________________
થયા કરે, જેમ જેમ તે સળગે તેમ તેમ. આમાં જ્ઞાનાવરણ છે.
જ્ઞાનાવરણ કર્મથી જ્ઞાનમાં આગળ ના આવે. એ પ્રકાશ થવા દેતું નથી. જ્ઞાન સંપૂર્ણ છે, છતાં પડદાને કારણે જ્ઞાન પ્રગટ થતું નથી.
બે-ચાર દૂધીઓ પડી હોય, તેમાં કઇ કડવી ને કઈ મીઠી તે શી રીતે જણાય ? સામાન્ય રીતે ચાખીને. ચાખીને એટલે એ ઇન્દ્રિયજ્ઞાન કહેવાય. બુદ્ધિથી ડિરેક્ટ ખબર પડતી નથી માટે જ્ઞાનાવરણ. એ ખસે કે વગર ચાખે જ બધી ખબર પડી જાય! અરે, આખાં બ્રહ્માંડનું પરમાણુ એ પરમાણુ કેવા જ્ઞાનમાં ઝળકે !
જ્યાં જ્ઞાન અપાતું હોય ત્યાં પ્રમાદ સેવાય, તેનાથી જ્ઞાનાવરણ ને દર્શનાવરણ કર્મ બંધાય. ઉપદેશો-વ્યાખ્યાનો સાંભળીએ પણ કંઈ ફેરફાર ના થાય, ઊલ્ટો બગડે, તેને જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મ બંધાય !
‘તમે આમાં ના સમજો’ એવું કોઈને કહેવું એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ કહેવાય. તો શું કહેવાય ? ‘ભાઈ, વિચારો, તમે જરા વિચારો તો ખરાં ! એટલું જ કહેવાય.
જ્ઞાની પાસે જ્ઞાનાવરણ તૂટે. પણ પોતે વાંકો હોય તો ત્યાં ય વાંકો જ ચાલે !
મૂળ જ્ઞાનાવરણ કોને કહેવાય ? ‘હું ચંદુ, આનો ધણી, હું વકીલ’ એ જ્ઞાનાવરણ. આત્માનું જ્ઞાન મળે એટલે એ આવરણ તૂટે. પછી જ્ઞાનીની આજ્ઞા પાળે તેટલી પ્રગતિ થાય. સમાધિ વર્તે ! સ્વરૂપ જ્ઞાન મળે એટલે અજ્ઞાન પૂરું જાય. પણ જ્ઞાનાવરણ બધું ના જાય. બીજનું આવરણ તૂટ્યું પછી આજ્ઞામાં રહે તેનાથી પૂનમ સુધી, સંપૂર્ણ નિરાવરણ પદ સુધી પહોંચાય!
[૨.૩] દર્શતાવરણકર્મ
દર્શનાવરણ એટલે દર્શન ઉપર આવરણ. જેમ આંખને મોતીયાનું આવરણ આવે ને તેને ના દેખાય, તેમ આત્મા ઉપર આવરણ આવે એટલે જેમ છે તેમ ના દેખાય.
નાનો હોય ત્યારે બધા એને કહે કે ‘તું ચંદુ’ તો ધીમે ધીમે એને
31
પહેલાં શ્રદ્ધામાં બેસે એ દર્શનાવરણ,પછી એને જ્ઞાનમાં ફીટ થાય, અનુભવ થાય એટલે એ જ્ઞાનાવરણ. જ્ઞાનાવરણ ને દર્શનાવરણ બે ભેગાં થાય એટલે મોહનીય ઉત્પન્ન થાય. પછી બધો જ સંસારનો વેપાર ચાલુ થઈ જાય. પછી અંતરાયો પડે.
દર્શનાવરણથી સૂઝ ના પડે. તપ કરે, ધ્યાન કરે, એનાથી થોડુંક આવરણ ખસે એટલે કંઈક સૂઝ પડે. સૂઝ પડવી-ના પડવી એ દર્શનાવરણ કર્મ કહેવાય. સૂઝ એ દ્રવ્યકર્મ છે. કેટલીક બેનો દોઢ કલાકમાં ફુલ જમણ બનાવી દે ને કેટલીક ત્રણ કલાક સુધી ગૂંચવાયા કરે. એ દર્શનાવરણને કારણે.
ગમતાં મહેમાન આવે ને આપણે ખુશ થઈએ તો સૂઝ વધારે પડે ને ના ગમતા આવે ત્યારે કહીએ કે ‘અત્યારે કંઈથી મૂઆ !' તેનાથી સૂઝ ઓછી થઈ જાય ! આમ આપણે આપણી મેળે પાટા બાંધ્યા છે.
સમજ અને સૂઝમાં શું ફેર ? સમજને સૂઝ કહેવાય. સમજ એ દર્શન છે. તે વધતું વધતું ઠેઠ કેવળ દર્શન સુધી પહોંચે !
દર્શન ઊંચી વસ્તુ છે. જેમ જેમ સમસરણ માર્ગમાં આગળ વધતા જાય તેમ તેમ તેનું ‘ડેવલપમેન્ટ' વધતું જાય, તેમ તેમ દર્શન ઊંચે જાય. એમ કરતાં મહીં પ્રકાશ લાધે કે ‘હું શુદ્ધાત્મા છું, ચંદુભાઈ નથી’, ત્યાં દર્શન નિરાવરણ થાય ! જેમ આવરણ ખસે તેમ સૂઝ વધે.
આત્માનો એક ભાગ છે જે આવરાયેલો છે તે આવરણમાંથી ઉદય થયેલો ભાગ સૂઝ છે અને તે જ દર્શનાવરણ તરીકે ગણાય છે. અને એમાંથી સૂઝ વધતાં વધતાં અંતે સર્વદર્શી થાય છે !
વ્યવહારમાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ કઈ રીતે ઓળખાય ? એક માણસને ધંધામાં સૂઝ પડતી નથી. તેથી ધંધો બગડ્યો. તે દર્શનાવરણ અને ધંધાની જાણકારી નથી કે ધંધો કેમ ચલાવવો તે જ્ઞાનાવરણ.
‘હું શુદ્ધાત્મા છું’ એવી સમજ પડી, સૂઝ પડી એ દર્શનાવરણ તૂટ્યું તેથી. હવે ‘હું શું છું’ એ પૂરેપૂરી જાણકારી નથી તે જ્ઞાનાવરણીય કર્મ. દાદાશ્રી જ્ઞાન આપે છે ત્યારે દર્શનાવરણ પૂરું તૂટે છે. જ્ઞાનાવરણ ધીમે ધીમે તૂટે છે ! રોંગ બિલિફ એ દર્શનાવરણ ને રોંગ જ્ઞાન એ જ્ઞાનાવરણ.
32