________________
૩૫૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
[૪]
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક !
આત્માનો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ !
પ્રશ્નકર્તા : દાદા, આપ જ્યારે જ્ઞાન આપો છો એટલે એ જ્ઞાનમાં જે ભેદજ્ઞાન થાય છે, તે વખતે શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા બે ભાગ પડે છે. હવે શુદ્ધાત્મા જે છે તે જોનારો અને જાણનારો રહ્યો અને પ્રતિષ્ઠિત આત્મા તે ગલન રહ્યો.
દાદાશ્રી : ગલન એટલે કરનારો અને ભોગવનારો.
પ્રશ્નકર્તા કરનારો અને ભોગવનારો છે. એટલે આ પ્રતિષ્ઠિત આત્મા જે પણ કંઈ કરતો હોય, એને શુદ્ધાત્મા નિહાળ્યા કરે છે.
દાદાશ્રી : હા. બરોબર છે. પ્રતિષ્ઠિત આત્મા જે કરે, એને શુદ્ધાત્મા જુએ. આ પ્રતિષ્ઠિત આત્મા એટલે શું ? કે ત્રણ યોગે કરીને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. મનોયોગ, વચનયોગ અને કાયયોગ. અને ત્રણેય શું કરી રહ્યાં છે, એને જુએ એ જ આ શુદ્ધાત્માનું કાર્ય.
પ્રશ્નકર્તા : પણ આ જે બધા શેયોને જોવાની-જાણવાની જે આત્માની ક્રિયા જે છે, જ્ઞાતા અને દ્રષ્ટા, એ પણ એની એક ક્રિયા જ થઈને ! તો એ એનું એક કર્મ થયું ને ?
દાદાશ્રી : જોવા-જાણવાનો પોતાનો મૂળ સ્વભાવ છે. સ્વભાવથી
બહાર નીકળવું એ કર્મ કહેવાય. સ્વભાવની વિરુદ્ધ કરવુંને એ કર્મ કહેવાય. સ્વભાવને કર્મ ના કહેવાય. પાણી નીચું ચાલ્યું જાય, તો એને કર્મ ના કહેવાય, એ સ્વભાવ કહેવાય અને ઉપર ચઢાવું પડે તો કર્મ કરવું પડે.
એટલે જોવા-જાણવાનો તો એમનો સ્વભાવ. ત્યારે એનું ફળ શું ? ત્યારે કહે, પરમાનંદ! બસ. એ સાથે જ છે બધું. જોવું-જાણવું ને પરમાનંદ. બીજા અનંતા ગુણો ખરા.
આત્માની ફક્ત જ્ઞાતકિયા તે દર્શતક્રિયા ! પ્રશ્નકર્તા : જોયા કરવાનું એ ય કરવાનું તો ખરું ને ?
દાદાશ્રી : ના. એ કરવાપણું નથી. એ જ્ઞાનક્રિયા કહેવાય. એનો કર્તા ના હોય. અહંકાર ના હોય. અને બીજી બધી ક્રિયાઓ અહંકારની હોય. ભાવકર્મ એ બધાંય અહંકારના !
પ્રશ્નકર્તા : પછી વ્યવહારમાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટા તરીકે હું એવું કેવી રીતે રહેવાય ?
દાદાશ્રી : વ્યવહારમાં પોતે કર્તારૂપે છે અને ખરી રીતે છે તે જ્ઞાતાદ્રષ્ટા છે. હવે વ્યવહારમાં કર્તા શાનો ? ત્યારે કહે, સંસારનો કર્તા છે અને
ખરી રીતે જ્ઞાતા-દ્રષ્ટા એટલે દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયાનો કર્તા. બીજી કોઈ ક્રિયા નહીં, ત્યાં સાંસારિક ક્રિયા નહીં.
જ્ઞાન ઉપયોગ એ જ્ઞાનક્રિયા કહેવાય અને દર્શન ઉપયોગ એ દર્શનક્રિયા કહેવાય. હવે જ્ઞાન ઉપયોગ શું ? ત્યારે કહે, આ જે ક્રિયાવાળું પુદ્ગલ છે તે પોતાની ક્રિયામાં પરિણમન કરે છે, એ બધી ક્રિયાઓને જોનાર આ જ્ઞાન ઉપયોગ ! કોઈ પૌગલિક ક્રિયાનો કર્તા નથી. એ પોતાના સ્વભાવના કર્તા છે, નહીં કે પરભાવનો કર્તા છે.
મોક્ષને માટે જ્ઞાનક્રિયાની જરૂર છે. અજ્ઞાનક્રિયા એ બંધન છે. ક્રિયા કોને કહેવાય છે ? અહંકારી ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે અને જે નિર્અહંકારી ક્રિયા એને જ્ઞાનક્રિયા કહેવામાં આવે છે. એટલે શું કે જે