________________
દર્શન સામાન્યભાવે, જ્ઞાન વિશેષભાવે !
આવી ગયું પણ જાણપણામાં નથી આવ્યું. એ જાણપણું એટલે શું ?
દાદાશ્રી : વિગતવાર, ડિટેઇલ્સ.
પ્રશ્નકર્તા : ડિટેઇલ્સથી નથી આવ્યું એવું કહો તો ચાલે ? દાદાશ્રી : હા, એવું કહે તો ચાલે.
૩૪૯
પ્રશ્નકર્તા : પણ બન્નેમાં કાળ રહ્યોને ? સમજ મેળવવા માટે પણ સમય જોઈએ ને જાણપણું મેળવવા માટે પણ સમય જોઈએ ? બન્નેમાં ટાઈમ લાગે ?
દાદાશ્રી : સમય જોઈએ. પણ સમજમાં ટાઈમ ના જોઈએ. જ્ઞાનપણામાં જોઈએ ટાઈમ.
પ્રશ્નકર્તા : દર્શન અને જ્ઞાન વચ્ચે અંતર હોય કે નહીં, સમયનું ? દાદાશ્રી : થોડું.
પ્રશ્નકર્તા : પેલો ગાય જોવા જાય, અવાજ થાય એટલે કંઈક છે, પણ જે ગાય છે, એ જોવાનું જ્ઞાન જે થાય છે...
દાદાશ્રી : હા, ડિસીઝન થતાં ટાઈમ લાગેને ! દર્શનનું પરિણામ જ જ્ઞાન છે. પણ ભગવાને જ્ઞાનની કિંમત ગણી નથી. દર્શનની કિંમત ગણી
છે.
તેથી અટક્યું કેવળજ્ઞાત !
પ્રશ્નકર્તા : તો પછી ઋષભદેવ ભગવાને કયા આધારે કહેલું કે આ ચોવીસમો તીર્થંકર થશે, કાળ નક્કી ના હોય તો ?
દાદાશ્રી : એમને જ્ઞાનમાં તો બધું હોય ને કે આ ભાઈ આટલું, આવું આવું રખડી કરીને આ રીતે થવાનું છે. એવું એમને જ્ઞાનમાં દેખાય બધું. એમને બધું આવરણ ખુલ્લી જાય ને, બધું દેખાય. અમને દેખાય નહીં, સમજમાં આવે. અમારું સમજમાં આવે બધું અને એમને દેખાય.
૩૫૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : સમજમાં આવવું એટલે શું ?
દાદાશ્રી : સમજમાં આવવું અને જાણવું, બેમાં ફેર છે.
પ્રશ્નકર્તા : ઋષભદેવ ભગવાનને દેખાય અને તમને સમજમાં આવે એમાં ફેર શું છે ?
દાદાશ્રી : સમજમાં આવવું એનો અર્થ શો કે પોતાને એમ લાગે કે ‘કંઈક છે,’ એનું નામ સમજમાં આવ્યું. અને ‘આ છે’ એનું નામ જ્ઞાનમાં આવ્યું. ડિસીઝન થયું તે જ્ઞાન અને ડિસીઝન થયું નથી ને ‘કંઈક છે’ એવો ભાસ થયો, એનું નામ સમજ. આ કંઈક છે, એવું જો ભાસ થાય છે, એ એક પ્રકારનું જ્ઞાન પણ એ સમજરૂપી જ્ઞાન છે.
પ્રશ્નકર્તા ઃ દેખવામાં આવ્યું એ સમજમાં આવ્યું ને જાણવામાં આવ્યું એટલે જ્ઞાનમાં આવ્યું. દેખવામાં અને જાણવામાં બહુ ફેર.
દાદાશ્રી : દેખ્યા અને જાણ્યા એમાં બહુ ફેર છે. અમે જગત આખું દેખ્યું જ છેને, જાણવામાં નથી આવ્યું. તેથી અમારે કેવળજ્ઞાન અટક્યું છે, કેવળદર્શનમાં ગયું.
પ્રશ્નકર્તા : દાદાને કેવળદર્શન છે, એમ આપણે કહીએ છીએ. એટલે એમાં શું થતું હોય છે ?
દાદાશ્રી : એટલે એ સમજમાં ત્યાં આગળ કે આ જગત કેવળ સમજમાં આવ્યું એટલે જેમ છે તેમ સમજમાં આવ્યું છે પણ તે જ્ઞાનમાં નથી આવ્યું. સમજમાં આવેલું પોતે જાણે ખરા પણ તેમાં વર્તી ના શકે.
પ્રશ્નકર્તા : આમ જ છે, આમ જ છે એમ સમજાય. દાદાશ્રી : હા, પણ એમાં વર્તી ના શકે એ પૂરું.
પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ વ્યક્તિના કોઈ પણ સંજોગો સ્પષ્ટ દર્શનમાં આવી જાય કે ઉપયોગ મૂકવો પડે ?
દાદાશ્રી : ના, એ દર્શનમાં આવી જાય. આખા જગતના બધા