________________
[૨.૪] મોહતીયકર્મ
મોહનીય એટલે જે પોતે નથી ત્યાં પોતાપણું માનવું અને જે રિલેશન છે તે પોતાનાં માનવા તે ! આ ધણી-છોકરાં પોતાનાં નથી છતાં પોતાનાં માનવા તે મોહનીયકર્મ.
નગીનદાસ શેઠ કો’ક દા'ડો દારૂ વધારે પી કાઢે ને પછી તે શું બોલે ? ‘હું હિન્દુસ્તાનનો પ્રેસિડન્ટ છું!” આપણે શું ના સમજીએ કે આ દારૂનો અમલ બોલે છે ?! તેવી રીતે ‘હું ચંદુ, આનો દીકરો, આનો ધણી’ એવું બોલવું એ બધું મોહના અમલને લીધે બોલે છે !
મૂળ મોહ, ‘હું ચંદુભાઈ છું' એવું માનવું તે પછી મોહની પરંપરા સર્જાણી.
મોહ, મહામોહ ને વ્યામોહ એટલે શું ? વ્યામોહ એટલે વિશેષ મોહ. એટલે મૂર્છિત થઈ ગયો. બેભાન થયો ને મોહમાં ભાન હોય. મહામોહમાં ય ભાન હોય. ખબર છે કે મોહ કરવા જેવો નથી, છતાં ચશ્માનાં કારણે આકર્ષણ થાય. દેખાતું બંધ થાય, અનુભવમાં આવતું બંધ થાય, તેનાથી મોહ ઉત્પન્ન થાય. બીજા શબ્દમાં દર્શનાવરણ ને જ્ઞાનાવરણને કારણે.
જેમ માથે પાર વગરનું દેવું હોય, છતાં બજારમાં ફટાકડાં દેખે ને મૂર્છિત થઈને લઈ લે ! એ મોહ.
અનંત મોહ છે તેની સામે ‘હું અનંત સુખનું ધામ છું’ આવું બોલવાથી મોહમાંથી નીકળી જવાય.
આઠેય કર્મોમાં ભારેમાં ભારે કર્મ છે મોહનીય. એને કર્મોનો રાજા કહ્યો છે ! એ જ્ઞાનીની કૃપા વિણ ના જાય.
દર્શન મોહનીયને મિથ્યાત્વ કહેવાય. ચાર ઘાતીકર્મની પ્રબળતા એ મિથ્યાત્વ.
મિથ્યાત્વથી આગળ વધે એટલે એના ત્રણ ભાગ પડે. ૧) મિથ્યાત્વ મોહ ૨) મિશ્ર મોહ ૩) સમ્યક્ત્વ મોહ.
33
મિથ્યાત્વ મોહ મંદ થાય ત્યારે મિશ્રમોહનીયમાં આવે. મિશ્રમોહ એટલે સંસારે ય ખરો ને મોક્ષે ય ખરો, બેઉ ખરું. મિથ્યાત્વમોહનીય ને મિશ્રમોહનીય જાય ત્યારે સમકિત થાય. ક્રોધ-માન-માયા-લોભ ચારેય જાય
ત્યારે સમકિત થાય. પહેલું ઉપશમ સમકિત, તે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી ભટક ભટક કરે. પછી ક્ષયોપક્ષમ સમતિમાં આવે. બહુ કાળ ભટક્યા પછી ક્ષાયક સમકિત થાય. સમ્યક્ત્વમોહનીય પણ જાય ત્યારે ક્ષાયિક સમતિ થાય. ત્યારે પછી નિઃશંક આત્મા પ્રાપ્ત થાય. અક્રમ વિજ્ઞાનથી સીધો જ નિઃશંક આત્મા પ્રાપ્ત થાય છે.
અક્રમમાં દર્શન મોહનીય ને દર્શનાવરણ બેઉ સાથે જ તૂટે. આ અક્રમ વિજ્ઞાન આ કાળની અજાયબી છે ! ધન્ય છે આ કાળને પણ !
દ્રવ્યકર્મ બંધાવાનું મુખ્ય કારણ, મોહનીય. જે અક્રમ જ્ઞાનથી પૂર્ણ ઊડે છે. હવે જે મોહ રહેલો દેખાય તે ચારિત્રમોહ, ડિસ્ચાર્જ મોહ જ રહ્યો મહાત્માઓને !
[૨.૫] અંતરાયકર્મ
હોય છતાં ના વપરાય એ અંતરાય. પોતાનામાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત શક્તિ છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે છતાં કેમ ઈચ્છિત વસ્તુઓ ભેગી થતી નથી ? અંતરાય કર્મ છે તેથી.
અજ્ઞાન દશામાં મન-વચન-કાયાનાં યોગમાં પોતે નિરંતર તન્મયાકાર રહેવાથી અંતરાય પાડી દે છે. દા.ત. કોઈ મંદિરમાં દાન આપતો હોય તો તેને અટકાવતાં શું કહે કે મંદિરમાં નાખો છો, એના કરતાં ગરીબોને ખવડાવો ને ! સ્કૂલો-દવાખાના બાંધોને ! હવે ત્યાં મંદિરના અંતરાય પાડે છે ને બીજે આપવાનું પુણ્ય બાંધે છે. આ બુદ્ધિનું ડહાપણ છે બધું !
લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, દાનાંતરાય, વીર્યંતરાય આવાં મુખ્ય પાંચ પ્રકારનાં અંતરાયો છે. આ અંતરાયો પોતે જ પાડેલા. ગયા ભવમાં પાડ્યા હોય, તેનું આ ભવમાં ફળ મળે. જેને જેને તરછોડ મારી હોય તે આ ભવમાં પાછું ભેગું ના થાય.
ખાવા-પીવામાં અંતરાય હોય તેને ઘેર બત્રીસ ભાતનું ભોજન હોય
34