________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
૩૨૯
૩૩૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મનું જ ફળ ?
દાદાશ્રી : એ દ્રવ્યકર્મ ના હોત તો આ હોત નહીં. દ્રવ્યકર્મને લીધે આ ભાવકર્મ, નોકર્મ થાય છે એટલે આપણે મિથ્યાદ્રષ્ટિ જ આખી ઊડાડી મેલીએ છીએ. એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બધું ‘આપણને અડે નહીં. દ્રવ્યકર્મ- ભાવકર્મ-નોકર્મ બધું ઊડાડી મેલ્યું બધું. એટલે આપણે કહ્યું ને, “હું ભાવકર્મ- દ્રવ્યકર્મ-નોકર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું.' એટલે અહીંયા દ્રવ્યકર્મ ય નથી ને ભાવકર્મે ય નથી, નોકર્મે ય નથી. આ અમને દ્રવ્યકમ્ ય નથી, ભાવકર્મે ય નથી ને નોકર્મે ય નથી..
અર્પણ ક્યું જીવતું તે રહ્યું મડદાલ ! દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ અર્પણ કર્યું, પણ એ સમજાય નહીંને ! કર્મ માત્ર બધું અર્પણ થઈ ગયું છે. કારણ કે હું તમને કહી દઉં છું બોલો, ‘હું ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બધા તમને અર્પણ કરી દઉં છું.” ત્યારે કહે, ‘મારી પાસે નહીં રાખવાનાં ?” ત્યારે કહે, “ના, જો રાખવાં હોય પહેલાં તું કહી દે મને, તો તમારી પાસે રાખજે.' ત્યારે કહે, “ના, મારી પાસે નહીં રાખવાં.' પછી શેનું હોય ? સોંપ્યા પછી આપણે શું ?
સમજ્યા વગર બાકી રહેલુંને બધાનું ? તમે સોપ્યાં ના હોય તો ભાવકર્મ ચાલુ હોય અને કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : આપનું કહેવું સાચું પણ તેની મહત્ત્વતા હવે સમજાઈ.
દાદાશ્રી : સમજમાં આવવું જોઈએ. બરાબર છે, એ ગેડમાં નહીં બેસી ગયેલું ?
પ્રશ્નકર્તા : એમ ખબર છે કે આપણને ભાવકર્મ નથી.
દાદાશ્રી : હા, એ ભાગ્યે જ કોઈક મહાત્માને ગેડમાં બેઠેલું હોય. અડસટ્ટે ચાલે છે મારા ભાઈ. બાકી એવી સમજ ના પડે, રામ તારી માયા.
પ્રશ્નકર્તા : આ વાત સમજાઈ એટલે તો કલ્યાણ થઈ ગયું મોટું.
દાદાશ્રી : આ વાત સમજાઈ તો ઉકેલ જ આવી ગયો ને ! પણ સમજાય નહીં ને ? આ તો અક્રમ છે એટલે ચાલ્યા કરે છે. ના સમજાય તો ય ચાલ્યા કરે. આ નાના છોકરાનું ય ચાલે છે ને !
મારું માનતો'તો, તે બધું આપને અર્પણ કરી દીધું. મારાં ભાવકર્મ, મારાં નોકર્મ, મારા દ્રવ્યકર્મ, મારું મન, મારું શરીર, મારું વચન એ બધું તમને સોંપી દીધું.
પ્રશ્નકર્તા : એ તો એવું હું વિચાર કરતો'તોને, આ બધું અર્પણ કરીએ છીએ ખરાં, કાંઈક દેતાં તો છીએ એ જ નહીં.
- દાદાશ્રી : ના, પણ એ જો સમજમાં બેસી જઈને (બેસે પછી) સોંપે, એ તો કલ્યાણ જ થઈ જાય. પણ એ સમજમાં બેસે નહીં ને ! હજી કેટલાંય મહાત્માઓ નોકર્મને સમજતાં નથી. મોટા મોટા મહાત્માઓ છતાંય ગાડું ચાલે છે. આપણે જાણીએ કે આગળ ઉપર સમજી જ લેશે !
પ્રશ્નકર્તા: મન-વચન ને કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ ને નોકર્મ દાદાને અર્પણ કરી દઉં છું. પણ પછી પાછો હું તો ભોગવું જ છું. મેં અર્પણ કર્યા કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : જીવતો ભાવ અર્પણ કરી દીધો અને મડદાલ પાસે રહ્યો. એટલે જીવતું મન, જીવતી વાણી ને જીવતો અહંકાર. એ જીવતું બધું અર્પણ કરી દીધું. અને બીજું તમારી પાસે જે રહ્યું એ ફળ આપવા તૈયાર થયેલાં, તેટલાં રહ્યાં તમારી પાસે.
પ્રશ્નકર્તા : આ હું પહેલીવાર સમજ્યો. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ આપને સોંપી દીધા છે. એનું મહત્વ પણ પહેલીવાર સમજ્યો.
દાદાશ્રી : સમજાયુંને ? તમે પહેલી વખત સમજ્યા પણ કેટલાંયને
આપણે દ્રવ્યકર્મ બોલીએ છીએ તે આ એમ સમજે કે પૈસા જરૂર પડશે હમણે એવું, તો ય ચાલે, ગાડું ચલાવી લેવાનું. એનો ફોડ પાડવા જઈએ તો બગડી જાય. આ દાદાના આધારે આધારે ચાલે છે ને !