________________
૩૧પ
૩૧૬
દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ અંતરાય, બધું આમાં આવી ગયું છે, દ્રવ્યકર્મમાં.
તથી ભાવકર્મ સ્વસત્તામાં ! એટલે દ્રવ્યમાંથી પાછો ભાવ અને ભાવમાંથી દ્રવ્ય, દ્રવ્યમાંથી ભાવ અને ભાવમાંથી દ્રવ્ય. બીજમાંથી વડ અને વડમાંથી બીજ. હવે ભાવકર્મ ‘પોતે’ કરે છે. દ્રવ્યકર્મ પોતે નથી કરતો. દ્રવ્યકર્મ એ એનું પરિણામ છે, રિઝલ્ટ છે. આ દ્રવ્યકર્મ એટલે ભાવકર્મનું પરિણામ. પરીક્ષાનો કર્તા એ હોય, રિઝલ્ટનો કર્તા હોઈ શકે ખરો એ ?
પ્રશ્નકર્તા : ખરો કર્તા તો ભાવકર્મને ?
દાદાશ્રી : હા, પણ તે ય નૈમિત્તિક, ખરેખર નહીં, એક્ઝક્ટ નહીં. એક્કેક્ટ હોય તો આમ ફેરવી નાખે, તરત મોક્ષમાં લઈ જાય. પાછલાં દબાણથી એકદમ સુખમાં હોય. એટલે સુખના દબાણથી ભાવકર્મ બધા સુખના બંધાય, પુણ્યના સારા વિચારો ભેગા થાય અને દુ:ખનું દબાણ હોય ત્યારે પાપના વિચારો ભેગા થાય. ના કરવા હોય ભાવ તો ય થઈ જાય. એટલે ભાવકર્મ આપણી સત્તામાં નથી.
પ્રશ્નકર્તા : આપ એવું બોલ્યા હતા કે આ ભાવકર્મને આ વર્લ્ડમાં એક પણ માણસ સમજ્યો નથી અને સમજ્યો હોય તો હું પગે લાગું.
દાદાશ્રી : પણ શી રીતે સમજે, ભાવકર્મ સમજવું એ કંઈ જેવી તેવી વાત છે ? ભાવકર્મ સમજવું એટલે ભાવને બંધ કરી દે ત્યાં આગળ. એ સમજ્યો તો એ ભાવને બંધ કરી દે માણસ. આ તો પોતાપોતાની ભાષામાં સમજી ગયા છે ભાવકર્મને. એ પાટો જે છે આંખનો તે સમજાય, તો પેલાં ભાવકર્મ સમજાય.
ફરી માત્ર ‘દ્રષ્ટિ' જ ! પણ આ દ્રવ્ય કર્મ છે તો આ ભાવકર્મ થાય. આ ના હોય તો ભાવકર્મ ના થાય. હવે ભાવકર્મ એ ચાર્જ કર્મ છે. ગયા અવતારે જે ભાવકર્મ કરેલા, તે આ અવતારમાં નોકર્મ આપણને ફળ ભોગવવા પડે,
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ડિસ્ચાર્જરૂપે. નોકર્મની બહુ કિંમત નથી, કિંમત ભાવકર્મની છે. જે ડિસ્ચાર્જ કર્મ છે, એ બધા નોકર્મ અને એમાંથી કૉઝિઝ ઉત્પન્ન થાય છે એ ભાવકર્મ, ચાર્જ કરે છે તે. પણ આ દ્રવ્યકર્મના નિમિત્તથી જ આ છે. હવે છે તે આ દ્રવ્યકર્મમાં અમે શું ફેરવી આપ્યું કે ‘તમારી’ ‘દ્રષ્ટિ’ જ ફેરવી આપી. ‘હું ચંદુભાઈ છું’ અને ‘હું આનો ધણી છું” એ બધી ‘દ્રષ્ટિ' ઊડી ગઈ અને ‘હું શુદ્ધાત્મા છું' એ જ દર્શન આપ્યું. એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલી દ્રષ્ટિ બગડી'તી એટલે જ્ઞાન અવળું થયું'તું. આ ‘દ્રષ્ટિ’ બદલાય એટલે પછી જ્ઞાન બદલાય એટલે ચારિત્ર્ય બદલાય.
દ્રવ્યકર્મ તો દેખાય તીર્થકરોને જ ! પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મ શેનાથી ઓળખી શકાય એવું છે તે કહો.
દાદાશ્રી : એવું છે ને, દ્રવ્યકર્મ તો આ લોકભાષામાં જે પ્રવર્તે છે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ જે કર્મ કરવામાં આવે છે તે બધા દ્રવ્યકર્મ છે. પણ એ બધા તો નોકર્મ છે. ઈન્દ્રિયમાં, અંતઃકરણ બધુંય સાચું, આમ ઊઘાડા દેખાતા હોય તે કર્મ નોકર્મ. એનાથી બીજું ભાવકર્મ, જે ઊઘાડું ના દેખાય, જ્ઞાની એકલાં જ જોઈ શકે.
પ્રશ્નકર્તા : નોકર્મ કયા ? દાદાશ્રી : આ તમને જે દેખાય તે બધાં. પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મ ?
દાદાશ્રી : જે ના દેખાય છે. દ્રવ્યકર્મ તો મને સમજાય ખરું, પણ તીર્થંકરોને જ દેખાય. મને સમજાય ખરું અને તમને સમજાયે ય નહીં.
સૂક્ષ્મ ભેદ ભાવકર્મ-તોકર્મ તણા ! પ્રશ્નકર્તા : ભાવકર્મ ને નોકર્મનો સૂક્ષ્મ ભેદ દ્રષ્ટાંત આપી સમજાવો.
દાદાશ્રી : ભાવકર્મ શું છે ? રાતે અગિયાર વાગે આપણે ઘેર કોઈ માણસો આવે. તેને “આવો પધારો’ કહીએ પાંચ-સાત જણ આવ્યા હોય