________________
૩૩૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) જાણવાનું ? આમાં દર્શન ને જ્ઞાન કયા ? બે જુદા કેમ ?
એટલે દર્શન-જ્ઞાન બે જુદી વસ્તુ છે. જગતને આ સમજવા માટે પણ ઘણો ટાઈમ લાગે એવી વસ્તુ છે. અને જ્ઞાની જો ફોડ પાડે તો સહેજમાં સમજાઈ જાય. એટલે દર્શન-જ્ઞાન લોકોને નથી સમજાયું. દર્શન-જ્ઞાનની વાત આવે ત્યાં ફીલોસોફરે ય બંધ હોય. જ્યાં જુઓ ત્યાં આ દર્શન-જ્ઞાન સમજાયું નથી.
પ્રશ્નકર્તા : બુદ્ધિની પરનો વિષય છે ને?
દાદાશ્રી : હા, બુદ્ધિની પરનો વિષય ! હવે ભેદ તો જ્ઞાનગમ્ય છે. છતાં પણ તમને કંઈક બુદ્ધિથી સમજાય એટલા માટે દાખલો બતાવું.
હવે આ દર્શન-જ્ઞાન, એ તમને વિગતવાર સમજણ પડે એટલા માટે દાખલો આપું તો બુદ્ધિમાં બેસે ને તમને એમ લાગે કે “ના, આ વાત ખરી છે.” બાકી બીજું તો હું જ જોઈ શકું.
[૩.૧] કંઈક છે એ દર્શત, શું છે એ જ્ઞાન !
દર્શત અને જ્ઞાત, બુદ્ધિગમ્ય ફોડ ! પ્રશ્નકર્તા ઃ જોયો અને દ્રશ્યોમાં તફાવત શું છે કહે છે તે સમજાવવા કૃપા કરશો.
દાદાશ્રી : તને શું સમજાયું ? જોયો ને દ્રશ્યો ?
પ્રશ્નકર્તા : શેયો એટલે આપણે ખાલી અંદરથી જાણવાનું હોય. દ્રશ્યો આપણે બહારથી જોઈ શકતાં હોઈએ.
દાદાશ્રી : એવું નથી. ભગવાને દર્શન અને જ્ઞાન બે શબ્દ મૂક્યા. સાહેબ, એકલું જ્ઞાન મૂક્યું હોત તો ના ચાલત? જ્ઞાનમાં બધું આવી જ જાયને દર્શન-બર્શન બધુંય ?” ત્યારે કહે, “ના. આનો ભેદ સમજાય નહીં. કેટલાંક દર્શનથી વગર જ્ઞાને ઉકેલ આવે છે. હવે જ્ઞાન-દર્શન અને ચારિત્ર. તેમાં દ્રષ્ટા દ્રશ્યને જુએ અને જ્ઞાતા શેયને જુએ. એકની એક જ વસ્તુ, જ્ઞાતા-દ્રષ્ટા પોતે જ. પણ જ્યારે દ્રશ્યને જુએ ત્યારે એ દ્રષ્ટા કહેવાતો હોય.
જ્યારે શેયને જુએ ત્યારે જ્ઞાતા કહેવાતો હોય. હવે દ્રશ્ય કોને કહેવું ? એક મોટો પ્રશ્ન ઊભો થાય.
એવું છે ને કે જોયું એ તો આ આંખથી જોયું એને જોયું કહેવાતું નથી. એ તો સંસારને માટે જોયું કહેવાય. પણ આમાં કયું જોવાનું ને
આપણે અહીં બધા બેઠાં છીએ, પેલા રૂમમાં કંઈ અવાજ થાય, એટલે એક જણ શું કહે, “કશુંક છે'. હવે બિલાડી છે કે કૂતરું છે, શું ખબર પડે ? પણ “કંઈક છે' એ તો આ લોકો જાણે છે કે નહીં જાણતા ! ના જાણે ?! કંઈક છે એવું ખબર પડે ?!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : “શું છે? એ ખબર ના પડે વખતે, કૂતરું છે કે બિલાડી, એમાં શું હોય કેવી રીતે કહેવાય ? અગર નાના બાબાએ હાથ માર્યો હોય ! પણ ‘કંઈક છે” એવું ખબર પડે કે ના પડે ?! તમને હઉ ખબર પડે ?!.
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એ શું કહેવાય ? એ જ્ઞાન કહેવાય કે દર્શન ? કે દ્રષ્ટિ કહેવાય ? “કંઈક છે' એવું જ્ઞાન થયું એ શું કહેવાય ? બધાય કહે છે, કંઈક છે. પણ આપણે પૂછીએ કે ‘શું છે એ બોલને ! એ કેમ ખબર પડે ? “કંઈક