________________
દ્રવ્યકર્મ – ભાવકર્મ + નોકર્મ
પ્રગતિ અને આ બ્રાંત પુરુષાર્થ તે ય પણ પ્રગતિ થાય. એટલે આ પુરુષાર્થ મદદ કરે એને. આ જ્ઞાન પછી તમને ભાવકર્મ હોય નહીં. તમે ગમે તે કરો તો ભાવકર્મ ના હોય. કારણ કે દાદાની આજ્ઞા પાળો છો. ભાવકર્મ એટલે શું ? સારું કરો તોય ભાવકર્મ, ખોટું કરો તોય ભાવકર્મ. હવે કર્તા છે ત્યાં સુધી ભાવકર્મ. જેટલું ડીસ્ચાર્જ છે એ બધાં નોકર્મ, ચાર્જ એ ભાવકર્મ.
પ્રશ્નકર્તા : આમ દેખાય ભાવકર્મ જેવું, પણ છતાં એમાં પોતે ભળતો નથી ને ડિસ્ચાર્જ થાય છે. એટલે નોકર્મ થઈ ગયું ?
દાદાશ્રી : એટલે નોકર્મ. બહારના લોકો મહીં ભળે એટલે ભાવકર્મ થઈ ગયું.
ક્રોધ એટલી બધી અગ્નિ ક્યાંથી લાવ્યો ? પરમાણુ રૂપે હતા જ એ. સ્થૂળ થયુંને, બહાર નીકળ્યું એટલે નોકર્મ થઈ ગયું. મહીં છે તેના માલિક છો ‘તમે’, જવાબદાર છો તમે. બહાર નીકળ્યું એના માલિક ના થાવ તો કશુંય નહીં. ક્રોધ-માન-માય-લોભ થતાં હોય અને એના માલિક ના થાવ તો કશું નહીં.
પ્રશ્નકર્તા : આ માલિક ના થવું એ શું છે ?
દાદાશ્રી : માલિક ના થવું એ તો જ્ઞાન છે. પોતે કોણ છું’ એ ભાન હોય ને ! ક્રોધનો માલિક શાથી થઈ જાય છે ? અજ્ઞાનતાથી, અણસમજણથી. માલિક છે નહીં અને માલિક છું માની બેસે છે. બહારના લોકો માલિક છે. એ ખરેખર માલિક છે. એ તો દેખાય છે ને, શ્રીમંત જ દેખાય છે ને (!)
પ્રશ્નકર્તા : એટલે ખરેખર માલિક એ પણ માની બેઠેલી જ દશા
છેને ?
૩૧૯
દાદાશ્રી : એ ખરેખર માલિક જ છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : માન્યું ના હોય તો ચિંતા અને બળતરા ના થાય. માલિક જ છે. એટલે જ્ઞાન ના હોય એ માલિક જ ગણાયને ત્યારે. એમને તું પૂછે, કોણ બોલે છે ? તો કહે, હું જ બોલું છું ને !
૩૨૦
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધું છે એ લોકોને કેવું રહે છે ?
દાદાશ્રી : એ માલિક ના થાય. ભૂલથી થઈ બેસે છે કે આ મને આવું કેમ થાય છે, આવું કેમ થાય છે ? એટલું જ, માને એટલું. વાસ્તવિકમાં એવું નથી.
દેહતી ક્રિયાઓ બધી તોર્મ !
પ્રશ્નકર્તા : તો હવે આ દેહમાં નોકર્મ કઈ જગ્યાએ આવે ? નોકર્મમાં શું સમાવેશ પામે?
દાદાશ્રી : તમામ જાતની ક્રિયા નોકર્મ એટલે ડિસ્ચાર્જ કર્મ. પણ જો કદી અજ્ઞાની હોય તેને ચાર્જ થાય અને જ્ઞાની ચાર્જ ના થવા દે.
ખાધું તે ય નોકર્મ, પણ તીખું લાગ્યું ને મહીં જે અશાતા ઉત્પન્ન થઈ એ દ્રવ્યકર્મ.
પ્રશ્નકર્તા : એ અપયશનામકર્મ, યશનામકર્મ ઉદયમાં આવે પણ એ જે વ્યવહાર બને છે એ નોકર્મનો ગણાય ?
દાદાશ્રી : એ બધું નોકર્મ. ઉદય આવે પછી ફળ આપતું થાય એ
નોકર્મ.
પ્રશ્નકર્તા : એટલે ફળ આપવાના સંજોગો ?
દાદાશ્રી : એ બધું નોકર્મ. મહીંથી બહાર નીકળ્યો ત્યારથી નોકર્મની શરૂઆત થઈ ગઈ.
પ્રશ્નકર્તા : આ નિકાચિત કર્મ છે એ નોકર્મમાં જ આવી જાય ને ? દાદાશ્રી : હા, એ નિકાચિત વળી એથી વળી જબરાં.