________________
૩૧૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એટલે ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બે વચ્ચે કંઈ ભેદરેખા નથી ?
[૨.૧૪] દ્રવ્યકર્મ + ભાવકર્મ + નોકર્મ
ત્રિકર્મોમાં કર્તાપણું પોતાનું કેટલું ?
પ્રશ્નકર્તા ઃ તો નોકર્મથી ભાવકર્મ જુદા કેવી રીતે ? આમ વિગતવાર સમજણ પાડોને !
દાદાશ્રી : હા, એ સમજાવું. એ બહુ સમજવા જેવી વસ્તુ છે.
આ ત્રણેવ કર્મ કરીને તે બધું આ. જેને આપણા લોક કહે છેને કર્મ બાંધું છું, તે આ ત્રણેવ છે તે એના ભાગ જુદા પાડેલા.
ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ - આ ત્રણ જ કર્મને લઈને જગત ઊભું રહ્યું છે. આ ત્રણ કર્મ ઊડી જાય તો ખલાસ થઈ જાય. ત્રણ પ્રકારના કર્મો છે. એથી ચોથા પ્રકારના કર્મો જ ન હોય. તેમાં દ્રવ્ય કર્મ પોતાના હાથની સત્તા નથી. દ્રવ્યકર્મ પરિણામ છે ને નોકર્મય પરિણામ છે. પણ દ્રવ્યકર્મનો તો બિલકુલેય કર્તા નથી અને નોકર્મનો તો પોતે કર્તા અગર અકર્તા બંને રીતે છે. અજ્ઞાન દશામાં નોકર્મનો કર્તા બને છે ને જ્ઞાન દશામાં અકર્તા ! પણ મુખ્ય કામ કરે છે કયા ? ભાવકર્મ. ભાવકર્મનો એ કર્તા અજ્ઞાનતામાં થાય જ છે. ક્રોધ-માન-માયા-લોભ ના હોય, એ જતાં રહે એટલે થઈ રહ્યું, મુક્તિ.
દાદાશ્રી : દ્રવ્યકર્મ એ જુદી વસ્તુ છે, દ્રવ્ય કર્મ એટલે પછી પીળા પાટા હોય તો પીળું દેખાય, લાલ પાટા હોય તો લાલ દેખાય. મૂળ વસ્તુ એવી હોતી નથી. તેથી ‘એને’ ભાવકર્મ ઉત્પન્ન થાય છે. અને એ ભાવકર્મ ફરી પાછું શું થાય ? ભાવકર્મ, નોકર્મ ભેગાં થઈ અને પછી ફરી દ્રવ્યકર્મ ઊભું થાય પાછું. એટલે કારણમાંથી કાર્ય અને કાર્યમાંથી પાછાં કારણ. કાર્ય-કારણ સંકલના છે બધી આ.
ભાવકર્મના પરિણામે દ્રવ્યકર્મ તે તેનાથી લોકર્મ !
એટલે ભાવકર્મની મા (ઓરિજિનલ, મૂળ મહાકારણ) દ્રવ્યકર્મ, ભાવકર્મ જો છોકરો હોય તો એની મા કોણ ? ત્યારે કહે, દ્રવ્યકર્મ. ત્યારે કહે, (ઓરિજિનલ મૂળ) દ્રવ્યકર્મ છોકરો હોય તો એની મા કોણ ? તો કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ એની પેઢી પૂરતી વાત. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ પછી એ દ્રવ્યકર્મ થયા. અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થયા વગર રહે નહીં. પાછું આ ભાવકર્મના પરિણામ શું ? ત્યારે કહે, ભાવકર્મના પરિણામે દ્રવ્યકર્મ થાય અને દ્રવ્યકર્મમાંથી ફળ ઉત્પન્ન થયા એ નોકર્મ બધાં. એટલે દ્રવ્ય કર્મ એટલે આ દેહ ભેગો થયો અને પાટા ઉત્પન્ન થયા. પાટા એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય. પછી આ દેહ એટલે કે નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય.
આપણે” જે કર્મો કરેલાં તેનાં ફળરૂપે આ દેહ મળ્યો. હવે દેહના, મનવચન-કાયાના બધાં કર્મ ભોગવવા પડે એ છે તે નોકર્મ.
પ્રશ્નકર્તા ઃ દેહ છે તે દ્રવ્યકર્મનું સાધન છે કે દ્રવ્યકર્મ છે ?
દાદાશ્રી : દેહ એ દ્રવ્યકર્મ છે અને ભાવકર્મનું સાધન છે. દ્રવ્યકર્મ એટલે શું ? પરિણામ. દેહાધ્યાસ સાથેનાં ભાવકર્મ, એનાથી દ્રવ્યકર્મ ઉત્પન્ન થાય છે તેથી પછી દેહ બંધાય. શાતા વેદનીય થાય, અશાતા વેદનીય થાય અને ઊંધા પાટા બંધાય. એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને