________________
દ્રવ્ય કર્મ + ભાવકર્મ
૨૯૫
૨૯૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એ ચાલ્યા કરે એની મેળે, જો બંધ કરતાં આવડે તો. બંધ થઈ જાય તો મોક્ષ થઈ જાય. નહીં તો જ્યાં સુધી બંધ ના થાય, એવું બંધ કરનાર કોઈ માણસ હોય નહીં, ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું, અનંત અવતાર સુધી. ચાર્જ ને ડિસ્ચાર્જ, ચાર્જ ને ડિસ્ચાર્જ. કૉઝિઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કૉઝિઝ. કૉઝિઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કૉઝિઝ, ચાલ્યા જ કરે દિનરાત.
પ્રશ્નકર્તા : કોઝિઝ બંધ થાય એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : આ જ્ઞાન આપ્યું, તે તમને ખબર ના પડી ?
પ્રશ્નકર્તા : હા.
ભાષામાં ભાવે છે એવું બોલો છો ને રુચે છે એમ બોલે તો ય ચાલે. પણ ભાવકર્મ તો જુદી વસ્તુ છે. ભાવકર્મ એટલે ‘હું ચંદુભાઈ છું અને આ દેહ મારો છે તે બધું એમ માનેને જે કંઈ ભાવ કરવામાં આવે તે ભાવકર્મ અને એમ જે માનતા નથી, તેને લિંગદેહ બંધ થઈ ગયો.
પ્રશ્નકર્તા હવે લિંગદેહ બંધ થઈ ગયો. એટલે એનો અર્થ એ એને કોઈ ભાવ ઉત્પન્ન થાય જ નહીં ?
દાદાશ્રી : આ જ્ઞાન પછી તમારા ભાવ જ બંધ કરી દીધાને !
પ્રશ્નકર્તા : હા. એટલે પછી લિંગદેહ ત્યાં હોય જ નહીં, બરોબર. તો જો એમ માનીએ કે હું ચંદુભાઈ નથી, આ દેહ તે હું નથી, તો મારે શું કરવાનું ? કશું નહીં કરવાનું ?
દાદાશ્રી : ના. કરવાનું કેમ નહીં ? ‘હું શું છું’ એ નક્કી થાય, ત્યાર પછી “આ નથી” એવું નક્કી થાય. હવે આ લાઈનમાં જવું છે, આપણે એ દુકાન કાઢી નાખવી છે અને જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદમાં રહેવું એ આપણું કામ બધું.
આ લિંગદેહમાં ય અમુક અપવાદ છે પાછો. એટલે આપણા મહાત્માઓ હજુ સંસારભાવ તો રાખે છે. સ્ત્રીસંગ ને એ બધાં સંગ છે ને ? છતાં એ એને લિંગદેહમાં નથી આવતું. કારણ કે એ જ ભાગ કર્તામાં હોય, પોતે જાતે ‘હું ચંદુભાઈ હોય તો એ ય જવાબદારી એની. તો એનું ભાવમાં આવે અને અહીં તો ઊડી જાય છે. બસ, આટલો બધો ચેન્જ આવે છે.
એ શૃંખલા તૂટે ક્યારે ?' પ્રશ્નકર્તા : દ્રવ્યકર્મથી ભાવકર્મ થતાં હોય અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થતો હોય, તો તેમ ચાલ્યા જ રાખે, તો તે શૃંખલા તૂટે ક્યારે ?
દાદાશ્રી : ભાવકર્મ એટલે ચાર્જ કર્મ. તે ચાર્જ કર્મમાંથી ડિસ્ચાર્જ કર્મ થયા કરે. તે ચાર્જ બંધ કરી દેવામાં આવે, તો સોલ્યુશન આવી ગયું.
દાદાશ્રી : એ જ, કૉઝિઝ તરત જ બંધ થાય. કોઈ માણસ કહેશે, ‘અમને ભૂખ મટી છે એમ કેમ ખબર પડે ?” ત્યારે કહે, ‘તું ખા ને, મારી રૂબરૂમાં ખઈ લે ને ! સમજ પડશે.’ ગમે તે, ખીચડી ખાય તોય ચાલે ને ! એવું પોતાને ખબર પડે જ, અવશ્ય ખબર પડે.
કરણો સહજ સદા !
પ્રશ્નકર્તા : આપ કહો છે કે જ્ઞાનીની સહજ કષ્ણા હોય, ડિસ્ચાર્જ કર્મ તરીકે નહીં, તો તીર્થકરો તીર્થંકર ગોત્ર બાંધે છે તે ભાવકર્મથી કે સહજ રીતે ?
દાદાશ્રી : ભાવકર્મથી બાંધે છે. ભાવકર્મ પણ કરુણા તો એમની સહજ હોય. કરુણાનો સ્વભાવ તે સહજ હોય, એમાં ક્રિયા ના હોય, કરનાર ના હોય. ભાવકર્મથી કર્મ બંધાય.
પ્રશ્નકર્તા: તીર્થંકરોને જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે જ એ આ ભાવકર્મ બાંધે છે ને ?
દાદાશ્રી : એ ભાવકર્મ છે તે આત્મજ્ઞાન થયા પછી ખરું, પણ સમકિત થયા પછીનું ભાવકર્મ છે. સમ્યકત્વ થયા પછી જે સુખ હું પામ્યો એ સુખ લોકો પામે, એ આ ભાવકર્મ છે. તીર્થંકર ગોત્ર બાંધે છે. એટલે