________________
દર્શન સામાન્યભાવે, જ્ઞાન વિશેષભાવે !
૩૪૭
અલ્યા, મેલને પૂળો ! એ રીંગણા બધા. સબ પુદ્ગલ કી બાજી. એકને વધારે ભાગ પાડીને શું કામ છે તે ? તું તો બહુ ભાગ પાડું, નહીં ?! આ મગસ કહેવાય, આ ગુંદરપાક કહેવાય. આ કેડોને મજબૂત કરે છે, કહેશે. જાણવા ગયા.
પ્રશ્નકર્તા: એ જ્ઞાન તો વધેને પાછું. જાણવા જાય એટલે જ્ઞાન વધુને
દાદાશ્રી : શાનું જ્ઞાન વધે, સફીકેશન થાય, જ્ઞાન તો બધું શાનું, આ જ્ઞાન જ ના કહેવાય ને ! ડિટેલ્સ જાણવા ગયો. પોતાને જાણવું એનું નામ જ જ્ઞાન. અને આ પરાયું છે તેને જાણવું એનું નામ જ્ઞાન. બસ પોતાનું ને પરાયું જે જાણે એનું નામ જ્ઞાન. જ્ઞાન અંદર ભેદ પાડે, આ પરાયું અને આ પોતાનું દર્શન અંદર જોયા કરે, બસ. એ જાણવા નીકળે એટલે પછી ડિટેલ્સમાં ઉતરે. વિગતવાર, ડિટેલ્સમાં જાય. આ શું છે ? આ શું છે? આ શું છે ? વિગતવાર એટલે આત્મા વિગતવાર ઉતરે તેને પછી, દર્શનમાં ઉતરે, જ્ઞાનમાં ઉતરે, પછી ચારિત્રમાં ઉતરે અને વિગતોમાં ઉતરે.
૩૪૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : આમાં તો જોવાપણું કે આ પરભાયું અને આ મારું. પ્રશ્નકર્તા : એ તો જોવાપણું થયું પણ આ જાણવાપણું આમાં શું ?
દાદાશ્રી : ના, જોવાપણું તો બધું સામાન્ય ભાવે હોય. બધા જોયોને એક ભાવે જુએ. બધા દ્રશ્યોને એક ભાવે જુએ.
પ્રશ્નકર્તા : પણ આમાં પેલી વસ્તુમાં કીધું કે આ લીમડો છે, આ પીપળો છે, તો એવી રીતે પોતાની આંતરિક સ્થિતિમાં એ કઈ બાબતને જુએ છે ? એ શું જુએ છે ? એટલે કઈ બાબત જોવામાં પડી જાય છે ?
દાદાશ્રી : એમાં જ, એ જોવામાં જ પડે છે. બીજા કશામાં પડે નહીં. જે જોવામાં પડે છે તે જ એનો ઉપયોગ છે.
પ્રશ્નકર્તા : ના, એટલે એનો દાખલો બતાડોને ? અમે લોકો કઈ બાબત જોવામાં પડી જઈએ છીએ ?
દાદાશ્રી : આ એકને વિગતવાર જાણવામાં પડો એટલે દ્રષ્ટામાં હોય નહીં તમે. એટલે મૂળ આત્મામાં નથી તમે. કારણ કે આ લીમડો છે એકલું જ જો જો કર્યા કરો એટલે દ્રશ્ય બધું બંધ થઈ ગયું એનું દ્રશ્ય સામાન્ય ભાવે હોય બધુંય. એક લીમડો જાણવાનો પ્રયત્ન કરે કે આ લીમડો છે, કેવો લાગે ? ત્યારે કહે, કડવો લાગે. ચાખ ચાખ કરે, તે ઘડીએ દ્રશ્ય બધું બંધ થઈ ગયું.
સમય લાગે ડિસાઈડ થતાં ! જગત શું છે, શું નહીં, બધું અમારી સમજમાં આવી ગયું છે પણ જાણવામાં નથી આવ્યું. જેમ આ સાગને કાપે તો સારું ફર્નીચર થાય એવું બધું જાણવામાં નહીં આવેલું. ઝાડો છે એવું જાણવામાં આવેલું. કાપે તો લાકડું નીકળે એવું ખબર પડી પણ આ લાકડું કામનું છે કે નહીં એવું તેવું કશી ખબર ના પડે. આ સાગ છે કે એ લીમડો છે એ ખબર ના પડે. એટલે વિગત ના આવે.
પ્રશ્નકર્તા : આપે એવું કીધું કે અમને સમજમાં આ જગત શું છે તે
પ્રશ્નકર્તા : એ ના સમજાયું, દાદા. શું કહ્યું? આત્મા જ્ઞાનમાં ઉતરે, દર્શનમાં ઉતરે ?
દાદાશ્રી : લોકો દર્શન એકલું સ્વીકારી લે ને આગળ વધ્યા કરે અને આખો આત્મા, ત્યાં આત્મા તો એકલો દર્શન સ્વરૂપ નથી ને, જ્ઞાન-દર્શનચારિત્ર બધા સ્વરૂપે ભેગું છે. લોક જુદું જુદું ક્યાં સુધી સમજે, જ્યાં સુધી પોતાનો સંપૂર્ણ અનુભવ થયો નથી ત્યાં સુધી. એ થયા પછી જુદું જોવાનું હોય નહીં. પણ આપણું અક્રમ વિજ્ઞાન છે એટલે પેલું કાચું ખરુંને બધું, બીજે માલ એટલે પાછું આ જુદું જુદું જોવા નીકળે પાછું. આ શું છે ? તે શું છે ?
પ્રશ્નકર્તા : ના. એટલે આ વસ્તુ અને જોવા જાણવાનું છે ને, એટલે જાણવાપણું, આપે દાખલો આપ્યો કે આ લીમડો છે, આ પીપળો છે અને આ આંબો, એવું આમાં જોવાપણું શું હોય છે ?