________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ
છે પણ અહીં તો આપણે કહ્યુંને એ કરેક્ટ વાત છે અને બહાર તમે કહો છો એવું ચાલે છે.
૨૮૯
પ્રશ્નકર્તા ઃ એ ભાવનું મને બરોબર હજી સમજાયું નથી.
દાદાશ્રી : આ આખી જીંદગીનું જે કારણ એ કૉઝિઝ છે, તે આવતે ભવ પાટારૂપે આવે છે. આવરણરૂપે એટલે પાટા, પણ જરાં લીલું હોય તો લીલું દેખાય, પીળું હોય તો પીળું દેખાય. એટલે ભાવ જુદા જુદા ઉત્પન્ન થાય લોકોને !
પ્રશ્નકર્તા ઃ તો પાછું આ દ્રવ્યકર્મ એ આવતા ભવનું કારણ થયુંને ?
દાદાશ્રી : આવતા ભવનું કારણ એ જ પાટા (દ્રવ્યકર્મ). જે આત્માને આંધળો બનાવે છે તે. જેથી ભાવ કરે છે, નહીં તો આત્મા ભાવ કરે જ નહીં કોઈ દહાડોય.
પ્રશ્નકર્તા : ભાવ તો પ્રતિષ્ઠિત આત્મા જ કરે ને, દાદા ? શુદ્ધાત્મા તો કરે જ નહીં ને ?
દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્મા પણ વસ્તુસ્થિતિમાં ભાવ કરે જ નહીં ને ! શુદ્ધાત્મા ય ભાવ કરે નહીં. આ તો ‘હું ચંદુભાઈ છું’ એમ જે માને છે, એ વ્યવહાર આત્મા ભાવ કરે છે. પ્રતિષ્ઠિત આત્મા તો ભાવથી જ ઊભો થયો છે ને ! જો ભાવ ના હોત તો એ પ્રતિષ્ઠિત આત્મા હોત જ નહીં.
આ નડે છે ઊંધા પાટા જ, હવે એ ઊંધા પાટા શું છે ? પૂર્વના હિસાબનું આપણું ફળ છે, તે આપણને જે દેખાડે છે.
પ્રશ્નકર્તા : એનું જોર કેટલું હોય ?
દાદાશ્રી : જોર તો એવું છે ને કે એ એનું મૂળ કારણનું જેટલું જોર હોય ને એટલું જ કાર્યમાં જોર થાય. કારણ જોરદાર હોયને, તો કાર્ય જોરદાર હોય. કારણ ઢીલું હોય તો કાર્ય ઢીલું.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : પણ જો કારણ જોરદાર હોય તો એ ખેંચી જાય ને ?
દાદાશ્રી : અરે, માણસને ખેંચી જાય તો શું, પણ ઊંધો નાખી દે ને ! બધા ઊંધા પાટા, ઊંધું દેખાડે. તમને ઊંધું દેખાડે છે કે છત્તું દેખાડે
છે ?
૨૯૦
પ્રશ્નકર્તા : દાદા, હવે છત્તું જ દેખાય છે.
દાદાશ્રી : એમ ! ઊંધા જોયેલા ખરાં, પહેલાં ? પ્રશ્નકર્તા : ઘણાં બધાં.
દાદાશ્રી : એમ ! હવે નહીં દેખાતું ? આપણે જ્ઞાન આપીએ છીએને, તે ઘણોખરો ભાગ ઊડી જાય છે બધો આવરણનો. પણ કેટલાંકને મહીં પચતું નથી આ. વિજ્ઞાન પચતું નથી. જેમ જેમ પચશે ને તેમ તેમ ખુલાસો થતો જાય. એકદમ પચે નહીં ને ? જેમ જેમ પચે એમ ખુલાસો થતો જાય. પણ સત્સંગમાં પડી રહે તો ગાડું એનું રાગે પડી જાય. કારણ કે આ સત્સંગ એવી વસ્તુ છે કે એનું આવરણ તૂટતું જ જાય દહાડે-દહાડે, પણ પરિચય જરૂરી છે.
દ્રવ્યબંધ-ભાવબંધ !
પ્રશ્નકર્તા : દ્રવ્યબંધ અને ભાવબંધ સમજાવો.
દાદાશ્રી : આ જ્ઞાન માણસે ના લીધું હોય તો એ જે જે કરે છે એ બધુ ભાવબંધ થાય. અજ્ઞાનની હાજરીમાં જે કંઈ ક૨વામાં આવે છે એ ભાવબંધ છે અને એ ભાવબંધ એમાંથી દ્રવ્યબંધ પરિણામ પામે. ત્યાં આગળ જે આઠ કર્મો છે, એને દ્રવ્યકર્મનો બંધ જ કહે છે. દ્રવ્યકર્મ એને જ કહેવાય. બીજા કોઈ દ્રવ્યકર્મ હોતાં જ નથી.
પ્રશ્નકર્તા : ત્યાં ક્રમિક માર્ગમાં શાસ્ત્રમાં, જે આઠ કર્મ છે એ બધા રૂપી કર્મને દ્રવ્યકર્મ કહે છે. કાર્પણ વર્ગણાનું સમૂહ હોય એમાં આત્મા ભળે, અધ્યવસાય ભળે, તો એને છે તો દ્રવ્યબંધ કહે છે. એટલે ત્યાં