________________
નોકર્મ
૩૧૧
૩૧૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એટલે નોકર્મ આવું છે, ખાલી ભડકાટ. એટલે આ નર્યું સ્થિરતા બહુ હોય અમારામાં. અમુક જાતના અવાજ થાય ત્યાં સુધી કશું જ નહીં. કોઈ ગયા અવતારમાં કે પહેલાના અવતારમાં સાંભળ્યા જ ના હોય ને, નવી જાતનું ચીબડીયું બોલે એકદમ, તો હાલે પાછું. મહીં સ્થિરતા ના છોડે.
આ મહાત્માઓ મહીં સ્થિરતા બિલકુલેય છોડતા નથી. હેય.... ભડકે છે આખું શરીર, સહેજ આમ આમ થઈ જાય.
પ્રારબ્ધ એ જ લોકર્મ! હવે ખરેખર નોકર્મનો આમ બીજી રીતે અર્થ લેવા જાવ તો શું છે? ત્યારે કહે, પ્રારબ્ધકર્મ. એ સંચિત નહીં.
પ્રશ્નકર્તા: સંચિતનો થોડો ભાગ પ્રારબ્ધ તરીકે આવ્યો છે ?
દાદાશ્રી : એ પ્રારબ્ધ ફળ આપવા તૈયાર થયા. સંચિત છે તે આ આઠ કર્મો છે ને, જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. એ બધાં સંચિત છે. એમાંથી જેટલાં ઉદય આવી ગયા, ફળ આપવા સન્મુખ થયાં, એટલા છે તે પ્રારબ્ધકર્મ, આંબામાં કેરીઓ તો વીસ વર્ષની કે પચ્ચીસ વર્ષની કે પચાસની હશે પણ મહીંથી એક જે વર્ષનું ઉદય આવ્યું, એટલે એટલાં પ્રારબ્ધકર્મ. એટલે નોકર્મ એ પ્રારબ્ધકર્મ.
તોકર્મ એટલે અકર્મ ? પ્રશ્નકર્તા: દાદા, નોકર્મ એટલે જે પાછલા દ્રવ્યકર્મથી ઓટોમેટીક બનતા હોય એને જ નોકર્મ સમજવાના ? તો નોકર્મ બનવાનું કોઈ કારણ તો હશેને, દાદા ?
દાદાશ્રી : કર્મ કરતો દેખાય છતાં અકર્મ હોય, એનું નામ નોકર્મ. પણ તે અકર્મ ગણાય નહીં. અકર્મ તે ક્યારે ગણાય કે એ ‘પોતે' શુદ્ધાત્મા થયેલો હોય તો. નહીં તો કર્મ કહેવાય. એટલે અજ્ઞાનીની આ જે પ્રક્રિયા છેને, તે આમાં જે ભાવકર્મ ઉત્પન્ન થાય છે. તે ભાવકર્મમાંથી આ જે પ્રક્રિયા થઈ અને પછી છે તે દ્રવ્યકર્મ થાય છે.
પ્રશ્નકર્તા: આ પ્રક્રિયા થઈને પછી એટલે ?
દાદાશ્રી : આ ક્રિયામાં ક્રોધ-માન-માયા-લોભ વણાયેલા હોય છે. દરેક ક્રિયામાં ક્રોધ હોય, માન હોય કે લોભ હોય, કંઈક હોય જ. દુકાનમાં જાવ તો કંઈક હોય. તે વણાયેલા છે એમાંથી દ્રવ્યકર્મ ઊભાં થાય છે.
આ અમે જ્ઞાન આપ્યા પછી પોતાને કર્મ જ બંધાય નહીં. આ પાંચ આજ્ઞા આપી છે ને, એ પાળવા પૂરતો જ કર્મ બંધાય. કર્મ ક્યારે બંધાય કે “ચંદુભાઈ છું અને આ મેં કર્યું ત્યારે કર્મ બંધાય. હવે ‘તમે ચંદુભાઈ નથી’ એ વાત તો નક્કી છે ને ! ચંદુભાઈ વ્યવહારથી છે, નિશ્ચયથી તમે ચંદુભાઈ નથી. એટલે કર્મ બંધાય જ નહીં. કર્મ બાંધનારો ગયો. ઈગોઈઝમ હોય ત્યાં સુધી કર્મ બંધાય.
પ્રશ્નકર્તા આપણા મહાત્માઓ માટે અકર્મ કહી શકાય, નોકર્મને ?
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી હવે અકર્મ જ કહેવાય એ બધાં. તે લોક જાણે-જુએ કે કર્મ કરો છો અને હોય અકર્મ. કારણ કે ‘તમે એ કર્મનાં માલિક નથી હવે. જગતના લોકોને તો ભાવકર્મ એ બધું બીજ નાખે છે અને પછી બીજનું ફળ આવે છે.
પ્રશ્નકર્તા : તો બીજ જ ના નાખ્યું હોય તો ?
દાદાશ્રી : તો તો આ દુનિયા હોત જ નહીં ને ! એ બીજ પણ ‘દ્રષ્ટિ’ ઊંધી છે એટલે નાખે, એટલે એના હાથમાં શી રીતે આવે ? એટલે દ્રષ્ટિ બદલી આપે ત્યારે આ બધાં રોગ જાય, નહીં તો સંસાર રોગ મટે નહીં !