________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ
દ્રવ્યબંધને રૂપી કીધું છે અને ભાવબંધને અરૂપી કીધું છે.
દાદાશ્રી : જ્ઞાનાવરણ દેખાય એવું છે ? દર્શનાવરણ દેખાય નહીં, અંતરાય દેખાય નહીં. એ જ ખરાં દ્રવ્યકર્મ. આ આઠેય કર્મ એ જ દ્રવ્યકર્મ. ભગવાનની ભાષાને સમજવી હોય તો ભગવાનની ભાષામાં એ દ્રવ્યકર્મ અને એ દ્રવ્યકર્મને લઈને ક્રોધ-માન-માયા-લોભ છે. દ્રવ્યકર્મના પાટા છે. દર્શનાવરણનો પાટો, એટલે પેલો અથડાય છે બિચારો. અથડાય છે એટલે ચિઢાય છે. તેનાથી ભાવકર્મો બંધાય છે.
૨૯૧
પ્રશ્નકર્તા : જ્ઞાનાવરણીય કર્મ રૂપી છે ?
દાદાશ્રી : ના, પણ મારું કહેવાનું છે કે અહીં આગળ આ લોકો દ્રવ્યકર્મ કોને કહે છે ? આ છીંકણી સુંઘતો હોય તો દ્રવ્યકર્મ કહે.
પ્રશ્નકર્તા : હા, દેખાય તે, જે રૂપી હોય તે.
દાદાશ્રી : જે દેખાય છેને એ બધા, એને દ્રવ્યકર્મ કહે છે. હવે આ હું ફૂલની માળા પહેરું તો દ્રવ્યકર્મ કહે.
પ્રશ્નકર્તા : હા, એમ જ કહે છે.
દાદાશ્રી : હવે આપણે શું કહીએ છીએ કે એ દ્રવ્યકર્મ બે પ્રકારે ના હોય, એક જ હોય. દ્રવ્યકર્મ કોનું નામ કહેવાય કે જેમાંથી ભાવકર્મ ઉત્પન્ન થાય અને જેમાંથી ભાવકર્મ ઉત્પન્ન ના થાય તે દ્રવ્યકર્મ નથી.
એટલે આપણું આ વિજ્ઞાન જુદી જાતનું છે. આપણું તો બધું ક્લિયર ને ! એ કોમ્પ્લેક્સમાં ગમે તે કરતાં હોય, બાકી એ સમજણ નથી, બરોબર સાચી વાત નથી. એ ભગવાનની વાતો ન્હોય આ. ભગવાન ક્લિયર હોય. પછી પાછળ ગમે તે થઈ ગયું હોય. હું તો બધા નોકર્મ કહું છું, આ બધા નોકર્મ. પણ તે આપણા વિજ્ઞાનને આધારે. પેલા વિજ્ઞાનમાં કંઈ ફેર હોય તો એ જુદો અર્થ બને, પોસિબલ છે એમનું.
અજ્ઞાનથી આ ઊભું થઈ ગયું છે. તે અજ્ઞાન ફીટ્યું એટલે આ હેંડ્યું.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) અજ્ઞાન ફીટ્યું ને ! ‘હું ચંદુભાઈ છું’ એ માનતા હતા એ ઊડી ગયું ને ?! પ્રશ્નકર્તા : હા, બિલકુલ ઊડી ગયું છે.
દાદાશ્રી : ઊડી ગયું તો બસ, તે એ જ છે આ. એટલે ત્યાં આગળ વખતે ક્રમિક છે ને, એટલે અર્થ એવો જરૂરે ય હોય વખતે.
૨૯૨
હવે ત્યાં દ્રવ્યબંધની ભાષા જુદી છે. ત્યાં ભાષા શેને કહે છે, આંખે દેખાય એવી બધી વસ્તુઓ, ગુસ્સો થયો એ ભાવબંધ કહે અને પેલું ધોલ ખાધી એ દ્રવ્યબંધ કહે પણ આ ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ ખરા કોને કહેવાય, આઠ કર્મોને દ્રવ્યકર્મ કહેવાય. મૂળ જે આઠ કર્મ છે, એને દ્રવ્યકર્મ કહેવાય અને આ ભાવકર્મ કહેવાય અને પેલા નોકર્મ કહેવાય છે. નોકર્મને આ લોકો દ્રવ્યકર્મ કહે છે. એટલી જો સમજણ હોત તો નિકાલ થઈ જાત.
ત્યાં તો આ નોકર્મ એય દ્રવ્યકર્મ ગણે છે. આ ભાવકર્મમાં દ્રવ્યકર્મ ગણે છે. પણ ખરાં દ્રવ્યકર્મ આ જે આઠ કર્મ છે તે. દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ અને ભાવકર્મમાંથી પાછું દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ અને ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ, બસ. અને આ નોકર્મની તો કંઈ ખાસ વેલ્યુ નહીં એટલી બધી. એ ભમરડા ફરે એમ ફરે, એમાં શું ?
માત્ર ‘દ્રષ્ટિ'તી ભૂલ...
હવે ભાવકર્મ એટલે શું ? કોઈ શેઠ મોટાં માણસ હોય, વ્યકર્મ ભારે હોય, લોકપૂજ્ય માણસ હોય, તો આપણે કહીએ, શેઠ, પધારો. પધારો, પધારો. ત્યારે શેઠ પધારે તેનો વાંધો નથી પણ તે ફુલાય તે ભાવકર્મ અને અપમાન કરીએ તો ટાઢો થઈ જાય એય ભાવકર્મ. એટલે આ આઠ પ્રકારના દ્રવ્યકર્મ. તેમાંથી બધા ભાવકર્મ ઉત્પન્ન થાય. તે રાગ-દ્વેષ રૂપી ભાવ અગર ક્રોધ-માન-માયા-લોભ રૂપી ભાવ, પેલા શેઠનું શું ? માન અને ક્રોધ ઊભો થયો. ‘આવો, પધારો' કહ્યું એટલે. ટાઈટ થયા કરે અને પેલો છે તે ઈન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ થયો, એટલે બન્ને ય નુકસાન કરે.
ઉચ્ચ ગોત્રનું ફળ આવે ત્યારે એલિવેશન થાય અને નીચ ગોત્રનું