________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ
૨૮૩
૨૮૪
સમજાવો.
દાદાશ્રી : હા, એ બરોબર છે. ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. પણ એ ભાવકર્મ હોય ત્યાં સુધી છે. ભાવકર્મ એ છે તે વ્યવહાર આત્માને લાગુ થાય છે. આપણે અહીં ભાવકર્મ જ ઉડાડી દીધેલું છે હપૂરું, બિલકુલેય.
પ્રશ્નકર્તા : મૂળ આત્માને રાખ્યો ખાલી.
દાદાશ્રી : મૂળ આત્માને ચોખ્ખો જ મૂકી દીધો અને ક્રમિકમાં છે તે ભાવકર્મ હોય, એ ‘પોતાની કલ્પના કહેવાય. માટે ચેતન રૂપ એટલે મિશ્રચેતન થાય છે.
નિજ કલ્પના એટલે સંકલ્પ-વિકલ્પ. ભાવકર્મ નથી તેને નિર્વિકલ્પ. આપણે આખું ભાવકર્મનું અસ્તિત્વ જ ઉડાડી દીધું. જે ક્રમિક માર્ગમાં છેલ્લાં અવતારમાં જાય, કેવળજ્ઞાન થાય ત્યારે જાય, તે આપણે અહીં તરત જ ઉડાડી મેલ્યું. નહીં તો ‘તમે' નિર્વિકલ્પ કહેવાઓ જ નહીં ને ! અને ‘ચંદુભાઈ છું’ એ જ વિકલ્પ, ‘હું એન્જિનિયર છું’ એ વિકલ્પ, ‘હું જૈન છું’ એ વિકલ્પ, ‘હું વાણિયો છું’ એ વિકલ્પ, “પચાસ વર્ષનો છું’ એ વિકલ્પ, બધાં કેટલાંય વિકલ્પો. બધાં વિકલ્પો ફ્રેકચર થઈ ગયાં.
હવે આ ભાષા છે તે જ્ઞાનીઓ એકલાં જ સમજે. બાકી આ અજ્ઞાની માણસો કેમ કરીને સમજે ? એટલે મૂળ ચેતનને સમજે છે લોકો કે ચેતન આવું જ હોય. ભાવ, સંકલ્પ-વિકલ્પ કર્યા વગર રહે જ નહીં, કહે છે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ચૂકે એ કષાયને લઈને અને પછી પરભાવ ઉત્પન્ન થાય. એ પરભાવ તે ભાવકર્મ કહેવાય. પણ કલ્પના ‘પોતા’ની છે એટલે કૃપાળુદેવ કહે છે કે ચેતન રૂપ છે.
જડધૂપ એટલે પરમાણુઓ ખેંચે. ગુસ્સે થયો, ભાવકર્મ થયું કે પરમાણુ ખેંચ્યા. અને એ બહારના પરમાણુઓ ખાસ પેસતાં નથી. બહારના તો સ્થૂળરૂપે છે જોવાં જતાં, બાકી અંદરના જ નિજ આકાશમાં ખેંચે છે. એની મહીં પરમાણુ બધાં છે. બાકી સૂક્ષ્મ મહીં છે, તૈયાર જ છે. સૂક્ષ્મના હિસાબે બહારના ભેગાં થઈ જાય. સ્થળે ય જોઈએને ?!.
અને ‘પોતે’ કલ્પના કરી, એટલે અહીં આગળ જે કલ્પના કરી એ ડિઝાઈન કહેવાય. અને ડિઝાઈનનો ફોટો પડે એટલે પુદ્ગલ તેવું જ થઈ જાય. જેવું આપણે અહીંયા કલ્પના કરીએ તેવું જ પેલું પુદ્ગલ થઈ જાય. એટલે આ પુદ્ગલ આપણે કરવું નથી પડ્યું, આપણી કલ્પના પ્રમાણે જ થઈ ગયેલું. ભાવકર્મની કલ્પના પ્રમાણે જ આ પુદ્ગલ થઈ ગયેલું, આંખબાંખ બધુંય આમ. એટલે ‘જીવવીર્યની સ્કૂરણા ગ્રહણ કરે જડધૂપ.” એટલે આ પરમાણુઓ ખેંચે, ગ્રહણ કરે. સ્કૂરણા થઈ કે તરત ખેંચે. જેવાં ભાવ, સ્કૂરણા થઈ એવાં પુદ્ગલ ખેંચે અને આ ઊભું થયું છે, નહીં તો ભેંસ કોણે બનાવી ? ત્યારે કહે, એણે પોતે જ બનાવી. પછી મહીં પેઠો. હાથી કોણે બનાવ્યો ? ત્યારે કહે, એણે જ બનાવ્યો. એ કોઈ જાણી-જોઈને ના બનાવે, કષાયથી બનાવે. કષાય એટલે પોતાનું કંઈ પણ ના ચાલે, પરભાવ ! જબરજસ્તીથી કરવો જ પડે, પરભાવ. સ્વભાવ ઊડી ગયો ત્યારે જ, નહીં તો કોઈ ગધેડો થતો હશે ? કોઈને ગમે ? પણ શું થાય ? પણ એ ય હાથી થઈને મહીં રહે નિરાંતે. પછી સુંઢ હલાવ્યા જ કરે ને ! અને એ ગધેડાભાઈ જુઓને, ગુણો લઈને ફરે છે ને ?!
એ સમજાયું તમને આ, ‘ગ્રહણ કરે જડધૂપ ?” તે “આપણે” જ જડધૂપ ઊભી કરી છે. કંઈ ભગવાન આમાં ચિતરવા નહીં આવ્યો બધું ! કશું કોઈ કરવા આવ્યો નથી ! તમે ભાવ ખરાબ કર્યા કે પરમાણુ ફરી વળ્યા તમને અને તમને જ આંધળા બનાવે એ પરમાણુઓ. અને ભાવ સારો કરો તો એ પરમાણુ ઊડી જાય. એ સંઘરો એકલું એવું ય નહીં. પણ
ભાવકર્મ એટલે તો વ્યવહાર આત્માનો સંકલ્પ કર્યો, વિકલ્પ કર્યો કહેવાય. ચેતનની સ્કૂરણા થઈ એમાં, એટલે પેલામાં પાવર પેઠો, પુદ્ગલમાં. પાવરવાળું, પાવર ચેતન પુદ્ગલ થયું. હવે જ્ઞાન લીધાં પછી એ ભરાય નહીં ને જૂની છે તે ડિસ્ચાર્જ થયા કરે.
ભ્યતા પ્રમાણે પુદ્ગલ ખડું ! ભાવકર્મ એટલે કષાયને લઈ સ્વભાવધર્મ ચૂકે એ. પોતાનો નિજભાવ