________________
દર્શન સામાન્યભાવે, જ્ઞાન વિશેષભાવે !
૩૪૫
૩૪૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
મુકામ જ સ્વદેશમાં !
તમારો મુકામ હોય એ તમારો દેશ. કો'કને પૂછીએ ત્યારે કહેશે, અમદાવાદમાં રહું છું. ફરી પૂછીએ કે ભઈ, અમદાવાદ પણ ક્યાં આગળ ? ત્યારે કહેશે, હાથી પોળમાં કે ફલાણી પોળમાં, ઢાળની પોળમાં. પણ ઢાળની પોળમાં કંઈ આગળ ? ત્યારે કહેશે, ઘર નં.૧. અરે, પણ ઘરમાં તો બધા રહેતા હોય, તું શેમાં રહું છું ? ત્યારે પાછું વિચારમાં પડે આ શું વળી પાછું ?! ઘરમાં તો બધા પંખીડા-બંખીડા બધાય રહેતા હોય. તું શેમાં રહું છું ? ત્યારે કહેશે, એ તો મને ખબર નહીં. પણ હું તો કે ઘરમાં રહું છું. એટલું જાણું. બસ ત્યાં બુદ્ધિનાં બારણાં બંધ. તો તું શેમાં રહું છું?
પ્રશ્નકર્તા : પોતાના દેશમાં, સ્વદેશમાં.
દાદાશ્રી : સ્વદેશમાં, નહીં ? એટલે પછી ત્યાં પોળ-બોળ કશું છે નહીં ને ! બીજે બધે તો પોળો-બોળો બધી એડ્રેસવાળી. આને તો એડ્રેસ જ નહીં ને ? નહાવા-ધોવાનું કશુંય નહીં ત્યાં આગળ ? કેટલી વાર રહે સ્વદેશમાં? પાછું બહાર નીકળવું પડતું હશેને થોડીવાર ! કેટલી વાર રહેવાય છે ?
દાદાશ્રી : હોમમાં જ હોય છે. પ્રશ્નકર્તા : ફોરેનમાં ગયો એના કયા લક્ષણ હોય ?
દાદાશ્રી : અજંપો થાય. સફીકેશન થાય, બહાર નીકળ્યો કે તરત એ જાણવામાં રહ્યો હોય. જોવામાં રહે તો પોતાની ઓફિસમાં રહીને જોઈ શકે અને જાણવા આવ્યો ત્યારે બહાર આવવું પડે. મૂઆ, તારે આ શું કામ હતું આ જાણીને અત્યારે તો ?! એ જ ઉપાધિને બધી. વિગતવાર જાણવા નીકળ્યો, ઈન ડિટેલ્સ. ત્યારે કહે, મારે તો ડિટેલ્સમાં શું છે, જાણવું છે. અલ્યા પણ ડિટેલ્સ, મેલને પૂળો ! આ બધુંય પૂળો છે. સળગાવ એક બાજુથી.
પ્રશ્નકર્તા: આમાં જાગૃતિ રાખવી પડે કે પાછું આમ બહાર નીકળી જાય, પાછું અંદર ઘુસી જવાનું એવું બધું.
દાદાશ્રી : લક્ષણ દેખાય છે બહાર આવ્યાના? પ્રશ્નકર્તા તરત જ દેખાય. એ તો ખબર પડે કે આ બહાર ગયું.
દાદાશ્રી : બહાર કેમ જાય, તે અંદર પોતાના સ્વદેશમાં રહી, હોમ ડિપાર્ટમેન્ટમાં રહીને જોયા કરે. કારણ કે એને કંઈ ભીંતો નથી. એટલે ત્યાં રહીને વિચાર આવે તેને જોયા કરે. આમાં ફોરેનમાં શું શું થાય છે એ બધું પોતાની રૂમમાં બેસીને જોયા કરે.
પ્રશ્નકર્તા: જોવામાં ચૂક થાય તે ઘડીએ એ ક્યાં હોય છે? હોમમાં જ હોય છે ?
પ્રશ્નકર્તા : એ જાણનાર ઉપર ઉપયોગ હોય, એ જાણવા ગયો કે આમ ગયો, એવું પોતે જોઈ શકે ખરું ?
દાદાશ્રી : હા, એ થઈ શકે પણ તે પૂરેપૂરું ના રહે કારણ કે જાણવામાં એ પોતે છે ને ! આ શું છે, આ શું છે, એવું જાણવા જાય ઈન ડિટેલ્સ, એ ડિટેલ્સ ના જાણે તો ના ચાલે ?
પ્રશ્નકર્તા : ચાલે. જરૂરત પણ શું છે ? જરૂરત જ નથી. દાદાશ્રી : પણ પેલી બુદ્ધિ છે ને, એ ડિટેલ્સવાળુ ખોળે. પ્રશ્નકર્તા ઃ આપને જાણવાનું કેવું હોય ? જાણવામાં પડો?
દાદાશ્રી : જાણ્યા પછી હવે અમારે શું જાણવાનું રહ્યું ? બધું જાણીને બેઠેલા છીએ. આ વહુનો ભઈ છે, મારે એ સાળો જ છે. એમાં બધી નવી વાત જ શું છે જાણવાની? પછી બાકી રહ્યું તે ફરી ફરી શાનું જાણવાનું છે તે ?!
પ્રશ્નકર્તા : એટલે એ જાણતાં સુધી પોતે બહાર રહેવું પડે ?
દાદાશ્રી : સલોકેશન થાય, બહાર રહે એટલું સફોકેશન, ગુંગળામણ થાય. વિગતવાર જાણવા ગયા. આ રીંગણા ક્યાંના, આ રીંગણા ક્યાંના ?