________________
ભાવકર્મ
૨૭૫
૨૭૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ભાવકર્મથી આ જગત ઊભું થાય છે અને એના છે તે પરિણામ આવે છે. ભાવકર્મ બંધ થાય તો તેનાથી જગત આથમી જાય છે. પછી ફળ ભોગવવાના રહે.
આપે. એ પચાસ હજારનું કોણ જમે કરશે હવે ? કયે ચોપડે જમે થશે ? કારણ કે એનો ભાવ તો આવો છે. એનો ભાવ આપવાનો નથી. આ તો મેયરનું દબાણ થયું, તેથી આપ્યા છે. ત્યારે કહે, સાવ નકામું જશે એનું આપેલું ? ત્યારે કહે, ના, નકામું જાય નહીં. એણે આપ્યું છે, એનું ફળ તો કંઈક મળવું જ જોઈએ. ત્યારે કહે, અહીં આ સંસારમાં, આ ભવમાં મળી જશે. લોકો ‘વાહ વાહ' બોલશે. હવે આવતા અવતારમાં ના મળે. અને પેલો ભાવથી આપે, તેને આ અવતારમાં સંસારમાંય લોકો ‘વાહ વાહ' બોલે ને હવે આવતે ભવ પાછું એનું ફળ મળે, તે બન્ને મળે.
આનું નામ ભાવકર્મ. એ ભાવ જો આપણે ચોખ્ખો રાખીએ ને, તો એનું ફળ અહીં પણ મળે અને ત્યાં આગળ પણ મળે. પેલો ભાવ બગાડ્યો, એટલે ભાવકર્મ બગાડ્યું.
શુદ્ધાત્મા' તો ઊડ્યું ભાવકર્મ! પ્રશ્નકર્તા: કર્મો બધાં ભાવકર્મથી જ વધારે બંધાતા હશેને ?
દાદાશ્રી : ભાવકર્મથી જ બધું આ જગત ઊભું થયું છે. ભાવકર્મ આપણે બંધ કરી દઈએ છે ચાવીથી, એટલે એ છૂટું પડી જાય. એટલે કર્મ બંધાતા અટકી જાય. ફક્ત આજ્ઞા પાળોને એટલા પૂરતું બંધાય, એક-બે અવતારનાં. આખું જગત ભાવકર્મથી જ બંધાયેલું છે.
‘હું છે તે ‘ચંદુભાઈ છું ત્યાં સુધી ભાવકર્મ અને ‘હું આ ‘શુદ્ધાત્મા છું ત્યાં ભાવકર્મ બંધ થઈ ગયાં. ભાવ એટલે અસ્તિત્વ. જ્યાં નથી પોતે ત્યાં પોતાનું અસ્તિત્વ માનવું એ ભાવકર્મ.
ર્તાભાવથી ભાવકર્મ! પછી મૂળ ભાવ, કે આ “મેં કહ્યું કે ભાવ ઉત્પન્ન થયો. કર્તાભાવે કર્યું એ કર્તા એ ભાવકર્મ થયું, ભોક્તાભાવે ભોગવ્યું એ પણ ભાવકર્મ કહેવાય. આ જ્ઞાન પછી આપણે ભોક્તાભાવે ભોગવતા નથી, આપણે નિકાલ ભાવે ભોગવીએ છીએ. આપણે સમભાવે નિકાલ કરી નાખીએ અને પેલો તો ભોક્તાભાવે ભોગવે.
તમને અનુભવમાં આવે છે કે ઈટ હેપન્સ ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : શું શું થઈ રહ્યું છે ? પ્રશ્નકર્તા : બધું બની જ રહ્યું છે, ત્યાં આપણું કર્તાપણું ક્યાં છે ?
દાદાશ્રી : અને કર્તાપણું છે તે અંદર ભાવાત્મક ભાવે છે. તે મેં બંધ કરી દીધું છે. જગત આખું ભાવકર્મથી કર્તા થાય છે. એ બંધ કર્યું છે આપણે. તાળું મારી દીધું છે ત્યાં આગળ.
‘હું કર્તા છું' એ ભાન રાખવું, તે જે કંઈ થાય એ ભાવકર્મ કહેવાય. ‘હું કર્તા છું’ આનો, એ ભાવકર્મ. ‘હું કર્તા નથી, આ વ્યવસ્થિત કર્તા છે” એવું તો રહ્યું છે ને ? ત્યાર પછી શું ? તો ભાવકર્મ ઊડી ગયા.
પ્રશ્નકર્તા : વસ્તુત્વ માનવું એટલે અભાવ ?
દાદાશ્રી : ના, વસ્તૃત્વના અભાવથી ભાવ થાય. વસ્તુત્વનો ભાવ થયો એટલે ભાવકર્મ ઊડી જાય. એટલે અસ્તિત્વ તો છે, પણ અસ્તિત્વ આત્મામાં જો માને તો ભાવકર્મ નથી અને આમાં દેહાધ્યાસમાં અસ્તિત્વ માને તો ભાવકર્મ છે. એટલે ભાવકર્મ નડે છે ફક્ત, બીજું કશું નથી.