________________
દુ:ખે છે, સહન થતું નથી' કરીને બહુ વેદે.
ભગવાન મહાવીરને ય શાતા-અશાતા વેદનીય હતી. કાનમાં બરુ ખોસ્યા ત્યારે ભયંકર અશાતાવેદનીય આવેલી. પણ તેમાં તેમને જબરજસ્ત તપ હોય. એમને દેહની વેદના હોય. પણ માનસિક કે વાણીની વેદના ના હોય.
વસ્તુ લેવા જઈએ તે ઇચ્છા.
નિર્ણય કરતાં નિશ્ચયમાં જોર વધારે હોય. નિશ્ચયમાં અહંકાર લાગે તે ડિસ્ચાર્જ અહંકાર હોય !
કોઈ દહાડો જમવામાં અંતરાય પડ્યો ? જેમ જેમ આત્મવીર્ય ઓછું હોય, તેમ તેમ કષાયો વધે.
આત્મવીર્ય તૂટે શેનાથી ? અહંકારથી. આત્મવીર્ય ઘટતું લાગે ત્યારે મોટેથી પચ્ચીસ-પચાસ વાર બોલવું, ‘હું અનંત શક્તિવાળો છું.’
મોક્ષે જવામાં અનંત અંતરાયો છે તો સામે અનંત શક્તિઓ પણ છે ! અવળી સામે સવળી શક્તિઓ પણ છે. દાદાશ્રીનું જ્ઞાનસૂત્ર છે કે “મોક્ષે જતાં વિનો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.’
રોંગ બિલિફથી આત્મા પર અંતરાયો પડ્યા ! આત્માની ચૈતન્ય શક્તિ આવરાઈ છે આ અનેક ઇચ્છાઓથી !
આત્માની તમામ શક્તિ, અનંત ઐશ્વર્ય પ્રગટે છે જ્ઞાનીના સાનિધ્યથી, તેમની કૃપાથી !!!
[૨૬] વેદતીયકર્મ શરીરને ભોગવટો આવે તે વેદનીયકર્મનું પરિણામ છે. વેદનીયકર્મ બે પ્રકારે છે. (૧) શાતાવેદનીય ને (૨) અશાતાવેદનીય. ઠંડી, ગરમી, ભૂખ, તરસ લાગે એ અશાતાવેદનીય. દવાખાનામાં દર્દો જોઈએ તે ય અશાતાવેદનીય, આ દ્રવ્ય કર્મ છે.
શાતા એટલે કે સુખ, એને ય વેદનીય કહી ભગવાને. જ્ઞાનીઓ શાતાને સુખ માને નહીં ને અશાતાને દુઃખ માને નહીં. સજ્જડ જ્ઞાન હોય, તે કશું જ ભોગવે નહીં. ભોક્તા એ થાય જ નહીં. આ વેદના દેહની છે એવું માત્ર જ્ઞાની જાણે ! ભોગવે નહીં. વેદનારો આમાં કોણ ? અહંકાર. આત્મા વેદતો જ નથી. જ્ઞાની નિર્અહંકારી હોય. વેદનારો એમને રહ્યો જ નહીં ને ! કેવળ ‘જાણનારો’ જ હોય. અજ્ઞાની ‘મને બહુ
અક્રમનાં મહાત્માને માનસિક દુ:ખ મટી ગયા ! દૈહિક દુઃખ અડે.
પરમ પૂજ્ય દાદાશ્રીને પગે ફ્રેકચર થયું ત્યારે તે જરાય અશાતા વેદનીયના ભોક્તા ન હતા. નિરંતર મુક્ત હાસ્ય જ હતું !
દાદાશ્રીને ક્રોનિક બ્રોંકાઈટીસ હતું. કાયમ ઉધરસ હોય. તેને દાદાશ્રી મહાન ઉપકાર માનતા. કારણ કે ઊંઘમાંથી ઉધરસ ઊઠાડી આપેને !
નિરાલંબ દશાવાળાને શાતા-અશાતા અડે જ નહીં. તેને તો માત્ર ‘શાતા-અશાતાને સંયોગ જાણું ...”
[૨૭] નામકર્મ હું ચંદુ, હું ગોરો, હું જાડો, હું ઈજીનિયર. એ બધું દ્રવ્યકર્મ. નામરૂપકર્મ એમાં નામ, રૂપ, ડિઝાઈન બધું આવી જાય.
લોકો ચિત્રગુપ્ત આપણો ચોપડો લખ્યો છે એમ કહે છે. પણ ખરેખર એવી કોઈ વ્યક્તિ લખનારી છે જ નહીં. આ ચિત્રગુપ્તનો ચોપડો નથી પણ ગુપ્ત ચિત્ર છે નામકર્મ તો ! આ ચિતારો જ નામરૂપ કર્મનો છે ! બ્રહ્માએ ઘડ્યા એવું ય કેટલાંક કહે છે, તે ય કલ્પના છે. કોઈ બાપોય નથી એવો ! ભાવમાંથી ચિતરામણ એની મેળે જ થઈ ગઈ છે !
નામકર્મ એ પૂર્વસંચિત કર્મ છે. એના આધારે દરેકના મોઢાં, રૂપરંગ જુદાં જ હોય, નહીં તો બધાંનાં એક જ બીબામાંથી મઢેલાં એક સરખા જ મોઢાં ના હોય ?
આત્મહત્યા કરે એ ય નામકર્મના આધારે ! નામકર્મના ઘણાં પ્રકાર છે. ગોરો-કાળો, ઊંચો-નીચો, એ બધું
4o