________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
૩૩૧
૩૩૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) સીમંધર સ્વામી પાસે જવા માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ ને ! એટલે જન્મતાં તમારે ત્યાં આગળ બધું કપડાં, બંગલો રાજમહેલ જેવો તૈયાર બાપા રાખે. બંગલો બાંધવાનો નહીં, બંગલો બાંધો એ પુણ્યાનુબંધી પુણ્ય ના કહેવાય. એ તૈયાર બંગલો હોય અને ત્યાં ભઈ આવે. બધું તૈયાર જોઈએ કે ના જોઈએ? પાછાં દર્શન કરવા જઈએ તો ઘોડાગાડી જોઈએ. બધું જોઈએ ને ?
પ્રશ્નકર્તા ઃ હા.
દાદાશ્રી : હેય... સીમંધર સ્વામી પાસે ગાડી મૂકી જાય રોજ, પાછી તેડવા આવે.
એટલે આ વિજ્ઞાન છે, તમે જો એક્કેક્ટ હિસાબ કાઢી લો તો એવું સુંદર વિજ્ઞાન છે. સિદ્ધાંતિક અને અવિરોધાભાસ. વિરોધાભાસ કોઈ જગ્યાએ ના હોય !
આ દ્રવ્ય એટલે લોકો અહીં આ સમજે. તે હું ચાલવા દઉં. મેં કહ્યું, ઇંડોને, જ્યારે ત્યારે સમજશે. દ્રવ્ય ઘાલે તો બધી કેટલી ચીજો ઘાલવી પડે, ટેબલ ના ઘાલવું પડે ? પૂજા કરીએ, ફલાણું કરીએ, ફલાણું જે કરીએને, એ બધા દ્રવ્યકર્મ એવું ઘણાં સમજે છે, ભાવકર્મનું ફળ આવ્યું કહે છે. હોય એ દ્રવ્યકર્મ, આ તો નોકર્મ છે. અને નહીં તો સૌથી સારું આમના જેવું કંઈ જાણવું કરવું નહીં ને આ દાદાએ કહ્યું એ સોનું.
વિજ્ઞાતથી ઊડ્ય ભાવકર્મ ! આ ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ - ત્રણ કર્મો ઉપર આ જગત ઊભું રહ્યું છે. તે આ આખા ક્રમિક માર્ગના જ્ઞાનીઓ એ બધાંય ભાવકર્મ ઉપર રહેલાં છે. અને એ ભાવકર્મને દિવસે દિવસે ઘટાડતા જવાના છે, ક્રમે ક્રમે. ક્રમિક માર્ગને એટલે ક્રમે ક્રમે. હવે “એ” ભાવકર્મ ઘટાડે તેમ તેમ છે તે પેલી બાજુ ભાવકર્મ ઓછા થતાં જાય, તેમ તેમ સ્વભાવ ઊઘડતો જાય. અને આપણે શું કર્યું, કે ભાવકર્મ ઉપર આખું જ છે, તે ભાવકર્મ જ ઉડાડી મેલ્યા. કારણ કે ‘તમે’ ‘ચંદુભાઈ છો', તો ભાવકર્મ થાય ને ?!
‘આ’ વિજ્ઞાનમાં તો ચાર કષાય ઊડી જ ગયા ને ! એટલે છે તે ભાવકર્મ રહ્યું જ નહીં. ભાવકર્મ રહ્યું નહીં એટલે આ આવતા ભવના નવા દ્રવ્યકર્મ એટલે આ આઠ કર્મો છે, એ બંધાય નહીં. કારણ કે ભાવના કર્તા ‘તમે રહ્યા નહીં..
પ્રશ્નકર્તા : એટલે પેલી બેટરી જે ચાર્જ થયા કરતી હતી કાયમ, તે હવે ચાર્જ નહીં થાય ?
દાદાશ્રી : ના, ચાર્જ નહીં થાય. એટલી ચાર્જ થશે કે મારી આજ્ઞા તમે પાળો છો ને એટલી ચાર્જ થશે તે, તો એક અવતાર માટે તો પુણ્ય જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા ઃ એ આજ્ઞા પાળવામાં જે કંઈ કર્તુત્વ ભાવ આવે છે, એને પરિણામે આ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે ?
દાદાશ્રી : બંધાયને ! આવતો ભવ જોઈએ ને ! આવતો ભવ