________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
૩૨૫
પ્રશ્નકર્તા : એટલે અહંકારને આવાં ચશ્મા હોય છે, એવું ?
દાદાશ્રી : ચશ્મા પહેરવા જ પડે છે ફરજિયાત. એટલે ‘એને’ (અહંકારને) જે દેખાતું હતું તે અવળું દેખાય છે પછી. અવળું દેખાય એટલે અવળું ચાલે પછી.
દ્રષ્ટિ બદલાઈ, દ્રવ્યકર્મથી !
હવે દ્રવ્યકર્મ શું છે કે આંખે પાટા બંધાવીને આ બધું દેખાડે છે. એટલે ‘દ્રષ્ટિ’ બદલાઈ જાય છે, એ બધું દ્રવ્યકર્મથી છે. દ્રષ્ટિ બદલાઈ જાય તેથી. આ શરીર ઊભું થયું. આ શરીર જે ઊભું થયું છે, એ દ્રવ્યકર્મના આધીન જ થયું છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન પહેલાં આપણે જે દ્રષ્ટિથી જગતને જોઈએ, એ દ્રષ્ટિ એ દ્રવ્યકર્મના ચશ્મા છે ?
દાદાશ્રી : દ્રવ્યકર્મના આધારે એ ‘દ્રષ્ટિ’ છે. અને એ દ્રષ્ટિથી આપણે અવળા ચાલ્યા છીએ. પણ આધાર એનો દ્રવ્યકર્મ ખરું. એ દ્રષ્ટિ દ્રવ્યકર્મ ના કહેવાય. આ ચશ્મા તમે કહો છોને, તે દ્રવ્યકર્મ જ કહેવાય, એ બરાબર છે.
નોકર્મ એટલે ડિસ્ચાર્જ થતાં કર્મ અને ભાવકર્મ એટલે ચાર્જ થતાં કર્મ. વચ્ચે દ્રવ્યકર્મ ઊડી જતાં નથી. આપણે ઊંધી ‘દ્રષ્ટિ’ કાઢી નાખીએ છીએ. એટલે એ (મૂળ) દ્રષ્ટિ પેલી બાજુ જતાં જ રહી જાય છે દ્રવ્યકર્મમાં. એ ઊંધી ‘દ્રષ્ટિ’ જ ઊડી જાય છે.
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રનું વચનામૃત છે ને, તેમાં આ ત્રણ ડેફિનેશન આવી આપી છે કે જે ભાવકર્મ છે ને, ભાવકર્મ જે બંધાય છે, એનું જે રિઝલ્ટ આવે એ દ્રવ્યકર્મ.
દાદાશ્રી : એ બરોબર છે. પણ એ રિઝલ્ટ લોકો એમની ભાષામાં સમજે છે. એ આવતાં ભવના ચશ્મા, રિઝલ્ટ એટલે. અને લોકો એમ સમજે છે કે અહીં આગળ આ દ્રવ્ય આવ્યુંને... એ ભાષાય છે, એ કંઇ ખોટી નથી,
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પણ એવું નથી એ દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનો અર્થ સમજાય ને તો તો બહુ કામ કાઢી નાખે.
૩૨૬
પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મનું તમે શું કહેવા માંગો છો ?
દાદાશ્રી : આ દ્રવ્યકર્મ ઊડી જવાથી, તમને દ્રષ્ટિ બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ ?
પ્રશ્નકર્તા : હા, એ બદલાઈ.
દાદાશ્રી : પણ એમને દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મ છે તે દ્રષ્ટિને ઊંધી દેખાડે
છે. દ્રવ્યકર્મના આધારે દ્રષ્ટિ અવળી-ઊંધી થઈ ગઈને, ઊંધી દ્રષ્ટિ જેનાં આધારે જગત ચાલી રહ્યું છે, જેનાં આધારે ભાવકર્મ થાય છે. નહીં તો ભાવકર્મ થાય જ નહીં, જો દ્રવ્યકર્મ ના હોય તો. દ્રવ્યકર્મથી એ દ્રષ્ટિ છે. જે છે તેનાથી કંઈ વિપરીત દેખાડે. વિપરીત દેખાય, એટલે વિપરીત ચાલે પછી.
પ્રશ્નકર્તા : આ જે આપ જ્ઞાન આપો છો, ત્યારે અમારાં ચાર્જ થતાં કર્મો બંધ થઈ જાય છે, તે આ દ્રષ્ટિ બદલી નાખો છો તેથી ને ?
દાદાશ્રી : એ મૂળ દ્રષ્ટિ ઊડી જવાથી ભાવકર્મ બંધ થઈ જાય છે. આત્મજ્ઞાની અને તેમના આશ્રયવાન જ દ્રવ્યકર્મને સમજી શકે. દ્રવ્યકર્મ એટલે પરિણામ પામી ગયેલું હોય, ‘ઇફેક્ટ’ હોય તે.
ભાવકર્મ તે મૂળ દ્રષ્ટિ બગડે, તો ચાર્જ !
દ્રવ્યકર્મ દેખાય એવી સ્થૂળ વસ્તુ જ નથી એ. તે લોકો દેખાય એવા સ્થૂળમાં લઈ જાય છે અને સ્થૂળમાં જ સમજે છે, દ્રવ્યકર્મ. ભાવ એટલે સૂક્ષ્મ અને દ્રવ્ય એટલે સ્થૂળ એવું સમજે છે. ખરી રીતે દ્રવ્ય તો સૂક્ષ્મથી ઊંચું છે વસ્તુ. હવે એ લોકોને શી રીતે સમજાય ? બધું ગેડ બેસે નહીં ને ! ચાલે છે !
પ્રશ્નકર્તા : બહુ ચોખ્ખું ના થયું હજુ.