________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ
૨૯૩
૨૯૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એ તો કૃપાળુદેવ જ્ઞાની પુરુષ તે પામી ગયા વાતને ! એ જ્યારે પામ્યા ત્યારે પોતે લખ્યું કે “આશ્રવા તે પરિશ્રવા. નહીં ઈનમેં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ.”
લિંગદેહ એ જ ભાવકર્મ!
ફળ આવે તો ડિપ્રેશન થાય, તે ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ થયા કરે. એટલે આશ્રવ કહેવાય. તે આ આઠ દ્રવ્યકર્મ છે તે ફળ આપતી વખતે આશ્રવ થાય, ક્રોધ-માન-માયા-લોભ થાય. હવે એ શી રીત અટકે, બળ્યું? એ અટકે નહીં ને ! અટકે ક્યાં આગળ ? ત્યારે કહે, આગળ ‘દ્રષ્ટિ' બદલાય તો આશ્રવ પછી પરિશ્રવ થાય. આ જગ્યાએ અટકે, નહીં તો દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ થયા વગર રહે જ નહીં.
હવે આપણે શું કર્યું કે દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ જ ઉત્પન્ન ના થાય એવું કર્યું. એટલે ભાવકર્મ જ બંધ કરી દીધા. એટલે આશ્રવ હઉ ઊડાડી દીધા. આ અક્રમ વિજ્ઞાને શું કર્યું ? બધું ઉડાડી દીધું. કશો ભાવ જ નહીં. જે ઊભું થાયને ક્રોધ-માન-માયા-લોભ, બધું નિકાલી. એ ઉગવાલાયક રહ્યું નહીં હવે. કારણ કે આનો જે માલિક હતો, તે ખસી ગયો. નહીં તો ત્યાં શું થાય ? “આ મારું' એવી દ્રષ્ટિ થઈ એટલે પાછું છે તે આશ્રવ થાય. ભાવકર્મ થયું એટલે આશ્રવ થાય એટલે પાછો બંધ પડે. પણ કૃપાળુદેવ શું કહે છે ? “એ આશ્રવ થાય એટલે બંધ પડે જ, એટલે આશ્રવોને ખોદી કાઢવા જેવા નથી. એ નહીં ખોદાય, ખોટી મહેનત થશે.' એવું અનાદિ કાળથી આ મહેનત લોકો કરે છે. પણ ‘દ્રષ્ટિ’ બદલી નાખો કોઈ પણ રસ્ત. એટલે ‘હોત આશ્રવા-પરિશ્રવા, નહીં ઈનમેં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ.' જો ‘દ્રષ્ટિ’ ‘તારી’ ફરી જાય તો આશ્રવ છે તે પરિશ્રવ છે, કહે છે. પરિશ્રવ એટલે નિર્જરા થઈ જાય છે, બંધ પડ્યા વગર. એ ક્રમિક માર્ગનો ઊંચામાં ઊંચો રસ્તો. અને આપણે અહીં તો “આ મારું જ નહીં',
ત્યાં આગળ પછી ભાંજગડે જ નહીં. એ જ્ઞાન આપીએ તે બીજે દહાડે ‘આ મારું જ નહીં. ક્રોધ-માન-માયા-લોભ આ, તે તો ચંદુભાઈના ! કાર્યકારી નહીં, એ નિર્જીવતાવાળા. અહંકાર-બહંકાર બધું નિર્જીવ.
પ્રશ્નકર્તા : પણ એમાં દાદા એવું થયું કે આત્મા નિર્લેપ છે, આત્માને કશી અસર થતી નથી. એવી રીતે શરીરને પણ કશી અસર હોય નહીં. જે અસર થાય, માન-અપમાન, ક્રોધ-કામ એ બધું લિંગદેહને અસર થાય છે, તો લિંગદેહ ક્યાં છે ? એટલે અહંકાર એ કરે છે. માન-મરતબો એને છે. કામ-ક્રોધ એને થાય છે. એને અંગે શરીર તે અને આત્મા અંદર ઈનવોલ્વ થઈ જાય છે, તો એ લિંગદેહ એટલે શું એ કહો.
દાદાશ્રી : એવું છે લિંગદેહ, એને આપણે ભાવકર્મ કહીએ છીએ. હવે ભાવકર્મ સ્વાધીન નથી, પરાધીન છે. ભાવકર્મ એ ફળ છે કોઈ બીજનું. તેનું ફળ આવે, એનું નામ ભાવકર્મ. એને આપણે પાછાં બીજરૂપે માનીએ છીએ અને એનું ફળ આવે છે. તે તેને આ લોકો દ્રવ્યકર્મ કહે છે પાછાં. પણ આ ભાવકર્મ એટલે તમે, ઉચ્ચ ગોત્રના હોય માણસ ત્યારે આ બાજુના ફાધર-બાધર બધાનું ગોત્ર ઊંચું હોય, તેથી કરીને તમે આવો એટલે તરત ‘આવો, પધારો” થાય. ‘આવો, પધારો’ કહે. તો તે ઘડીએ તમારા મનમાં એની અસર થાય, તે આમ છાતી ઊંચી થાય વગર દબાવ્યું એ ભાવકર્મ. અને ગોત્રકર્મ એ જરા ઢીલું હોય તે ના બોલાવે તો એના મનમાં એમ થાય કે, “સાલા, આ લોકો નાલાયક જ છે. મને ઓળખી શકતાં જ નથી.’ મૂઆ, આવું શું કરવા બોલો છો ? એ ભાવકર્મ કર્યા છે. આ લિંગદેહ શરૂઆત થઈ ગઈ. જેનાથી બધા દેહ શરૂ થાય છે.
પ્રશ્નકર્તા : એટલે એમાં તમે દાદા મૂકેલું છે, કે “જે પુર્નજન્મની ઘટમાળ જે ચાલે છે એ લિંગદેહના ભાવ પરથી થાય છે.”
દાદાશ્રી : હા. એના ભાવ ઉપરથી થાય છે. ભાવ એટલે ભાવવું નહીં. આપણા મહાત્માઓ કહે છે, “મને રસ-રોટલી બહુ ભાવે છે. તે મને કર્મ બંધાશે નહીં ?” મેં કહ્યું, ‘મૂઆ, ભાવે છે તે ઈચ્છા છે.” એ તમારી
એટલે ‘એ' કહે છે કે “આ મારું નહીં, આ મારું નહીં, હું શુદ્ધાત્મા. હું શુદ્ધાત્મા' એવું કહે છે ને ! પહેલાં કહેતો હતો, ‘હું જ ચંદુભાઈ, એ નથી હવે. ત્યારે કહે, ‘ચંદુભાઈ નહીં ?” એ ચંદુભાઈ ખરું, વ્યવહારથી કહેવાય. વ્યવહાર પૂરતું જ, ખરી રીતે ‘હું ચંદુભાઈ નહીં ! આખી ‘દ્રષ્ટિ' બદલાઈ ગઈ છે.