________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
તો. પણ અંદર મનમાં એમ થાય કે ‘આ કંઈથી મૂઆ !’ તે ‘આવો પધારો' કહીએ છીએ ને, એ નોકર્મ છે. અને પેલાં ‘કંઈથી મૂઆ’ એ ભાવકર્મ છે.
૩૧૭
નોકર્મ બધાં ઊઘાડાં દેખાય છે. આ બધું લઢેલઢા, માર્ગમારા, આ બધું ધોળે દહાડે છે તે ઊંધું તોલે છે, ફલાણું કરે છે એ બધાં નોકર્મ. અને અંદરથી મનમાં એમ થયું કે આ કંઈથી મૂઆ અત્યારે વળી. એ અંદર ઊંધો ભાવ કર્યો, બગાડ્યો, આમ બહાર છતું રાખ્યું છે, અંદર ભાવમાં કપટ રાખ્યું છે.
બહાર આમ સારી રીતે બોલાવીએ અને અંદર છે તે કપટ કર્યું. એ છે તે માયા કહેવાય. એટલે ક્રોધ-માન-માયા-લોભનાં આધારે જે થાય એ બધાંય ભાવકર્મ.
હવે મહેમાન આવ્યા ને ‘આવો પધારો’ કહ્યું (જે નોકર્મ છે) તેની જોડે એમ નક્કી કર્યું હોત કે બહુ સારું થયું આ આપણે કહ્યું તે ! એટલે એવાં શુભ ભાવકર્મ થયાં, નોકર્મની સાથે ભળીને. તેનાથી આવતા ભવનું દ્રવ્યકર્મનું અજવાળું વધત, આવરણ પાતળાં થાત અને ‘કંઈથી મૂઆ આ અત્યારે’ થયું એ અશુભ ભાવકર્મ થયું. એનાથી દ્રવ્યકર્મનાં આવરણ આવતા ભવના વધ્યા. આ અંધારું થયું, આવરણ આવ્યું જ્ઞાન ને દર્શનનું, એ દ્રવ્યકર્મ. આ એક જ વાક્યમાં ત્રણેવ, નહીં ?! સમજાયું ?
પ્રશ્નકર્તા : હવે આવો બેસો' એમ મોટેથી કહીએ અને અંદરમાં પણ એવો શુભ ભાવ હોય, તો એ શું ?
દાદાશ્રી : એય ભાવકર્મ છે. પેલો અશુભ ભાવકર્મ હતો. આનું પુણ્યફળ આવે અને પેલાનું પાપફળ આવે એટલું જ ફેર, પણ બેઉ ભાવકર્મ.
એટલે મનમાં એમ થાય કે અત્યારે કંઈથી મૂઆ ? તો એનાથી પાપ બંધાયું. એ ભાવનું ફળ પાપ (મળે), એનાથી પાપ ભોગવવું પડશે અને આનાથી શુભ ભાવ કર્યો કે ફળ સારું આવશે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ભાવકર્મનું પરિણામ તો આવતા ભવનું દ્રવ્યકર્મ એટલે આ શરીર બંધાય આનાથી. અને પછી એનાંથી પાછાં નોકર્મ ઉત્પન્ન થાય, નોકર્મ બધાં દેખાય આપણને. તમે ‘આવો પધારો' કહ્યું એ નોકર્મ. ‘અત્યારે કંઈથી મૂઆ’ એ ભાવ એ ભાવકર્મ કહેવાય. હવે એ આવતો ભવ છે તે એનું ફળ આવે, દ્રવ્યકર્મરૂપે ત્યારે એ જાનવરમાં જાય કૂતરાંરૂપે અને કોઈ આવે તો એને ખસેડ ખસેડ કરે, ‘કંઈથી મૂઆ, કંઈથી મૂઆ’ એવું
કરે.
૩૧૮
માલિક તા થાવ, તો કર્મ છૂટયા !
આ ડિસ્ચાર્જ ક્રોધ-માન-માયા-લોભ એ નોકર્મ અને સાચા ક્રોધમાન-માય-લોભ થાય છે એ ભાવકર્મ.
પ્રશ્નકર્તા : દાદા, ભાવકર્મ પણ પૂર્વ સંચિતના આધારે જ થાય ને કે પુરુષાર્થને આધારે ?
દાદાશ્રી : ભાવકર્મ બધાંય છે તે આ પેલી મીણબત્તીમાંથી થવાના, આઠ કર્મના આધારે.
પ્રશ્નકર્તા ઃ તો પુરુષાર્થ ક્યાં રહ્યો ?
દાદાશ્રી : પુરુષાર્થ કશોય નહીં. પુરુષાર્થ તો ભાવકર્મ થાયને, એને ‘પોતે’ જાણી અને એને સમભાવમાં લાવે, તેનું નામ પુરુષાર્થ.
પ્રશ્નકર્તા : એ લાવવાનું પણ કર્મને આધીનને ? દાદાશ્રી : ના, કર્મના આધીન નહીં, એ જ્ઞાનને આધીન. પ્રશ્નકર્તા : જો આ પુરુષાર્થ ભાગ ના હોય, તો પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય ને ?
દાદાશ્રી : હા, એ બરોબર છે. કર્મ શક્તિમાન છે એ પણ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ એ ભ્રાંત પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે પ્રગતિ. એ બે પ્રકારની પ્રગતિ. એક સાચો પુરુષાર્થ, પુરુષ થયા પછીનો પુરુષાર્થ, તેનાથી