________________
એમ તે કંઈ થતું હશે ? તે પાડ્યા અંતરાય મોક્ષના ! કોઈ પામતો હોય તેમાં અંતરાય નાખે. દાદાનાં સત્સંગમાં જવા ના દે તે મોટો અંતરાય
પડ્યો !
કેટલાંકને પ્રત્યક્ષ-પ્રગટ આત્મજ્ઞાની મળે છતાં મનમાં એમ થાય કે
આપણે તો આપણા ધર્મનું કરીએ છીએ કે ગુરુનું કરીએ છીએ, આ બરાબર છે, હવે બીજું કેમ કરાય ? આ જ એના અંતરાય. પોતે જ આંતરો નાખ્યો, જે પોતાને જ નડે. જ્ઞાનીના અંતરાય તોડવા શું કરવું ? પોતે જાતે નક્કી કરે કે મારે મોક્ષનો અંતરાય તોડવો છે. પછી જ્ઞાનીને કહે કે કૃપા કરી અંતરાય તોડી આપો. તે જ્ઞાની તોડી આપે.
અંતરાય વગરનો હોય તે તો જ્ઞાનીને દેખતાં જ ઠરી જાય, પામી જાય !
કેટલાંક લોકો તો વર્ષોથી ભાવના કરતા હોય કે દાદાનાં દર્શન કરવા છે, પણ અંતરાય હોય તેથી ના અવાય. માણસને બધાં અંતરાય તૂટે, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય પણ જ્ઞાનાંતરાય જલ્દી ના તૂટે. જ્ઞાનીના અંતરાયવાળો તો દાદાના ઘરના પગથિયા ચઢીને પાછો ઉતરીને જતો રહે ! આવાં જ્ઞાની દસ લાખ વર્ષે જન્મે ! ત્યાં તો કેવા અંતરાય લાવ્યો છે જીવ !
પ્રત્યક્ષના અંતરાય ઘણાંને પડે. પરોક્ષના તૂટેલા હોય. પ્રત્યક્ષનાં અંતરાય જાણકારને હોય, અજાણ્યાને ના હોય.
અંતરાયકર્મ તોડવા શું કરવું ? પ્રતિક્રમણ રોજ કરવું કે ‘હે ભગવાન ! મારા અંતરાયકર્મ દૂર કરો. પાછલી ભૂલો માફ કરો.' રોજ આવી પ્રાર્થના
કરવી.
જ્ઞાન-દર્શનનાં અંતરાય શેનાથી પડે ? આડો માણસ દરેક વાતમાં આડું બોલે. જ્ઞાનીનું આડું બોલે. સંતો-ભક્તોનું આડું બોલે. તેનાથી આવાં અંતરાય પડે.
આત્માને મોક્ષ બહુ દૂર નથી, માત્ર અંતરાય જ વચ્ચે નડે છે ! જ્ઞાન આપી, અજ્ઞાન કાઢી જ્ઞાનાંતરાય જ્ઞાની તોડી આપે. જ્યાં જ્ઞાનીનો, તીર્થંકરોનો
37
વિનય ધર્મ ખંડીત થતો હોય ત્યાં જ્ઞાની પણ અંતરાય તોડી ના શકે. મોક્ષમાર્ગમાં વિનય ધર્મ મુખ્ય છે. તેમાંય જ્ઞાની માટે તો એક અવળો વિચારે ય ના આવવો જોઈએ.
દર્શનમાં હોય પણ વર્તનમાં ના હોય. તે વર્તનનાં અંતરાય હોય તેથી.
કેટલાંક ધર્મના પુસ્તકો બાળી નાખે, મૂર્તિ તોડી નાખે, ફોટા બાળી નાખે, ફાડી નાખે, તેનાથી જ્ઞાનાંતરાય બહુ પડે. કોઈના ધર્મનું પ્રમાણ દુભવીને આપણે ક્યારેય સુખી ના થઈ શકીએ. એનું ફળ આવ્યા વગર ના રહે. હિન્દુ-મુસ્લિમ અંદરોઅંદર ધર્મના નામે કાપાકાપી કરે, તેનું ફળ દરેકને પોતાને અચૂક આવશે જ. એ છોડશે નહીં.
સત્સંગમાં આવવાનો દ્રઢ નિશ્ચય કરે તો સત્સંગના અંતરાય તૂટે. નિશ્ચયમાં એવું બળ હોય છે કે જેનાથી ગમે તેવા અંતરાય તૂટી જાય ! ‘સત્સંગમાં શું રોજ રોજ જવાનું ?” એનાથી પડે સત્સંગનાં અંતરાય ! અનિશ્ચયથી અંતરાય પડે.
અક્રમ જ્ઞાનથી પોતાનું પરમાત્મપદ પ્રાપ્ત થાય છે ! પણ એમાં તન્મયાકાર સતત રહેવાય નહીં ને !
ઇચ્છા કરવાથી અંતરાય પડે ! જેમ ઇચ્છા ઘટે તેમ અંતરાય તૂટે.
જ્ઞાનીને ઇચ્છા જ ના હોય કોઈ. તેથી તેમને કોઈ ચીજના અંતરાય ના હોય. ઠેઠ મોક્ષ સુધીનું નિરંતરાય પદ હોય તેમનું ! જે કંઈ ઇચ્છાઓ દેખાય તે ડિસ્ચાર્જ ઇચ્છાઓ હોય. ચાર્જ ઇચ્છાઓ તો તેમની સદંતર બંધ થઈ ગયેલી હોય !
‘મોક્ષે જતાં કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે !' એવું બોલાય નહીં. એવાં ભાવ રખાય કે મારે મોક્ષે જ જવું છે. એમાં કંઈ પણ વચ્ચે આવે તો ય હું અટકીશ નહીં. પણ બોલવું એટલે ઊઘાડો અહંકાર.
ઇચ્છા ને નિશ્ચયમાં શું ફેર ? ઇચ્છા એટલે પોતાની ગમતી વસ્તુ માટે હોય તે અને નિશ્ચય એટલે નિર્ધાર. એમાં ગમવું ના-ગમવાને કંઈ લેવા-દેવા નહીં. કોઈ કાર્ય કરવું હોય તેનો નિશ્ચય કરવો પડે ને ગમતી
38