________________
નોકર્મ
૩૦૯
૩૧૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નવીનતા લાગી ને હસી પડ્યો. તો એ હાસ્યને કહે છે કે નિર્દોષ માનીએ પણ દોષ જો ન કરે તો. એટલે આપણા મહાત્માઓને નડે નહીંને ! આપણા મહાત્માઓ ફરી સળી કરે જ નહીંને ! સમભાવે નિકાલ જ કરી નાખે ને ! હસે ખરો, ટીખળેય કરે. ટીખળ એ હાસ્યમાં જાય છે, એમાં રાગ-દ્વેષના પરિણામ નથી.
એ નવે કર્મો રાગ-દ્વેષ રહિત રહી શકે છે એવું કહે છે. તેથી નોકર્મો કહ્યા છે. કેવા ડાહ્યા માણસો આ ! એ કહેનારા કેવા ડાહ્યા છે !!
પ્રશ્નકર્તા : દાદા, ભય કેમ રાગ-દ્વેષ રહિત રહી શકે ?
દાદાશ્રી : હં. કહેવાનું, બીજો કોણ કહી શકે ? બીજો કહે તો તો તેલ કાઢી નાખે.
આ સમજવાનું તો કો'ક ફેરો, પણ આ સમજાય નહીં આ કાળમાં. બિચારા કોઈનો દોષ છે નહીં આમાં. શબ્દ તો બરોબર લખેલા છે. આમાં થોડો થોડો ભેદ રહેવાનો, આપણા વિજ્ઞાનમાં ને એમાં ભેદ રહેવાનો. તે બે સરખા અર્થ નહીં આવે કોઈ દહાડોય. કારણ કે એ ક્રમ છે ને આ અક્રમ છે. આપણે અહીં આ બધા જ્ઞાન લઈને ગયાને એટલે અમે તમને કહ્યું કે કર્મ બંધાતા નથી. એટલે બધા નોકર્મ છે એમ કહ્યું. તું ચિઢાઉ દઉં, તેને ય નોકર્મ કહ્યું આપણે. બોલો, હવે એ લોકો શી રીતે માને, એ પછી એ તો ચિઢાય, લાકડી લઈને ફરી વળે ને !
પ્રશ્નકર્તા : પેલા નો કષાયને તમે નોકર્મ કહ્યા, તો અનંતાનુબંધી કષાયનું ચતુષ્ક, પ્રત્યાખ્યાન કષાયનું ચતુષ્ક, અપ્રત્યાખ્યાન કષાયનું ચતુષ્ક એને શું કહેવાય ?
દાદાશ્રી : હા, એ તો ભાવકર્મ છે જ. એમાં બીજો મત નથી કે અનંતાનુબંધી હોય કે ગમે તે પણ ભાવકર્મ છે.
હવે ક્રમિક માર્ગમાં નોકર્મ જુદી જાતના. એ તો નવ પ્રકારના નોકર્મ મૂક્યા. પેલાં રતિ, અરતિ, હાસ્ય, ભય, જુગુપ્સા, શોક, પુરુષ વેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. અને આપણે તો વ્યાપાર કર્યો, અવળું થયું, સ્ત્રી વિષય બધુંય નોકર્મમાં મૂક્યું.
પ્રશ્નકર્તા : જુગુપ્સા એટલે ધૃણા ભાવ કે ધિક્કાર ભાવ કે ચિતરી ?
દાદાશ્રી : ચિતરી ચડે. ચિતરીમાં તિરસ્કાર નથી. આ તને થાય છે છતાં અમે એને નોકર્મ કહીએ છીએ, એ રાગ-દ્વેષ નથી. પગ પડ્યો ખરાબમાં તો મોટુંબોટું બધું બગડી જાય. મેર મૂઆ, દિવેલ પીધા જેવું કેમ થઈ ગયું ? દિવેલથી ય ભૂંડું છે. ભગવાન કહે છે, અમે એને કર્મ નથી કહેતા. આ આવું થયા પછી છે તે પેલા ઉપર વઢવાડ કરે તો બંધાય.
પછી કો'ક માણસ છે તે આમ આમ કરતો હોય, તેમાં કોકને
દાદાશ્રી : ભય રાગ-દ્વેષ રહિત જ રહી શકે, એનો હું દાખલો આપું. આમને જ્ઞાન આપ્યું છે. અહીં એ વિધિ કરે છે. ‘હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ બોલે છે અને પેણે નવી જ જાતનો ભડાકો થયો એટલે એનું શરીર આખું ધૃજે તે હું ય જાણું. એ ભય એને છે. પણ બહારના ભયને ભડકાટ કહેવાય છે. અંદરના ભયને ભય કહેવાય છે. ખાલી આ ભડકાટ એકલો જ થયો, ભય નથી થયો.
પ્રશ્નકર્તા : ભડકાટ થયો, તો આ જે “ભય' શબ્દ વાપરે છે... દાદાશ્રી : એ તો એમની ભાષામાં. પ્રશ્નકર્તા : ભાષામાં પણ એનો અર્થ આપણે ભડકાટ સમજવો.
દાદાશ્રી : ભડકાટ જ સમજવાનો. આ ભય કહી દીધું, તેથી તો મૂઆ ઊંધું ચાલે છે બધું. આ બધા કેટલાક શબ્દોને ચેન્જ કરવાં જોઈએ.
મૂળ શબ્દ લોકોને જડે એવો નથી. જ્ઞાની પુરુષની પાસે બધા મૂળ શબ્દો જડી જાય કે આ શું હકીક્ત છે ને આ શું હકીકત છે. અને ભય લાગતો હોય ત્યાં સુધી તો આત્મા પ્રાપ્ત જ નથી કર્યો ને ભય જો કદી નોકર્મમાં ઘાલો તો એનો અર્થ જ નથી ને મિનિંગલેસ છે.