________________
જ્ઞાતા-દ્રષ્ટો,શાયક
૩૫૯
૩૬૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
કાયદેસર છે. આ મારા ધ્યાનમાં જ શ્રેય આ. આ ઉધરસ થવી જ જોઈતી'તી.
પ્રશ્નકર્તા : પણ પરિણામ ભોગવવું જ પડે.
દાદાશ્રી : પરિણામ એટલે તો આપણે રાજીખુશીથી ભોગવવું પડે. કૉઝીઝ ના કરવાં જોઈએ. કૉઝીઝ બંધ કરી દેવાં જોઈએ. અને બંધ ના થાય તો એને જાણવા જોઈએ. કૉઝીઝ બંધ ના થાય, કારણ કે પૂર્વના સંસ્કાર છે. બંધ ના થાય પણ એને જાણવું જોઈએ કે આ ભૂલ થઈ રહી છે. બસ એટલું જ.
પ્રશ્નકર્તા : અને દુનિયા તો ચાલ્યા જ કરશે. દાદાશ્રી : એ ચાલ્યા જ કરવાની. પ્રશ્નકર્તા : “જોયા કર્યું એટલે પેલો આંકડો છૂટી ગયો એનો.
દાદાશ્રી : છૂટી ગયો, ચાલનાર ને જોનાર જુદા પડી ગયાને ! ચાલનારની સાથે ચાલે ત્યાં સુધી સંસાર. એ ચાલનારને જુએ, તેનું નામ મુક્તિ. દુનિયા તો ચાલ્યા જ કરવાની. એ અટકે ખરી ? તમે એને ઓર્ડર કરો ‘અટકી જાવ” તો ય ના અટકે ?
પ્રશ્નકર્તા: ન જ અટકે. આ બોડીમાં ચાલનાર ને જોનાર બે છેને?
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ, જો આને અંગે આમ થયું તો હવે એ વસ્તુ જીવનમાં દરેક વ્યવહારમાં અપનાવી શકાય ?
દાદાશ્રી : હા, ચાલનાર અને જોનાર, બે ભાગ છે.
પ્રશ્નકર્તા: તો દુનિયા ચાલ્યા કરે, એમ આય ચાલ્યા જ કરવાનું એની સાથે ?
દાદાશ્રી : હા, દરેક વ્યવહારમાં જોઈએ જ. વ્યવહાર શાથી કહેવામાં આવે છે કે નિશ્ચય છે માટે. હવે વ્યવહાર અને નિશ્ચય બેઉ જુદાં જ છે. એવું વ્યવહાર ઇટ સેલ્ફ મુવ કરે છે. હા, અને વ્યવહાર બધો ડ્રામા છે. અને નિશ્ચય ડ્રામેટિક ભાવના. એવું બધું વ્યવહાર ચાલ્યા કરે છે. વ્યવહાર ડ્રામા છે એને જોયા કરવાનું ! બીજું કશું નહીં.
પ્રશ્નકર્તા : દાદા, એ એટલું સરળ નથી. જ્યાં સુધી જ્ઞાન ના લઈએ, ત્યાં સુધી ખ્યાલ નથી આવતો.
દાદાશ્રી : હા, ના આવે. અક્ષરે ય ના ખ્યાલ આવે. જ્યારે અમે જ્ઞાન આપીએને ત્યારે જરા જુદું પડે ત્યારે ખ્યાલ આવે.
જોવું એ સ્વભાવ, ચાલવું એ વિભાવ !
દાદાશ્રી : પણ એ જોડે જોડે બોલે કે હું ચાલું છુંય ખરો ને પાછો જોઉં છુંય ખરો ત્યાં સુધી બંધન. કાયમ જોડે જોતો ય જાય ને ચાલતો ય જાય. જોતો જાયને... જોવાનો સ્વભાવ તો ના છૂટે, બળ્યો ! એ જોવાનું એ સ્વભાવ છે અને ચાલવાનું એ વિભાવ છે. જોવાનું તો એનો સ્વભાવ થયો ને ચાલવાનો વિભાવ, વિશેષભાવ !
પ્રશ્નકર્તા : હિન્દી આપ્તવાણીમાં આ વાત છે કે આ સમસરણ માર્ગમાં એટલે દુનિયાનો એન્ડ આવતો નથી, આપણો ય એન્ડ આવતો નથી. આ માર્ગનો એન્ડ આવે છે. તમે જે ચાલો છો, એનો એન્ડ આવે છે.
પ્રશ્નકર્તા : અને દુનિયા તો ચાલ્યા જ કરવાની એવું કહ્યું ને ?
દાદાશ્રી : હંઅ. નિરંતર ચાલ્યા કરે છે અને આ ય જ્યાં સુધી ચાલ્યા અને તે ય જાણીએ ને જોયા કરશે ત્યાં સુધી છૂટે નહીં. એ તો જ્યારે ચાલવાનું બંધ કરશે તે જોવાનું જ કરશે ત્યારે છૂટી જશે. હવે તમે જોયા કરો છો ને ?
પ્રશ્નકર્તા : પણ આ જે ચંદુભાઈ ચાલે છે, એને ય જોયા કરવાનું ને ? દાદાશ્રી : હા, બસ એટલું જ. આ ફિલ્મ ચાલે છે એ જોયા કરવાની.
દાદાશ્રી : “જોયા” કરનારો છૂટ્યો. અને એની જોડે ચાલનાર હોય તો બંધન એની જોડે ને જોડે !