________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ
૨૮૫
૨૮૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
સારો કરતાં ય આવડવું જોઈએ ને ? અને સારો કર્યા પછી ખરાબ ના કરવાનો હોય તો ઠીક છે પણ પાછો ખરાબે ય કરે. આ હાથી શું કરે ? આમ સૂંઢ લઈ પહેલાં પાણીથી નાહી આવે અને પછી સૂંઢ લઈને એ ધૂળે ય ઊડાડે પાછો ઉપર. પછી પાછો નહાવા જાય. ત્યારે મૂઆ, તો ધૂળ શું કરવા ઊડાડે છે તે નહાવું છે તો ?! પ્રકૃતિ સ્વભાવ જાય નહીં ને !
જ્ઞાતથી અકર્તા, અજ્ઞાતથી કર્તા ! પ્રશ્નકર્તા આત્મા તત્ત્વથી કર્મનો કર્તા નથી, તો ભાવકર્મ એ કેવી રીતે કરી શકે ?
દાદાશ્રી : એ તો તત્ત્વથી કર્મનો કર્તા નથી, પણ અજ્ઞાનથી તો ર્તા છે ને ! જ્યાં સુધી જાણતો નથી કે હું કોણ છું ત્યાં સુધી ‘એ’ કર્તા છે. જ. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થયા પછી કર્તા નથી.
અતુપચરિત વ્યવહારથી કર્તા ! પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રનું વાક્ય છે કે “અનુપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે, ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે.” એ સમજાવો.
ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા સમજાયું ને તમને અને અનુપચર્ય તે સમજાયું ને ? આ નાક-બાક ઘડવાનું આપણે માથે હોત તો કેટલી મુશ્કેલી ઊભી થાત ! ઘર-નગર બધું કરી આપીએ પણ આ માથે જોખમદારી હોત તો કેટલી બધી મુશ્કેલી થાત ! માટે જોને, વગર જોખમદારીએ છે ને!
‘પોતે' ભાવકર્મ કર્યા કરે છે ને દેહ બંધારણ બંધાઈ જાય છે. તે ભાવકર્મ કરનારાને પુદ્ગલ જોડે લેવા-દેવા નથી. પણ ભાવ કરે છે કે તરત જ પેલું પુદ્ગલ બંધાય છે એ પ્રમાણે.
પ્રશ્નકર્તા : પેલાં પુદ્ગલ ખેંચાય છે.
દાદાશ્રી : હા. ખેંચાઈને પાછાં. ખેંચાઈને તો તૈયાર થયેલા છે. ખેંચાયેલાં તો છે જ. હવે ભાવ કરે કે બંધાઈ જાય. એટલે જેવાં જેવાં ભાવ કરે એવાં બંધાઈ જાય. એટલે આ ખ્યાલમાં ન આવે ને કે આ શી રીતે બંધાય છે આ બધું ! પુદ્ગલની આ ડિઝાઈન શી રીતે થઈ ગઈ ? આત્મા જે ભાવની ડિઝાઈન કરે ને તે ડિઝાઈન થઈ જાય. આ ભાવની ડિઝાઈન કરે છે અને પુદ્ગલ-પુદ્ગલની ડિઝાઈનીંગ કરે છે. આ ભાવ કરે, એના ઉપરથી તરત પેલું થઈ જાય. જેમ આપણે અરીસામાં હાથ ઊંચો કરીએ કે પેલું દેખાડે છે ને, એવું જ બસ. એવું તરત જ થઈ જાય. આપણે હાથ ઊંચો કરીએ કે તરત જ દેખાડે છે ને ? એવું થઈ જાય. એટલે આ શબ્દ બહુ સમજવા જેવો, બહુ ઊંડો શબ્દ છે પણ ક્રમિક માર્ગમાં !! અહીં આમાં તો જરૂર નથીને આપણે તો. મેં તમારું ઉપચાર-બપચાર બધું કાઢી નાખ્યું. કશું ગોખવાનું રાખ્યું નથી. બીજે દહાડે આત્માના અનુભવ સહિત ફરતાં હેય.
દાદાશ્રી : આપણે ઉપચરિત-અનુપચરિત કશું રહ્યું જ નહીં ને ! એ તો ક્રમિક માર્ગમાં શીખવાડે છે શબ્દો. કયા આધારે ‘તું ચંદુભાઈ છું અને કયા આધારે તે ઘર બાંધ્યું અને આ કર્યું ને તે કર્યું એ બધું ક્યા આધારે ? એ ઉપચાર વ્યવહારથી. અને અનુપચરિત વ્યવહાર, જેનો ઉપચાર થયેલો નથી કોઈ જાતનો, એની યોજના થઈ નથી, ડિઝાઈન થઈ નથી તે અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. આઠ કર્મો ફળ આપે છે એ ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે. | ‘જઉં છું ને આવું છું’ એ ઉપચાર છે. કારણ કે ચરિત થઈ ગયું
છે તે ઉપચરિત થાય છે. ચરિત તેનાં ઉપચરિત થાય છે. અને ફંકશન કરવું હોય તો ઔપચારિક કરવું પડે. ઉપચરિતનું પછી ઔપચારિક, ચરિત તો થઈ ગયેલું છે અને હવે ઉપચરિત. એ કહે છે ને, ઉપચાર માત્ર છે. આ બધું.
ઈલેક્ટિક્લ બૉડી તે કષાયો ! પ્રશ્નકર્તા: હવે ક્રોધ-માન-માયા-લોભને ભાવકર્મ કીધું. એક વખત એવી રીતે વાત નીકળી’તી કે સૂક્ષ્મ શરીરના આધારે ક્રોધ-માન-માયાલોભ થાય છે.