________________
૩૨૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
કર્મ જ બંધાતાં અટકી જાય.
રખ લક્ષમાં ચશ્મા, પોતે તે બાહ્ય ચીજો !
બે વસ્તુ સાથે રાખવાથી, બન્ને પોતાના ગુણધર્મમાં રહી અને ત્રીજો ગુણ ઉત્પન્ન થઈ જાય છે, વ્યતિરેક ગુણ. એ વ્યતિરેક ગુણ એનાથી ચમાં બંધાય છે.
આત્મા સ્વભાવમાં જ છે, પણ ધુમ્મસ બહુ છે તેથી દેખાય નહીં. ધુમ્મસ જાય એટલે દેખાય. દ્રવ્યકર્મ ધુમ્મસ જેવું છે. ધુમ્મસમાંથી બહાર નીકળે ત્યાર પછી ય ‘એને કેટલાંય કાળ સુધી અસર રહે. ‘જ્ઞાની' તેને છોડી આપે.
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
૩૨૩ દાદાશ્રી : નોકર્મ એટલે ડિસ્ચાર્જ, સ્થળ બધું.
પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મ ને નોકર્મ એકબીજાનાં અનુસંધાન જેવા નથી લાગતા ?
દાદાશ્રી : એવું છે ને, દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે અને ભાવકર્મમાંથી નોકર્મ ઉત્પન્ન થતી વખતે, દ્રવ્યકર્મ બીજા બદલાય.
પ્રશ્નકર્તા : એક દાખલો આપો.
દાદાશ્રી : ‘તમને કોઈ ગાળ ભાંડે, તે ઘડીએ તમારો “ભાવ” બદલાઈ જાય.
પ્રશ્નકર્તા : ગાળ ભાંડી એ શું કહેવાય ?
દાદાશ્રી : એ નોકર્મ કહેવાય. ગાળ કોઈક ભાંડે છે, તે તો નોકર્મમાં જાય, પણ ‘તમારી’ એ (મૂળ) ‘દ્રષ્ટિ બદલાઈ જાય. તો એમાંથી દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય. રૌદ્રભાવ ઊભા થાય એ ભાવકર્મ કહેવાય અને રૌદ્રભાવ ઊભાં થતી વખતે જે મહીં મૂળ મશીનરી, આ લાઈટ દેખાય (દબાય), ‘દ્રષ્ટિ’ બગડે તે દ્રવ્યકર્મ. આ તમને (મહાત્માઓને) નકર્મ વખતે ‘દ્રષ્ટિ’ ના બગડે. ભાવ ઊભા થાય તોય ‘દ્રષ્ટિ’ બગડે નહીં. કારણ કે હિંસક ભાવ નથી. દ્રષ્ટિ ના બગડે એટલે ચાર્જ ના થાય. દ્રષ્ટિ બગડે તો જ ચાર્જ થાય. દ્રષ્ટિ ના બગડે તો ભાવકર્મ જે થયા ને એ પણ છે તે ડિસ્ચાર્જ છે. ભાવકર્મ ને મૂળ દ્રષ્ટિ બગડે એ બેઉં, એનું નામ ચાર્જ.
પ્રશ્નકર્તા: ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત કેવી રીતે રહેવાય ?
દાદાશ્રી : જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી ભાવકર્મ, નોકર્મ, દ્રવ્યકર્મથી રહિત થવાય જ નહીં. સમ્યક્ દ્રષ્ટિ થાય નહીં ને ! એ મિથ્યા દ્રષ્ટિ બદલાય નહીં. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ બદલાય નહીં ત્યાં સુધી કશું વળે નહીં. આ મિથ્યા દ્રષ્ટિ એ સંસારદ્રષ્ટિ છે. પેલી સમ્યક દ્રષ્ટિ એ આત્મદ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ જુદી છે. સમ્યક્ દ્રષ્ટિ થયા પછી ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બધું જુદું જુદું થાય અને પછી છૂટી જાય. પછી છૂટું જ રહ્યા કરે.
જે આવતાં ભવને માટે બીજ નાખે છે તે ભાવકર્મ. જે બીજ વગરનાં કર્મ છે એ નોકર્મ. અને દ્રવ્યકર્મ શું છે ? એ ગયા અવતારનાં કયા ચમા લાવેલો છે ? ચાર નંબરનાં, આઠ નંબરનાં કે બાર નંબરનાં ચમાં છે ! જેવા ચમાં લાવ્યો, તેનાથી આખી જિંદગી દેખાય. ચમાં લઈને આવ્યો હોય, તે પ્રમાણે સૂઝ પડે.
દ્રવ્યકર્મમાં શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત શક્તિઓ છે. પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂછિત ભાવ, મોહ લાવેલો હોય છે.
- પીળા ચમાં ચઢાવે તો જગત પીળું દેખાય. આ ચશ્માનો ખ્યાલ છે તેથી સમજી જાય કે આ ચશ્માને લીધે પીળું દેખાય છે ! આ પૂર્વજન્મનાં દ્રવ્યકર્મના ચશ્માં ચઢાવ્યાં છે, એનાથી આ બધું દેખાય છે ! જો ચશ્મા લક્ષમાં રહે, પોતે લક્ષમાં રહે અને બહારની હકીકત લક્ષમાં રહે તો કશો વાંધો નથી.
દ્રવ્યકર્મ તો આ જગતના લોકોને સમજાય છે ને એ વાતેય ખરી છે પણ મૂળ વસ્તુ દ્રવ્યકર્મ તો જુદી વસ્તુ છે. દ્રવ્યકર્મ તો જે પેલા આઠ કહેલા છે ને, તે દ્રવ્ય કર્મ. અને આ દ્રવ્યકર્મનું જ ફળ છે આ ભાવકર્મ, નોકર્મ.