________________
પણ ડૉક્ટરે ચરી પાળવાની કહી હોય ! રોટલો ને છાશ જ ખાવ !
ઘણીવાર ફરજોને કારણે સામાને આંતરો પાડવો પડે છે, ત્યારે તેનું તુર્ત જ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ.
બૈરી શરીરે ભારે હોય, જરા ભાત વધારે ખાવા જોઈતો હોય, તો તેને ધણી કચકચ કરે ! ખાવા ના દે ! અલ્યા, તે આ પાડ્યો અંતરાય !
ઘણાંને પ્રશ્ન થાય તો શું ડાયાબિટિસવાળાને મીઠાઈઓ ખાવા દેવી ? એ જો ના માને તો પછી શું થાય? આપણા દેખ્યાનું જ ઝેર છે ને ! છાનોમાનો તો ખાતો જ હોય ને ! જાણે આપણે જોતાં જ ના હોઈએ તેમ રાખવું. હા, આપણે ના ખાશો નહીં કહેવાનું. આપણે એમને વિગતથી બધું સમજાવાનું કે આનાથી શું નુકસાન થાય પણ પોલીસ એક્શન ના લેવાય, સમજાવાય.
આપણે કોઈને ખૂબ આગ્રહ કરીને જમાડીએ તેનાથી પોઝિટિવ અંતરાય પડે ? ના, તેનાથી ઊલ્ટો અંતરાય તૂટે.
આપણા ખેતરમાં ઢોરાં ભેલાડી જતાં હોય તો તેને હાંકી કાઢીએ તેનાથી કંઈ અંતરાય પડે ? ના પડે. ખરેખર અંતરાય એટલે શું ? કોઈ દાન આપતો હોય ને તેને આંતરે કે અહીં ના આપીશ, છેતરાઈશ. તે પોતાની અક્કલ વાપરે કે જો હું કેવી એને સમજણ પાડું છું. હું અક્કલવાળો ને આ કમઅક્કલનો ! આનાથી અંતરાય પડે છે.
બોલ્યા કે અંતરાય પાડ્યા ! એ અહંકાર કહેવાય. પ્રકૃતિ શું કરે છે એ ‘જોયા’ કરવાનું. એક પુદ્ગલ જ જોયા કરવાનું.
દાદાશ્રી કાને ઓછું સાંભળતા. તેનું રહસ્ય ખુલ્લું કરતાં કહેતાં, “ગયા ભવમાં સાચો માણસ અમને એની સાચી વાત કહેવા આવે તો અમે તેને સાંભળીએ નહીં ને છી છીદ્ કરી નાખીએ. અહંકાર કર્યો. ખોટાનું ય ખોટું શાંતિથી સાંભળવું જોઈએ. તે આ છી છી કર્યું, તેનું સાંભળવાના અંતરાય પડ્યા ને ફળમાં આવ્યું બહેરાપણું !'' જો હીયરિંગ એઈડ (સાંભળવાનું મશીન) મૂકાવે તો અંતરાય પૂરા ના પતે. એટલે એમણે તે ના મૂકાવ્યું.
વસ્તુ એક જ વાર ભોગવે તેને ભોગ કહેવાય ને વારેવારે ભોગવે તેને ઉપભોગ કહેવાય. ખાવાનું ભોગ કહેવાય ને કપડાં ઉપભોગ કહેવાય.
મૂળ જ્ઞાનાંતરાય, તેનાથી બધાં અંતરાયો પડે. કોઈને કંઈ પણ પ્રકારનો લાભ થતો હોય, તેને આપણે આંતરીએ તેને લાભાંતરાય પડે.
અનંતવીર્ય તીર્થકરોને હોય. જરાક હાથ મૂકે ને ક્યાંનો ક્યાં ફેરફાર થઈ જાય !
અંતરાયકર્મ તૂટે કઈ રીતે ? જેનાથી અંતરાય પડ્યા, તેના વિરોધી સ્વભાવથી અંતરાય તૂટે.
અંતરાયકર્મની વિધિ કરવાથી જ્ઞાનાંતરાય પડે છે, એમ દાદાશ્રી કહે છે. જ્ઞાનની વિધિ કરવાની હોય તેને બદલે આ અજ્ઞાનની વિધિ કરે છે, તેથી જ્ઞાનાંતરાય પડે.
આયુષ્ય ટૂંકું હોય તો તે આયુષ્ય કર્મના આધીન. ધર્મમાં મતમતાંતરતાથી ઘણાં અંતરાયો પડે છે !
સાચાને સાચો રસ્તો ના કહો તો જ્ઞાનનાં અંતરાય પડે. પ્રત્યક્ષ જ્ઞાની મળે તો તેમની પાસેથી બધાં જ અંતરાયો તૂટે. પણ અંતરાય હોય તો તેને થાય કે ‘હજી શું ઉતાવળ છે ?’ દાદા ભગવાનનું નામ લે તો ય અંતરાય
અંતરાયવાળાને તો પોતે ધીરેલા પૈસા ય પાછાં ના મળે. વરસોના વરસો સુધી ધક્કા ખાયા જ કરવા પડે !
દાદાશ્રી નિરંતરાય પદમાં હતા. વિચાર કરતાં પહેલાં વસ્તુ હાજર!
દવા કરવાથી અંતરાય પડે દર્દ ઉપર ? દવા પીવો તે અંતરાય નહીં પણ દવાના વિચાર કરીએ છીએ તે અંતરાય. ડૉક્ટર ખરાબ છે, વૈદ સારો છે, એ અંતરાય. વિચાર કર્યા તે બધા અંતરાય. આને ‘જોયા’ કરવું એ પુરુષાર્થ !
પ્રકૃતિને આડું અંતરાય નહીં કરવાનાં. આમ કરવું કે ના કરવું એવું
દાદાશ્રી બે કલાકમાં રોકડો મોક્ષ આપતા તોય લોકોને શંકા પડે