે ને !
પ્રશ્નકર્તા : હા, એ નક્કી છે.
દાદાશ્રી : પછી ઝાંખું દેખાય તે પેલા કર્મના ઉદયના આધારે. તેમાં વાંધો નહીં ઉઠાવવો.
પ્રશ્નકર્તા અને કર્મના ઉદયનું પ્રેશર જ્યારે આવે ત્યારે આપણે જાણે એકબાજુ પર રહી ગયા હોઈએ એવું લાગે.
પ્રશ્નકર્તા : એ શેનાથી જોવા ? મનથી-બુદ્ધિથી ?
દાદાશ્રી : એ તમારે જે જોશોને તે મન-બુદ્ધિ નહીં હોય, ત્યાં આંખે ય નહીં હોય.
પ્રશ્નકર્તા : આ જ ગૂંચ છે ખબર નથી પડતી.
દાદાશ્રી : આ મન-બુદ્ધિથી જુએ છે ને એ જ્ઞાતા-દ્રષ્ટાપણું ના કહેવાય. એટલે તમે સૂક્ષ્મ સંયોગોને જુઓ અંદર મનના સંયોગોને, એ જ્ઞાતાપણું. આ મન-બુદ્ધિના આધારે નથી જ્ઞાતાપણું, દ્રષ્ટા આંખના આધારે નથી, ચિત્તના આધારે ય નથી. આ પ્રજ્ઞાશક્તિના આધારે છે.
પ્રશ્નકર્તા : આંખ બંધ હોય તો ય દ્રષ્ટાપણું રહે ?
દાદાશ્રી : આંખો બંધ હોય કે ઊઘાડી હોય તો ય રહે. એટલે આ બધું જે આંખથી દેખાય છે ને એ જ્ઞાતા-દ્રષ્ટાપણું ના કહેવાય. બુદ્ધિથી સમજાય એ જ્ઞાતા-દ્રષ્ટાપણું ના કહેવાય. મહીં અંદર પ્રજ્ઞાથી આ મનની સ્થિતિ જુએ, મન શું શું વિચાર કરે છે એ બધું જુએ.
પ્રશ્નકર્તા : દરેકને જ્ઞાતા-દ્રષ્ટાપણું પ્રાપ્ત થાય ? દાદાશ્રી : એ તો જ્ઞાની પુરુષ છે તે પાપ ધોઈ આપે ત્યાર પછી