________________
૨૭૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
છે તો ભાવકર્મ ઊભા થાય. પણ આના માલિક તમે ના બનો તો ભાવકર્મ ઊડી જાય. આનું માલિકીપણું તમે માની બેઠાં છો તેથી આ ભાવકર્મ ઊભાં થાય. આનું માલિકીપણું છૂટી જાય એટલે ભાવકર્મ ઊડી જાય. ભાવકર્મ ઊડી જાય એટલે ચાર્જ કર્મ બંધ થઈ જાય અને ડિસ્ચાર્જ એકલા રહે. તે આ દેહે ભોગવવાના.
પ્રશ્નકર્તા : ભાવકર્મમાં પ્રકાર અને ડિગ્રી એ જ પ્રમાણેની હોય કે એમાં પ્રકાર અને ડિગ્રી બદલાય ?
દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. એક જ જાતનું હોય. તે મૂળ જગ્યાએથી ઝમે છે, તે ભાવકર્મ કહેવાય. અને પછી એનાં નવાં દ્રવ્યકર્મ થતાં થતાં તો કેટલો ટાઈમ લાગે !
[૨.૧૨] દ્રવ્યકર્મ + ભાવકર્મ
આત્માને અશુદ્ધિ અડવાનું રહસ્ય ! પ્રશ્નકર્તા : અહીં પ્રશ્ન ઊભો થાય કે આત્મા જ્યારે શુદ્ધ જ હતો, બિલકુલ, તદન શુદ્ધ. આ જે પુદ્ગલનાં સામીપ્યમાં આવ્યો’તો, એને કેમ આવું થયું ? હું શુદ્ધ નથી અને આ એણે પકડ્યું, એની શુદ્ધતા એ ભૂલી ગયો તે ઘડીએ ?
દાદાશ્રી : ના, એ ભૂલ્યો નથી કશું. વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા
ભાવકર્મ, દ્રવ્યકર્મનાં સંબંધો ! પ્રશ્નકર્તા : ત્રણ કર્મો છે ને, એમાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ શું છે ? એ બરોબર સમજાવી દો.
દાદાશ્રી : દ્રવ્ય કર્મ એટલે આ શાતા-અશાતા ભોગવવી પડે છે ને એ દ્રવ્યકર્મ. પછી જશ-અપજશ મળે છે તે દ્રવ્યકર્મ છે. મોટાઈ-નાનાઈ મળે છે તે દ્રવ્યકર્મ છે. આયુષ્ય સારું-ઓછું મળે છે તે દ્રવ્યકર્મ છે. એટલે આ વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય – આ ચાર અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય. એ આઠે આઠ દ્રવ્યકર્મ, તેમાંથી ભાવકર્મ ઊભા થાય. શી રીતે ભાવકર્મ ઊભા થાય ? ત્યારે કહે, અશાતા વેદનીય આવે ત્યારે છોકરા જોડે ચિઢાય, વાઈફ જોડે ચિઢાય. શાતા વેદનીય આવે તો ખુશ થઈ જાય. પછી ઉચ્ચ ગોત્રકર્મ, ઊંચું આવ્યું હોય તો ખુશ થાય. હલકા પ્રકારનું ગોત્રકર્મ હોય તો કો'ક કહે કે તમે લોક તો હલકાં એટલે પાછું દુઃખ થાય. એટલે એમાંથી ભાવકર્મ બંધાય.
પ્રશ્નકર્તા : એ જે સૂક્ષ્મ પરમાણુ મહીં પડેલાં હોય છે તે દ્રવ્યકર્મ રૂપે પડેલાં હોય છે ?
પ્રશ્નકર્તા : એટલે એણે ભાવ કર્યો ?
દાદાશ્રી : ના, ભાવ-બાવ કશું કર્યું જ નથી. એ દ્રવ્યકર્મમાંથી, આ વ્યતિરેક ગુણ ભાવકર્મ ઊભા થયા. એ ભાવકર્મ એટલે, માન એટલે હું અને લોભ એટલે મારું. હું-મારું થયું કે ચાલ્યું. તે ‘હું ને દુઃખ પડે છે. એ આત્માને તો કશું અડતું નથી. પણ હવે આ એનું દુ:ખ પડતું બંધ કેમ થાય ? એ દુ:ખનો અનુભવ થાય છેને ! કારણ કે હુંપણાની બિલિફ છે. બિલિફ એટલે શું કે ચેતનનો છે તે આમાં પાવર ભરેલો છે, માન્યું છે માટે. પાવર કેવો આવ્યો ચેતનનો ? બિલિફ રૂપે. એ પાવરનું દુઃખ છે, એ પાવર આમાં છે ને, તે દુ:ખ છે. પાવર ખેંચાઈ જાય એટલે દુઃખ જતું
દાદાશ્રી : હં. દ્રવ્યકર્મ રૂપે, બરોબર છે. એટલે એ દ્રવ્યકર્મ બધાં