________________
જ્ઞાતા-દ્રષ્ટા-જ્ઞાયક
૩૫૭
૩૫૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : દ્રષ્ટાપદ તો રહે. પણ પાછું જ્ઞાતાપદમાં પેસતો જાયા કરે ને આખો દહાડો. એટલે નિરંતર પુરુષાર્થ ચાલુ છે !
પ્રશ્નકર્તા : એટલે આવ્યા જ કરવાનું?
દાદાશ્રી : પુરુષાર્થ નિરંતર ચાલુ જ હોય, પુરુષ થયા પછી. અને પાંચ આજ્ઞા એટલા જ માટે આપી છે, પુરુષાર્થ કરાવવા માટે જ. નિરંતર પુરુષાર્થ ચાલુ જ હોય. સંયમના પરિણામો જ થયા કરે. લોકો ય જુએ કે હમણાં તો વઢમ્વઢા કરતા'તા ને, મતભેદ ને ભાંજગડો થઇ ગઇ'તી ને પાછાં ફરી ભેગા થઈને ખાય છે, પીવે છે બધું, શું થઈ ગયું આ? એ સંયમ પરિણામ !
પ્રશ્નકર્તા ઃ તો આપ એવું કહેતા હતા કે અમારા મહાત્માઓને દ્રષ્ટા હોય અને અમારે જ્ઞાતા-દ્રષ્ટા પદ હોય.
દાદાશ્રી : હા, તમારે દ્રષ્ટા હોય. દર્શન ખૂલ્યને એટલે દ્રષ્ટા હોય. પ્રશ્નકર્તા: જ્ઞાતાપદ ના હોય ?
દાદાશ્રી : હવે જ્ઞાતા એ અનુભવ થતો થતો થાય. જેટલો અનુભવ થાય એટલો જ્ઞાતા રહેવાય.
આમને કો’કે ગાળ ભાંડી, તે ઘડીએ હાલી જવાય પણ પાછું મનમાં એમ લાગે કે ના, એ જેને ભાંડી તે મારું સ્વરૂપ નથી. એટલે અનુભવ થયો એટલે ફરી પાછું એ થોડું વધારે રહે બીજી વખતે. એ પછી જ્ઞાનમાં રહેતું રહેતું રહેતું જ્ઞાતાપદમાં આવે.
પ્રશ્નકર્તા: એટલે જેમ જાગૃતિ વધે તેમ જ્ઞાતાપદ વધે?
દાદાશ્રી : જાગૃતિ તો છે જ, પણ પેલા હિસાબ છે ને, તે હિસાબ ચૂકતે કર્યા વગર જાગૃતિ રહે નહીં. હિસાબ જેમ ચૂકતે થતો જાય તેમ જ્ઞાન વધતું જાય. દર્શન-જ્ઞાન ભેગા થાય, એનું નામ ચારિત્ર્ય. તે ઘડીએ મહીં તપની જરૂર પડે ! અનુભવ તો તે વખતે ચરર ચરર મહીં બોલે, જેમ પટ્ટી ઉખાડતાં હોય તો વાળ-વાળ સાથે લઇને ઉખડેને ! મહીં તપી જાય હૃદય, ખરેખરું તપી જાય એ અદીઠ તપ ! અદીઠ તપ દેખાય નહીં કોઈને.
મોઢા ઉપરથી ખબર પડે, પણ અદીઠ તપ બહાર દેખાય નહીં. અને આ લોકો બાહ્ય તપ કરે, એનું ફળ સંસાર ફળ અને અદીઠ તપનું મોક્ષ ફળ. જગતને અદીઠ તપ હોય જ નહિ.
પ્રશ્નકર્તા: દાદા, અમને તો વાર લાગવાની ને? હજુ અમારે તો દ્રષ્ટાપદ જ રહેવાનું ને ?
દાદાશ્રી : દ્રષ્ટાપદ તો બહુ ઊંચું પદ કહેવાય.
પ્રશ્નકર્તા : ના, એટલે અમારે તો દ્રષ્ટાપદ જ રહેવાનું ને કે જ્ઞાતાપદ આવશે ?
પરિણામ માત્ર ખરી પડે જ્ઞાતીને ! જ્ઞાની પુરુષ ઠોંસા ખાય છે, કેવી ઉધરસ ખાય છે અને તે અમને ય મજા આવે છે કે કહેવું પડે !
પ્રશ્નકર્તા ઃ એટલે આ ઠોંસા ખાનારાં જ્ઞાની પુરુષ કોણ અને મજા કરનારા અમે કોણ ?
દાદાશ્રી : ઠોંસા ખાનારાં જ્ઞાની પુરુષ, મજા કરનારી પ્રજ્ઞા. પરિસ્થિતિના માલિક છે એ ઠોંસો ખાય. પરિસ્થિતિ શબ્દ વાપરવા જેવો
પ્રશ્નકર્તા : પણ એટલાં માટે દાદાએ કીધુંને કુદરતમાં કોઈને શિક્ષા નથી કે કોઈને લાભ નથી, એનું પરિણામ આપે.
દાદાશ્રી : હા. પરિણામ આપે.
પ્રશ્નકર્તા: આપણે જો કાલે રાત્રે બહાર ના નીકળ્યા હોત તો આ ઠોંસો ખાવાનો વારો ન આવત ? એ જ પરિણામ.
દાદાશ્રી : તો આ પરિણામ ના આવ્યું હોત, પછી પરિણામ ના આવત તો આ રહી જાત મહીં પરમાણુ. માટે નીકળ્યા એ બરાબર છે. આ