________________
૨૮૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દ્રવ્યકર્મ + ભાવકર્મ
૨૮૭ દાદાશ્રી : હા, તે બરોબર છે. ત્યાં સૂક્ષ્મ શરીર જ છે ને ઈલેક્ટ્રિકલ બોડીથી ચાર્જ ય થાય ને તેથી લ્હાય લ્હાય બળે એવું થાયને, પરમાણુ.
પ્રશ્નકર્તા એટલે ભાવકર્મ અને સૂક્ષ્મ શરીર એ બેને શું સંબંધ છે?
દાદાશ્રી : કંઈ લેવા-દેવા નથી. સૂક્ષ્મ બોડી ખાવાનું પચાવે એ બધું કરે, લોહી ઉપર ચઢાવે.
પ્રશ્નકર્તા : છતાં એ ક્રોધ-માન-માયા-લોભનો આધાર બની જાય
છે ?
દાદાશ્રી : આધાર ઈલેક્ટ્રિકલ બોડી નહીં. ઈલેક્ટ્રિકસિટી ક્યાંથી આવે ? ઈલેક્ટ્રિકસિટીની જરૂરને ! એ પરમાણુ ઈલેક્ટ્રિકસિટીવાળા ત્યારે લ્હાય બળને આપણને ! ઈલેક્ટ્રિસિટીથી એ ચાર્જ થયેલા ત્યારે લ્હાય બળને !
પ્રશ્નકર્તા : એટલે એ વખતે સૂક્ષ્મ શરીરની ઈલેક્ટ્રિકસિટી કામમાં આવતી હશે ?
દાદાશ્રી : કષાયોથી ભાવકર્મ થાય અને ભાવકર્મ થાય એટલે કર્મ તો બંધાયા, તે પાછાં આવતો ભવ છે તે પછી ફળ આપવા તૈયાર થાય. ભાવકર્મનું દ્રવ્યકર્મ થઈ જાય. દ્રવ્યકર્મ થાય એટલે શું થાય ? વહેંચાઈ જાય બધા અને આઠ ભાગ પડી જાય. તે આટલું જ્ઞાનાવરણમાં, આટલું દર્શનાવરણમાં, આટલું મોહનીયમાં અને આટલું અંતરાયમાં, આટલું નામમાં, આટલું વેદનીયમાં, આટલું આયુષ્યમાં ને આટલું ગોત્રમાં.
એ દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ થાય છે, નહીં તો દ્રવ્યકર્મ ચોખ્ખા થઈ જાય પછી ભાવકર્મ થાય જ નહીં. એટલે અમે દર્શનાવરણ ને મોહનીય ઊડાડ્યું ને દ્રષ્ટિ બદલાઈ એટલે ભાવકર્મ ઊડી ગયું. આખું ય ભાવકર્મ જ ઊડી ગયું છે.
દ્રવ્યકર્મ બીજમાંથી ભાવકર્મ ફળ ?! ભાવકર્મ હંમેશા દ્રવ્યકર્મમાંથી ઉત્પન્ન થાય પણ ભાવકર્મ હોયને ત્યાં સુધી અજ્ઞાનતા અને જ્યાં ભાવકર્મ રહ્યું જ નહીં ત્યાં જ્ઞાન.
એટલે આ જ્ઞાન આપ્યું ત્યારે પાટાં અમે કાઢી નાખ્યાં. એટલે આખુંય ભાવકર્મ ઊડી ગયું કે જેનાથી આખો સંસાર ઊભો રહ્યો છે. આખું ભાવકર્મ ઊડી ગયું છે, એનું નામ અક્રમ. અને આ ક્રમિક માર્ગમાં પાછું તમે કહો છો એવું ય કહે છે કે ભાવકર્મથી પાછું દ્રવ્યકર્મ ને પાછું દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ. પણ તે આ લોકો દ્રવ્યકર્મ જુદું સમજે છે. જે બહાર વ્યવહાર ચાલે છે ને તે જુદું સમજે છે. બાકી દ્રવ્યકર્મ એટલે પેલાં ઊંધા પાટા છે, બસ. મૂળ કારણ દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. કારણમાંથી કાર્ય અને કાર્યમાંથી પાછાં કારણ ઊભાં થાય છે. હવે અહીં દ્રવ્યકર્મ સેને કહે છે કે દેખાય છે એ કર્મને દ્રવ્યકર્મ કહે છે આ લોકો. તે ખરેખર એ હકીકત તીર્થંકરોએ આવું કહ્યું નથી. તીર્થકરોએ દ્રવ્યકર્મ અને ભાવકર્મ બે જ કહ્યા છે.
પ્રશ્નકર્તા : પણ દેખાય એ દ્રવ્યકર્મ નહીં ? દાદાશ્રી : ના. ના. એ અત્યારે આ ભાષામાં તો એવું જ ચાલ્યું
દાદાશ્રી : હા, સૂક્ષ્મ શરીરમાં ઈલેક્ટ્રિકસિટી જ બધી હોય.
સળગે મીણબત્તી ને ઝરે મીણ ! જેણે જ્ઞાન નથી લીધું, તેને હવે બીજા નવા દ્રવ્યકર્મ બંધાઈ રહ્યાં છે. તે શેનાથી બંધાય છે આ ? ત્યારે કહે, ભાવકર્મથી બીજા નવા બંધાય છે અને આ ભવના જે દ્રવ્યકર્મ છે એ જે ઓગળે છે, તે ઓગળતા જાય છે ત્યારે આવતા ભવના નવા ભાવકર્મ મહીંથી ઝર્યા કરે. જેમ મીણબત્તી સળગે ત્યારે પેલું ઝર્યા કરે, તે આમાંથી આ ભાવ ઝર્યા કરે.
આખું જગત ભાવકર્મ ઉપર રહેલું છે અને તેનાથી નવા દ્રવ્યકર્મ બંધાયા કરે છે અને એમાંથી પાછા ભાવકર્મ ઉત્પન્ન થાય. પછી દ્રવ્યકર્મ બંધાય એમ ચાલ્યા જ કરે.
પ્રશ્નકર્તા : અને એ કર્મના ફળ સ્વરૂપે આ દેહ ઉત્પન્ન થાય છે?