________________
૩૨ ૧
૩૨૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
ભરેલો માલ તે દ્રવ્યકર્મ તે તે વપરાય ત્યારે તોકર્મ !
પ્રશ્નકર્તા : તો આ વાણી બોલાય છે, એ શેમાં સમાવેશ કરે ? આ નોકર્મમાં જાય ?
વિશ્રા, પ્રયોગસા, મિશ્રા ! પ્રશ્નકર્તા : તો મિશ્રણા અને પ્રયોગસા એને દ્રવ્યકર્મ ને ભાવકર્મ કહી શકાય ?
દાદાશ્રી : વાણી બે રૂપે છે. એના મૂળ પરમાણુ દ્રવ્યકર્મના છે અને આ અહીંથી બહાર ખેંચાઈને જે સ્વરૂપે નીકળી તે નોકર્મ છે.
પ્રશ્નકર્તા : એટલે જે કોડવર્ડમાં હોય છે ને શોર્ટહેન્ડ થાય છે ત્યાં સુધી...
દાદાશ્રી : એ બધું દ્રવ્યકર્મમાં અને પછી આ નીકળે છે નોકર્મ. પ્રશ્નકર્તા મોંઢામાંથી નીકળે એ બધું નોકર્મ.
દાદાશ્રી : એવું છે ને, પ્રયોગસા તો પહેલાં થઈ જાય છે. દ્રવ્યકર્મનાં પહેલાં થાય છે. બોલતાંની સાથે જ થઈ જાય. પ્રયોગસા એ પરમાણુ ચોખ્ખા હતા ને, તે બોલવા માંડ્યું “આપણે”. મહીં ભાવ કર્યો, તે તેની સાથે મહીં પરમાણુ પેઠાં. તે બધા જ પરમાણુ રંગાઈ જાય એવાં પ્રયોગસા થઈ જાય.
પ્રયોગસા ક્યાં સુધી કહેવાય ? આ ચોખ્ખા મૂળ વિશ્રયા પરમાણુ છે. કંઈ વાણી બોલ્યા ને મહીં પેઠા એ પ્રયોગસી થઈ ગયા, પછી મિશ્રસા થતાં વાર લાગે, મિશ્રણા થાય ત્યારે એ દ્રવ્યકર્મ કહેવાય. ત્યાં સુધી દ્રવ્યકર્મ કહેવાય નહીં. મિશ્રણા થતી વખતે દ્રવ્યકર્મ કહેવાય અને દ્રવ્યકર્મ થયાં પછી પાછો ઉદય આવે.
દાદાશ્રી : નોકર્મ એટલે તમે માલિક નહીં એટલે તમે જવાબદાર નહીં. માલિક થયા તો જવાબદાર.
પ્રશ્નકર્તા : અને મનના વિચારો આવતા હોય એ શેમાં જાય ?
દાદાશ્રી : એ બધું નોકર્મ.
પ્રશ્નકર્તા : અને મનની જે ગાંઠો પડેલી હોય, ગ્રંથિ મહીં, તે દ્રવ્યકર્મમાં જાય ?
દાદાશ્રી : એ દ્રવ્યકર્મમાં. પ્રશ્નકર્તા : ચિત્ત, બુદ્ધિ અને અહંકાર ? દાદાશ્રી : એ બધું દ્રવ્યકર્મમાં પણ વાપરવા માંડ્યું એટલે નોકર્મ થયું.
પ્રશ્નકર્તા : જ્યારે અંદર સૂક્ષ્મરૂપે પડ્યું છે, ત્યારે દ્રવ્યકર્મ છે અને વાપરવા માંડ્યું ત્યારે નોકર્મ છે.
આમ બહુ ઊંડા ના ઉતરવું. આ ઉતરવા જેવું નથી. આ ભૂલભૂલામણી છે. અમે કહીએ કે ના પસશો મહીં, ના પેસશો નહીં. મહીં પેસશો જ નહીં. આત્મા જ મુખ્ય જાણવા માટે છે. આ ભૂલભૂલામણી છે. એક આત્મા જાણ્યો અને આપણે આ એની મેળે લક્ષમાં આવ્યો, આપણે યાદ ના કરો પણ છતાંય આવે, રાતે તમે જાગો તો આ યાદ એની મેળે આવે ? એ સામો આવે ને !
પ્રશ્નકર્તા : સામો આવે.
દાદાશ્રી એનું નામ સાક્ષાત્કારી જ્ઞાન કહેવાય. હા, અનુભવ જ્ઞાન. હવે આત્મા પ્રાપ્ત થઈ ગયો. પછી એને બીજું બધું જાણીને શું કરવાનું ! ભગવાનનું શાસ્ત્ર તો બહુ ઊંડું છે. એનું તારણ કાઢી શકવાની શક્તિઓ નથી. એટલે લોક આ જાત જાતમાં શબ્દોમાં ફસાયેલું છે.
દ્રષ્ટિ ઊંધી તેથી ભાવકર્મ ! દ્રવ્યકર્મ માણસને કરવાના હોતાં નથી. ભાવકર્મમાંથી ઉત્પન્ન થયાં.
દાદાશ્રી : હા.