________________
૨૭૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ભાવકર્મ
૨૭૩ જે ઈચ્છા છે, તે મારી ભાવના કહે છે. એ ભાવ નથી, ભાવ વસ્તુ જુદી છે. ભાવ બહુ ઊંડી વસ્તુ છે.
ભાવકર્મ એ તો જે તમે મહીં ઈચ્છાઓ બધી પૂરી કરવા માટે બોલો છો ને મહીં ભાવના કરો છો ને કે મારે મકાન બાંધવું છે, મારે આ લગ્ન કરવું છે, છોકરાંને પૈણાવવો છે, આવાં બધાં ભાવ કરો છો ને ? એ ભાવ અહીં કરો છો, એની અંદર છે તે જે સૂક્ષ્મ ભાવ બંધાઈ જાય છે તે ભાવકર્મ
છે.
જ દેખાય. પણ તે આ ઈચ્છા હમણે ઘડી પછી બંધ થઈ જવાની છે અને આ ઈચ્છાઓ ઉગવાની છે. ઈચ્છાઓ ઠેઠ સુધી રહેવાની ને, ભાવે ય રહેવાનો ને ! કોઈ કહે કે મને કેરી ભાવે છે, તો એને આપણા લોક શું કહે ? ભાવકર્મ બાંધ્યું. મૂઆ, હોય છે, એવું નહીં. ભાવકર્મ એટલું સહેલું નથી કે જલ્દી સમજાય.
પ્રશ્નકર્તા: તો હૃદયમાંથી જ સ્કુરતા ભાવોને ભાવકર્મ કહેવાય ?
દાદાશ્રી : ના, ભાવકર્મ તો જડેય નહીં એવી વસ્તુ છે. એ સમજનારો સમજે પણ સમજાવી ન શકાય એવી વસ્તુ છે.
ભાવકર્મ જો એને સમજાય ત્યારથી એણે પુરુષાર્થ પકડ્યો કહેવાય. અને ભાવકર્મ સમજાય ક્યારે ? આત્મજ્ઞાન શરૂ થવાનું હોય અગર થયું હોય તેને સમજાય. બાકી આ તો બધું વ્યવહારમાં જે બધું બોલીએ છીએ તે આ બધી જાતનું બોલવાનું. મને આ ફલાણું ભાવે છે, મને ફલાણું ભાવે છે, આગ્રહ કરીને ખઈ જાય છે, ભાવ કરીને ખાય છે, તે કશું લેવા-દેવા નથી ભાવકર્મને.
પરિણામમાં ભાવકર્મ હોય નહીં. આ બધાં પરિણામ કહેવાય. કૉઝિઝ રૂપે હોય ભાવકર્મ. આ બધી ભાવનાઓ ઈફેક્ટ કહેવાય. તે પરિણામ રૂપે હોય.
ભાવકર્મ એ જુદી વસ્તુ છે. ભાવકર્મ, એને સમજવું બહુ અઘરી વસ્તુ છે. આ લોકો તો એમ જ જાણે કે મને ભાવે છે એટલે મારું ભાવકર્મ, એવું નથી. ભાવકર્મ તો વ્યવહારમાં આવતું જ નથી. એ વ્યવહારમાં દેખાય એવું નથી.
આથમતી ઈચ્છા તો હોય જ્ઞાતીને ય.
ભાવકર્મ તો તમારા ખ્યાલમાં ના આવે. આવો મને ભાવ આવે છે, આમ ભાવ આવે છે, તેમ ભાવ આવે છે, એ બધું તો તમારા ખ્યાલમાં આવે છે અને ભાવકર્મ તો ખ્યાલમાં જ ના આવે.
અમે નિરીચ્છક કહેવાઈએ છીએ કે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી હવે. છતાં જો અહીં આગળ બપોરે એક વાગી ગયો હોય અને દોઢ વાગે એટલે આમ કરીને જોઈએ નહીં, કેમ આજ જમવાનું કોઈ આપતું નથી ? ત્યારે શા હારુ કહીએ ? એ પોતે કંઈ મેનેજર છે તે આ બધું જુએ છે ? ત્યારે કહે, ના, ઈચ્છા છે ખાવાની. નિરીચ્છકને શેની ઈચ્છા છે ? ખાવાની ઈચ્છા છે. આ ઈચ્છાઓ બધી ડિસ્ચાર્જ ઈચ્છાઓ છે. એ ભાવો ડિસ્ચાર્જ છે, સૂર્યનારાયણ ઉગતાં અને આથમતાં, તે આથમતાં ય એવાં
આ સમકિત થયું છે ને એક દહાડો મહીં ઊંડા ઉતરશો તો સમજાય કે ના સમજાય કે આ શું છે ? આ કોણ કરાવે છે ? એ વસ્તુ એવી નથી કે આમ સમજાવી શકાય. અમને ઘણાં લોકો કહે છે, જ્ઞાન કેવું થયું ? ત્યારે એ તો જ્ઞાન શી રીતે સમજાવાય તને તે ? એ શબ્દની જંજાળો ત્યાં હોતી જ નથી.
શુદ્ધ ભાવ સુધારે બેઉ ભવ ! પ્રશ્નકર્તા : ભાવકર્મ એટલે શું, એક દાખલો આપીને સમજાવો ને !
દાદાશ્રી : એક માણસ એમ કહે કે “મેં પચાસ હજાર ધર્માદામાં આપ્યા, પણ આપણા મેયર સાહેબના દબાણને લઈને આપ્યા. નહીં તો કોઈને આપું એવો છું જ નહીં.” કો'કના દબાણને લઈને રૂપિયા આપવા પડે, એવું બને કે ના બને ? હવે પચાસ હજાર મેયરનાં દબાણને લઈને