________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
૩૫૫
૩૫૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ચારિત્ર્ય મોહનીય કર્મ છે. અત્યારે જમવા જાય એ બધું ડિસ્ચાર્જ કર્મ. હવે એને જો જો કર્યા કરવું, એનું નામ જ્ઞાનક્રિયા કહેવાય. એ જ્ઞાનક્રિયાથી, જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ. અત્યારે તમે કરો છો ને, તે ચંદુભાઈ કરે છે એવું તમે જાણો છો, ‘વ્યવસ્થિત’ કર્તા છે એવું જાણો છો. તમે જોયા કરો છો એ જ્ઞાનક્રિયા છે.
જાણ્યાની ધારા એ અમૃતધારા અને કરવાની ધારા એ વિષધારા, બે ભેગી થઈને ધારા ચાલી. એટલે આપણે જ્ઞાન પછી શું થયું ? બે ધારાને જુદી પાડી દીધી. હવે આ શુદ્ધાત્માની અમૃતધારા જુદી અને આ વિષધારા જુદી. તેમાં આ વિજ્ઞાન છે, આમાં સ્ટેજ ભૂલ ખાશો તો માર ખઈ જશો. શિયાળાના દહાડે આ બટન દબાવ્યું, તો આખી રાત બધા પેલા પંખા ફર ફર ચાલવા માંડ્યા, તે ઘડીએ શી દશા થાય ? મારી પાસે આવીને જરા સમજવું પડે આ વિજ્ઞાન. એ બહુ સમજવા જેવું છે.
- હવે ત્યાં આગળ અત્યારનું બધું લોકોની સમજમાં કેવું વર્તે છે કે ‘જ્ઞાન અને ક્રિયા, જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ. એટલે આ શાસ્ત્રના આધારે અમને જ્ઞાને ય છે અને અમે આ ક્રિયા પણ કરીએ છીએ.” પણ એ ક્રિયા તો અજ્ઞાનક્રિયા કહેવાય છે અને તમે જ્ઞાનક્રિયા કરો છો. તમે જે નિકાલ કરો છો એ બધી જ્ઞાનક્રિયા કહેવાય. તે જ્ઞાનક્રિયાથી મોક્ષ, જ્ઞાન સહિત જે કંઈ ક્રિયા થાય, તેના આધારે મોક્ષ થાય. જ્ઞાન ઉપયોગ એ જ્ઞાનક્રિયા કહેવાય. અને જ્ઞાનક્રિયાથી આ બધો ઉકેલ આવી ગયો.
જોવું ને જાણવું એ બેઉ એના ગુણો છે અને કરવું એ પુદ્ગલનો ગુણ છે.
જ્ઞાતધારા-ક્રિયાધાર ચાલે બે ભિન્ન !
પ્રશ્નકર્તા : પણ કોઈ વખતે જે કરી નાખ્યું અને મનમાં થયું કે મેં ક્યાં આવું કરી નાખ્યું તો ?
દાદાશ્રી : “મેં આવવું નહીં જોઈએ. ‘મેં’ શબ્દ, પોતે કર્તા જ નથી ત્યારે પછી “મેં કર્યું એવું બોલાય કેમ કરીને આ તો ? પોતે કર્તા જ નથી કોઈ ક્રિયાનો, જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયો. તમને કયું પદ આપ્યું છે ?
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાપદ.
દાદાશ્રી : અને તમે “મેં કર્યું’ આમ કહો, એ તો ઇનવોલ્વ થયો, એ તો ખોટું જ છેને ! ‘મેં કર્યું” એ તમે કહી શકો જ નહીં. તમને શંકા પડે છે, તો એ વૃત્તિઓ વહી જાય છે, તમે પોતે જતા નથી. આ તો વૃત્તિઓ જાય છે. એટલે જાણે કે હું પેઠો. અરે, નથી પેઠા તમે, શી રીતે એમાં તમે હો ! હું તો જ્ઞાતા-દ્રષ્ટાવાળો. વિજ્ઞાન તમને સમજાયું આ બધું? કોઈ હલાવી ના શકે એવું વિજ્ઞાન છે.
એ કર્તાપણું પછી પુદ્ગલનું રહ્યું, તમે તો જ્ઞાતા થયા પછી તમારું કર્તાપણું રહ્યું જ નહીં ને ! જે કરે તે જાણે નહીં ને જાણે તે કરે નહીં. કર્તાભાવ ને દ્રષ્ટાભાવ બે જુદા છે. મને આ થયું, હું કરું છું, એવું નહીં પણ ‘મેં આ જાણ્યું રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે, તો કોઝ ના પડે.
પ્રશ્નકર્તા : તે હું સમજવા માગતો હતો કે આ કર્તુત્વની ધારા અને જ્ઞાતૃત્વની ધારા ભેગી ના ચાલે એમ કહેલું હતું, પણ આપણે તો બે ભેગી ચાલવી જ જોઈએ ?
દાદાશ્રી : ના. ભેગી ચાલવી જોઈએ નહીં. એવું છે ને કે કર્તુત્વની ધારા જે આવે છે તે ઉદયને આધીન છે અને આપણે જ્ઞાતા છીએ.
પ્રશ્નકર્તા : એટલે પેલી થઈ રહી છે અને આ જોનારો છે.
દાદાશ્રી : હા, પેલું થઈ રહ્યું છે ને આ જોયા કરે છે. બીજું કશું ખેલ કરવાનો નથી. ચંદુભાઈને જાણ્યા કરવું એ જ આત્મા, શુદ્ધાત્મા. કારણ કે કરનારો અને જાણનારો બેનો ભેગો વ્યવહાર જુદો પડ્યો. પહેલાં ભેગો વેપાર હતો, કરનારો ય હું અને જાણ્યું ય મેં. એટલે શું થતું'તું ? બે ધારા,
પ્રશ્નકર્તા : આપે પદ તો જ્ઞાતા-દ્રષ્ટાનું આપ્યું ને ?
દાદાશ્રી : હા.